વિજાપુરના રણાસણ ગામમાં ખેડૂતના ખેતીના સાધનની ચોરીનો બનાવ સામે આવ્યો છે. રણાસણ ગામના ખેડૂત ભાવદીપ રાજેશભાઈ મકવાણાએ તેમના ખેતીકામ માટે રોટર મશીન ખરીદ્યું હતું. આ મશીન તેમણે ગુરુવારે મહાદેવ મંદિર પાસે મૂક્યું હતું. મંદિર પાસે લગ્નના રાસ-ગરબા પણ યોજાયા હતા. શુક્રવારે સવારે જ્યારે ભાવદીપભાઈ મશીન લેવા ગયા ત્યારે તે જગ્યા પરથી મશીન ગાયબ હતું. તેમણે તરત જ તેમના પિતાને ફોન કરીને પૂછ્યું કે શું તેમણે કોઈને મશીન આપ્યું છે. પિતાએ ના પાડતા તેમણે આસપાસના વિસ્તારમાં શોધખોળ કરી હતી. મશીન ન મળતા આખરે તેમણે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. રોટર મશીનની કિંમત રૂપિયા 40 હજાર છે. પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.