વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આગામી 28 ફેબ્રુઆરીના રોજ ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગ (IML) શરૂ થવા જઇ રહી છે. જેની પ્રથમ મેચ 28 ફેબ્રુઆરીએ ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચે રમાવાની છે. જેને લઇને ઓસ્ટ્રેલિયા માસ્ટર્સની ટીમ આજે મુંબઇની ફ્લાઇટથી વડોદરા એરપોર્ટ ખાતે પહોંચી હતી. જ્યાં કેપ્ટન શેન વોટ્સન અને શોન માર્શ સહિતના તમામ ક્રિકેટર્સનું એરપોર્ટ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કેટલા ક્રિકેટરો તેમના પરિવાર સાથે આવ્યા છે. ટીમનું હોટલ તાજ વિવાંતામાં રાત્રિ રોકાણ
વડોદરા એરપોર્ટથી બસ મારફતે ઓસ્ટ્રેલિયા માસ્ટર્સની ટીમ હોટલ તાજ વિવાંતા ખાતે પહોંચી હતી. જ્યાં પરંપરાગત રીતે ફૂલોની વર્ષા કરીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આવતીકાલે બુધવારે ઇન્ડિયન માસ્ટર્સની ટીમ પણ વડોદરા આવશે. જેમાં સચિન તેંડુલકર સહિત સમગ્ર ટીમ તાજ વિવાંતા હોટલમાં રોકાશે. કોટંબી સ્ટેડિમમાં 6 મેચ રમાશે
22 ફેબ્રુઆરીથી આ લીગની શરૂઆત મુંબઇમાં થઈ છે અને 28 ફેબ્રુઆરીથી વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં મેચો શરૂ થશે. જેમાં ભારત, સાઉથ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, વેસ્ટઇન્ડિઝ અને શ્રીલંકાની ટીમો રમશે. 28 ફેબ્રુઆરીથી 7 માર્ચ દરમિયાન 6 મેચ કોટંબી સ્ટેડિમમાં રમાશે. જેમાં સચિન તેંડુલકર, યુવરાજ સિંહ, ઈસુ પઠાણ, ઈરફાન પઠાણ, કુમાર સાંગાકારા, બ્રાયન લારા, ઇયોન મોર્ગન, શેન વોટ્સન, જેક કાલિસ, કેવિન પીટરસન, જોન્ટી રોડ્સ અને ક્રિશ ગેલ સહિતના 60 કિક્રેટર માસ્ટર લીગમાં રમશે. આ ઉપરાંત ગર્વનિંગ કાઉન્સિલમાં સુનિલ ગાવસ્કર, સોન પોલોક, સર વિવ રિચાર્ડ્સ પણ હાજર રહેશે. આ ઉપરાંત અમ્પાયર તરીકે સિમોન ટૌફલ અને બીલી બાઉડન હાજર રહેશે અને મેચ રેફરી તરીકે ગુડપ્પા વિશ્વનાથન રહેશે. ખેલાડીઓ ફરી એકવાર ગ્રાઉન્ડ પર પોતાનો જાદુ પાથરશે
ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગમાં સચિન તેંડુલકર, બ્રાયન લારા, શેન વોટસન, જેક્સ કાલિસ, કુમાર સંગાકારા અને ઇયોન મોર્ગન જેવા માસ્ટર્સને તેમની સંબંધિત 6 ટીમોનું નેતૃત્વ કરી રહ્યા છે, જેથી આવા મહાન ખેલાડીઓનું ક્રીઝ પર કૌવત ફરી એકવાર જોવા મળશે. વડોદરા ખાતે આ સિરીઝ પૈકી 6 મેચો યોજાશે, જેમાં ભારત, ઇંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડિઝના મહાન ખેલાડીઓ ફરી એકવાર ગ્રાઉન્ડ પર પોતાનો જાદુ પાથરશે. IMLની વડોદરા મેચનું શિડ્યુઅલ ઓસ્ટ્રેલિયન માસ્ટર્સ ટીમ
શેન વોટ્સન, શોન માર્શ, પીટર નેવીલ, બેન ડંક, ડેન ક્રિશ્ચિયન, બેન કટિંગ, નાથન રીઆર્ડન, જેસન ક્રેઝા, ઝેવિયર ડોહર્ટી, જેમ્સ પેટીન્સન, કુલ્ટર નાઇલ, કેલમ ફર્ગ્યુસન, બ્રાઇઝ મેકગીન, બેન હિલ્ફેનહોસ, બેન હાફલિન