back to top
Homeગુજરાતભાસ્કર સ્ટિંગ:વરલી મટકાના આંકડા કાઢવા ભૂવા તંત્ર-મંત્ર અને વિધિ કરે છે

ભાસ્કર સ્ટિંગ:વરલી મટકાના આંકડા કાઢવા ભૂવા તંત્ર-મંત્ર અને વિધિ કરે છે

દક્ષિણ ગુજરાતમાં પોલીસતંત્રના સબ સલામતના દાવા વચ્ચે વરલી મટકાના જુગાર રમવામાં અનેક પરિવારો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા છે.છતાં પણ ઓછી મહેનતે વહેલા પૈસા કમાવવા અવનવા ગતકડાઓ કરતા હોય છે અને વરલી મટકા પર પણ હાથ અજમાવતા હોય છે. વલસાડ તેમજ નવસારી જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં વરલી મટકાના આંકડા તાંત્રિક વિધિ કરી કાઢી આપવામાં આવતા હોવાની માહિતી મળતા જ દિવ્ય ભાસ્કર ની ટીમે આ આખો ખેલ જાણ્યો.વલસાડના ધરમપુર ,નવસારીના વાંસદા તાલુકા સહિતના અનેક ભૂવાઓ તેમજ તાંત્રિકો નો સંપર્ક કર્યો કેટલાક ભગતો આ વરલી મટકાના આંકડા કાઢતા હોવાનો દાવો કર્યો.એક ભૂવા એ તાંત્રિક વિધિ માટે નારિયેળ, કંકુ, અગરબત્તી, દક્ષિણા તેમજ મરઘીનું ઈંડુ (પહેલું ઇંડુ ) જેવી સામગ્રી મંગાવી રાત્રિના અગિયાર વાગ્યે બોલાવ્યા.દિવ્ય ભાસ્કરની ટીમ રાત્રિના સમયે ત્યાં પહોંચી તો રાત્રિના અંધકાર માં નદી કિનારે સ્મશાન નજીક ભૂવા દ્વારા વિધિ કરતાં જોવા મળ્યા. વરલી મટકા અપરાધ હોય દિવ્ય ભાસ્કરની ટીમ દ્વારા વરલી મટકા બજારના આંકડા બાબતે કોઈ પ્રયાસ કર્યો નહતો.પરંતુ વરલી મટકાના નામે લાલચુ લોકો જલ્દી રૂપિયા કમાવવા કેવા ગતકડા કરે એ આ પુરાવો લોકો સમક્ષ ખુલ્લો કરવા ભાસ્કરે આ સ્ટિંગ કર્યું છે . ભાસ્કર અને ભૂવા વચ્ચેનો સંવાદ ભાસ્કર : અમારે આકડો કઢાવવો છે તો તમે કાઢી આપશો? ભૂવા : હા નીકળી જશે ને વસ્તુ શું છે તમારી પર. ભાસ્કર : વસ્તુ માં શું જોઈએ વસ્તુ કોઈ તો જ નીકળે કે આકડો? ભૂવા : હા વસ્તુ તો જોઈએ જ ને જોડ્યું મરચું,જોડ્યું કેરું,વપરાશ વિનાનો હનુમાન છાપ નો સિક્કો અથવા કાળા કલરની મરઘી નું પહેલું મૂકેલું ઈંડુ. પ્રતિનિધિ : હા ઈંડું મળી જશે.અમારી પાસે મરઘી નું ઈંડુ છે. ભૂવા : સારું તો અંધારું પડે એટલે નારિયળે અને અગરબત્તી,રૂ અને માચીસ અને ઈંડુ સાચવી ને કોઈ જોઈના એ રીતે રાત્રે આઠ વાગ્યા આજુ બાજુ આવજો. ભાસ્કર : સારું અમે આવી જઈશું. ( રાત્રીના સમયે સ્થળ પર ગયા બાદ આકડો કાઢવા માટે પૂજા શરૂ કરવામાં આવી હતી.) ભાસ્કર : બધું સામાન લઈને આવી ગયા છે. પણ આકડો સાચો નીકળશેને અને ક્યાં બજારમાં ક્યારે લખાવવાનો એ પણ જણાવજો. ભૂવા: અરે હું પૂજા કરું તો પરફેક્ટ આકડો નીકળશે.અને કાલે બજાર માં લખાવી દેજો. પૂજા પત્યા બાદ જણાવેલ કે મીંડી અને એક્કો ની જોટી નીકળશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments