back to top
Homeગુજરાતપાંચ વર્ષની ઉમરે સંન્યાસ લીધેલા નાગા બાવાની કહાણી:માતા-પિતાનાં મોત બાદ મહાદેવની ભક્તિમાં...

પાંચ વર્ષની ઉમરે સંન્યાસ લીધેલા નાગા બાવાની કહાણી:માતા-પિતાનાં મોત બાદ મહાદેવની ભક્તિમાં લીન થયા, ભારત ભ્રમણ કરીને યંગસ્ટરોને વ્યસન મુક્ત કરવાનો દૃઢ સંકલ્પ

સંત, સપૂત અને તુંબડા ત્રણેયનું એક સ્વભાવ,
તારે પણ બોળે નહીં અને તાર્યા ઉપર ભાવ…
જૂનાગઢના ગિરનાર ક્ષેત્રમાં શિવરાત્રિના મેળાનો હાલ રંગ જામ્યો છે. જપ, તપ અને પૂજા અર્ચનાથી મહાદેવને રિઝવવા ભારતભરમાંથી સાધુઓ શિવરાત્રિના મેળામાં આવ્યા છે. દૂર દૂરથી આવતા ભાવિકોમાં ધુણો ધખાવી બેઠેલા નાગા સાધુઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ત્યારે ભવનાથ મંદિરની પાછળ ધૂણો ધખાવી અલખની આરાધના કરી રહેલા એક અનોખા સાધુની મુલાકાત દિવ્ય ભાસ્કર ડિજિટલની ટીમને થઇ છે. દિવ્ય ભાસ્કરની ટીમને તપસ્વી બાપુ સાથે મુલાકાત થઇ તો આ સાધુની સાધુતામાં ભારત રાષ્ટ્રની મજબૂતી યુવા પેઢી વ્યસન છોડે અને ગુજરાતમાં વૃદ્ધાશ્રમ તોડી પાડવામાં આવે તેવો સાધુ સંદેશ સાંભળવા મળ્યો હતો. ઉદાસીન અખાડાના નાગા સાધુ જે મૂળ રાજસ્થાન જયપુરના અને તપસ્વી બાપુ તરીકે જગવિખ્યાત આ સાધુ છેલ્લા નવ વર્ષથી શિવરાત્રિના મેળામાં આવે છે અને મેળો પૂર્ણ થયા બાદ ગુજરાતની અલગ અલગ જગ્યાઓમાં 41 દિવસ સુધી જેઠ મહિનાના ધોમધખતા તાપમાં પંચ ધૂણી ધખાવી ભારત રાષ્ટ્રની મજબૂતી અને યુવા પેઢીમાં વ્યસનને લઈ જાગૃતતા આવે તે માટે તપ કરે છે. ‘મેં પાંચ વર્ષની ઉંમરથી સન્યાસ ધારણ કર્યો’
દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરતા તપસ્વી બાપુ જણાવે છે કે, મેં પાંચ વર્ષની ઉંમરથી સન્યાસ ધારણ કર્યો છે, હાલ હું 25 વર્ષનો છું. મારા માતા-પિતાના અવસાન બાદ હું અનાથ આશ્રમમાં રહેતો હતો. તે સમયે યુપીના એક સાધુ મળ્યા હતા અને તેના ગુરુ બ્રહ્મલીન સ્વામી બીજા નંદજી મહારાજ અવધૂત જે મધ્યપ્રદેશમાં કોદરીયા સરકારથી પ્રખ્યાત હતા. તે ગુરુજીએ મને સન્યાસ આપી મારુ પાલનપોષણ કરી મને અભ્યાસ કરાવ્યો અને મને મોટો કર્યો હતો. મેં સાધુ સંતો અને ગૌ માતાની ખૂબ જ સેવા કરી છે. ગુરુની સેવા અને પૂજા અર્ચના કરવી એ જ મારી જિંદગીનું જય હતું. ‘મને નાગા સાધુ 2013માં બનાવવામાં આવ્યો’
12 વર્ષ સુધી હું મારા ગુરુજી સાથે ભારતના દરેક રાજ્યોમાં ભ્રમણ કર્યું અને 2013માં મેં સન્યાસ ધારણ કર્યો અને મને નાગા સાધુ બનાવવામાં આવ્યો હતો. આમ જોવા જઈએ તો સન્યાસ તો મેં બાળપણથી જ ધારણ કર્યો હતો પરંતુ મને નાગા સાધુ 2013માં બનાવવામાં આવ્યો. ઉદાસીન પંચાયતી અખાડામાંથી મને સન્યાસ આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ હું રાજસ્થાન આવ્યો, જ્યાં મેં સન્યાસ ધારણ કર્યા બાદ ધૂણી ધખાવવાનું અને તપ કરવાનું શરૂ કર્યું હતું. સમય જતા મેં ઘણા તપો કર્યા ત્યારે એક ભક્ત દ્વારા મને જમીન આપવામાં આવી હતી. ‘જેઠ મહિનાના 41 દિવસ સુધી કઠોર તપસ્યા’
2018માં હું ગુજરાત આવ્યો અને ગુજરાતની અલગ અલગ ધાર્મિક જગ્યાઓમાં મેં ધૂણી ધખાવી જપ તપ કર્યા. છેલ્લા નવ વર્ષથી શિવરાત્રિના મેળામાં ભગવાન મહાદેવ અને અલખનો આરાધ જગાવવા ધૂણી ધખાવી અહીં બેસુ છું. ત્યારબાદ ધોમધખતા તાપમાનમાં જેઠ મહિનાના 41 દિવસ સુધી હું પંચ ધૂણી તપસ્યા કરું છું. જેટલું ભગવાનનું જપ, તપ અને આરાધના કરવામાં આવે છે તેટલો જ જીવનનો આનંદ મળે છે. હું 41 દિવસ સુધી મૌન રહી ભારત રાષ્ટ્રને મજબૂત બનાવવા અને યુવા પેઢી વ્યસન છોડે અને યુવાનોમાં જાગૃતિ આવે તેવા હેતુથી ધોમ ધખતા તાપમાન પંચ ધૂણી તપસ્યા કરું છું. આ દરમિયાન માત્ર ફળ ફ્રુટનો પ્રસાદ જ લઉ છું. ‘યુવાનો વ્યસન મૂકશે અને વૃદ્ધાશ્રમ બંધ થશે ત્યારે રાષ્ટ્ર મજબૂત બનશે’
યુવા પેઢીઓમાં દિવસે અને દિવસે વધતા વ્યસનને લઈ ચિંતા અને મા-બાપને તરછોડી વૃદ્ધાશ્રમની વધતી જતી સંખ્યાને લઈને તપસ્વી બાપુ જણાવે છે કે, ભારતની યુવા પેઢી જ્યારે વ્યસન મુકશે ત્યારે જ ભારત રાષ્ટ્રને મજબૂત બનાવી શકાશે. જો વ્યસન કરવું હોય તો માતા પિતાની સેવાચાકરી, પરિવારની દેખભાળ અને સારું કાર્ય કરી યોગ્ય કમાણી કરવાનું વ્યસન યુવા પેઢીએ કરવું જોઈએ, અમે સાધુઓ મનની એકાગ્રતા માટે ચલમ પીતા હોઇએ છીએ. આ ઉપરાંત આજકાલ દિવસે અને દિવસે વૃદ્ધાશ્રમમાં વધારો થતો જોવા મળી રહ્યો છે અને દીકરાઓ પોતાના મા-બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી તરછોડી રહ્યા છે, આ વૃદ્ધાશ્રમો તોડી પાડવામાં આવે તેવી ઈચ્છા તપસ્વી બાપુએ વ્યક્ત કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments