ગઢડા નગરપાલિકામાં નવા પ્રમુખ અને ઉપપ્રમુખની પસંદગી માટે ભાજપે પ્રક્રિયા શરૂ કરી છે. સ્થાનિક સર્કિટ હાઉસ ખાતે પાર્ટીના નિરીક્ષકો દિલીપભાઈ પટેલ અને રક્ષાબેન બોળીયાની ઉપસ્થિતિમાં સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી. નિરીક્ષકોએ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો, અગાઉની ચૂંટણીમાં અસફળ રહેલા ઉમેદવારો અને પાર્ટીના હોદ્દેદારો સાથે અલગ-અલગ બેઠકો યોજી હતી. તેમના અભિપ્રાયો સાંભળ્યા હતા. પ્રમુખપદ માટે બે સભ્યોએ દાવેદારી નોંધાવી છે. સમગ્ર પ્રક્રિયા દરમિયાન મળેલા અભિપ્રાયો પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવશે. ત્યારબાદ બોર્ડ નવા પ્રમુખ અને ઉપપ્રમુખની જાહેરાત કરશે. નિરીક્ષક દિલીપભાઈ પટેલે આ અંગેની માહિતી આપી હતી.