back to top
Homeમનોરંજન'છાવા'ની બોક્સઓફિસ પર 'કમાલ' અને વિવાદમાં પણ 'ધમાલ'!:એક તરફ કમાણીનાં અનેક રેકોર્ડ...

‘છાવા’ની બોક્સઓફિસ પર ‘કમાલ’ અને વિવાદમાં પણ ‘ધમાલ’!:એક તરફ કમાણીનાં અનેક રેકોર્ડ તૂટ્યા, બીજી તરફ ફિલ્મને 100 કરોડના માનહાનિ કેસની ધમકી

ફિલ્મ ‘છાવા’ ટ્રેલર રિલીઝ થયું ત્યારથી જ છાવા વિવાદમાં છે. આ ફિલ્મમાં વિક્કી કૌશલ છત્રપતિ સંભાજી મહારાજની ભૂમિકા ભજવી રહ્યો છે. જોકે, ફિલ્મ રિલીઝ થઈ ત્યારથી અત્યાર સુધી બોક્સઓફિસ પર સારી કમાણી કરી રહી છે. ફિલ્મે ‘ગદર 2’ અને ‘સ્ત્રી 2’ જેવી ફિલ્મના રેકોર્ડ પણ તોડ્યા છે. એવામાં ફરી એકવાર ફિલ્મ પર આંગળી ઊઠી છે. ‘છાવા’નું વિકેન્ડ કલેક્શન
વિક્કી કૌશલ સ્ટારર ફિલ્મ ‘છાવા’ એ બોક્સ ઓફિસ પર બે સપ્તાહ પૂર્ણ કર્યા છે. નવા સપ્તાહના અંતે આ ફિલ્મે બોક્સઓફિસ પર સારી કમાણી કરી હતી. રવિવારે જ્યારે ભારત-પાકિસ્તાનની ક્રિકેટ મેચ હતી ત્યારે પણ ‘છાવા’ના શો હાઉસફૂલ જોવા મળ્યા. વિક્કીની ફિલ્મે બીજા સપ્તાહના અંતે એક રેકોર્ડ બનાવ્યો હતો. બીજા સપ્તાહના અંતે, ‘છાવા’ એ બોક્સઓફિસ પર કુલ 334 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી, આ ફિલ્મ વિક્કીના કરિયરની અત્યાર સુધીની સૌથી મોટી ફિલ્મ બની ગઈ છે. બીજા સપ્તાહના અંતે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની
શુક્રવાર, શનિવાર અને રવિવારને ભેગા કરીને ‘છાવા’ એ બીજા અઠવાડિયાના અંતે 109 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. વિક્કીની ફિલ્મ હવે બીજા સપ્તાહના અંતે સૌથી વધુ કમાણી કરનારી બોલિવૂડ ફિલ્મ બની ગઈ છે. આ બોલિવૂડની પહેલી ફિલ્મ છે જેણે બીજા સપ્તાહના અંતે 100 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. અગાઉ આ રેકોર્ડ ગયા વર્ષે રિલીઝ થયેલી ‘સ્ત્રી 2’ના નામે હતો. આ ફિલ્મે બીજા સપ્તાહના અંતે 93 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો. આ પછી, સની દેઓલની ‘ગદર 2’ બીજા સ્થાને રહી, જેને બીજા સપ્તાહના અંતે કલેક્શન 89 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જ્યારે રણબીર કપૂરની ‘એનિમલ’ એ બીજા સપ્તાહના અંતે 88 કરોડ રૂપિયાની કમાણી કરી. એકબાદ એક કમાણીના રેકોર્ડ તોડતી ‘છાવા’ વિવાદોની રેસમાં પણ આગળ છે. ફિલ્મની સ્ટોરીને લઈને વિવાદ થઈ રહ્યો છે. તેની સામે 100 કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો દાખલ કરવાની ધમકી આપવામાં આવી છે. ફરિયાદીનું કહેવું છે કે ફિલ્મના નિર્માતાઓએ ઇતિહાસ સાથે સંબંધિત તથ્યોને ખોટી રીતે રજૂ કર્યા છે. તથ્યો સાથે છેડછાડના આરોપો ફિલ્મ મેકર્સ પર ‘છાવા’ ફિલ્મમાં ગણોજી અને કાન્હોજી નામના બે પાત્રોને ખોટી રીતે રજૂ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ગણોજી અને કાન્હોજીએ સંભાજી મહારાજ સાથે દગો કરી ઔરંગઝેબ સાથે હાથ મિલાવી લીધો તેવું બતાવવામાં આવ્યું છે. જેના કારણે ગણોજી શિર્કે અને કાન્હોજી શિર્કેના વંશજોએ ફિલ્મનો વિરોધ કરી રહ્યાં છે. ફાઇનાન્શિયલ એક્સપ્રેસ અનુસાર, ગણોજી અને કાનહોજી શિર્કેના 13મા વંશજ લક્ષ્મીકાંત રાજા શિર્કેએ કહ્યું કે ફિલ્મમાં તેમના પૂર્વજોને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા છે. ડિરેક્ટરને કાનૂની નોટિસ મોકલવામાં આવી હતી
શિર્કે પરિવારે ફિલ્મની સ્ટોરી સામે વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે તેમના પૂર્વજોને બિનજરૂરી રીતે નકારાત્મક રીતે દર્શાવવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 20 ફેબ્રુઆરીના રોજ, શિર્કે પરિવારે ‘છાવા’ ફિલ્મના ડિરેક્ટર લક્ષ્મણ ઉતેકરને કાનૂની નોટિસ મોકલી હતી. નોટિસમાં ફિલ્મની સ્ટોરી બદલવા અને ઐતિહાસિક ભૂલો દૂર કરવાની માગ કરવામાં આવી છે. ઉપરાંત, શિર્કે પરિવારે નિર્માતાઓ સામે 100 કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કરવાની ધમકી આપી છે. ડિરેક્ટર લક્ષ્મણ ઉતેકરે માફી માગી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નોટિસ મળ્યા પછી, ડિરેક્ટર લક્ષ્મણ ઉતેકર શિર્કે પરિવારના વંશજોમાંથી એક ભૂષણ શિર્કેને મળ્યા. તેમણે માફી માંગી અને કહ્યું કે અમે ફિલ્મમાં ઐતિહાસિક તથ્યોનું ખૂબ ધ્યાન રાખ્યું છે. ગાનોજી અને કાન્હોજી ગામોના નામ પણ ઉલ્લેખવામાં આવ્યા નથી. ડિરેક્ટરે કહ્યું- અમારો હેતુ શિર્કે પરિવારને દુઃખ પહોંચાડવાનો નહોતો. જો ‘છાવા’ ફિલ્મને કારણે કોઈ મુશ્કેલી પડી હોય તો હું તેના માટે માફી માગુ છું. ફિલ્મમાં ફેરફારની માંગ
બોલિવૂડ હંગામાના અહેવાલ મુજબ, લક્ષ્મણ ઉતેકરની માફી માંગ્યા પછી પણ, શિર્કે પરિવાર ફિલ્મમાં ફેરફાર કરવા પર અડગ છે. જો આમ નહીં થાય તો તેઓ રાજ્યભરમાં તેનો વિરોધ કરશે. ટ્રેલર રિલીઝ થયું ત્યારથી જ છાવા વિવાદમાં છે
ફિલ્મ ‘છાવા’નું ટ્રેલર 22 જાન્યુઆરીના રોજ રિલીઝ થયું હતું. આ ટ્રેલરમાં, છત્રપતિ સંભાજી મહારાજની ભૂમિકા ભજવનાર વિક્કી કૌશલને ડાન્સ કરતો બતાવવામાં આવ્યો હતો, જેનાથી ઘણા લોકો ગુસ્સે થયા હતા. આ મુદ્દે પૂર્વ રાજ્યસભા સાંસદ સંભાજી રાજે છત્રપતિએ નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે છત્રપતિ સંભાજી મહારાજને ડાન્સ કરતા દર્શાવવા ખૂબ જ ખોટું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments