જામનગરમાં ગ્રીન કોમ્યુનિટી ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટ, જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી તેમજ સજુબા હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. 24 ફેબ્રુઆરી 2025ના રોજ યોજાયેલા આ કાર્યક્રમમાં વૃક્ષારોપણની સાથે બાયો એન્જાઈમ અને ઈકો બ્રિક્સ બનાવવાનો વર્કશોપ રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં સજુબા હાઈસ્કૂલના પ્રિન્સિપાલ શ્રીમતી બીનાબેન દવેએ મહેમાનોનું સ્વાગત કર્યું. જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રીમતી બંસીબેન ખોડિયારે વિદ્યાર્થીનીઓને મેન્સ્ટ્રુઅલ હાઈજીન અંગે માર્ગદર્શન આપ્યું. તેમજ સરકારી યોજનાઓની મહત્વપૂર્ણ માહિતી આપી. જિલ્લા મહિલા અને બાળ અધિકારી પૂજા પરમારે હેલ્પલાઈન નંબર્સ 181, 100, 1098 અને 1930 વિશે વિસ્તૃત માહિતી આપી. આ નંબર્સ કઈ રીતે લોકોને મદદરૂપ થઈ શકે છે તેની સમજ આપી. બાયો એન્જાઈમ એટલે કે ઘરમાં બનાવેલું કેમિકલ્સ વગરનું ટાઇલ્સ ક્લીનર અને ફિનાઈલ જેવું કામ આપતું એક પણ રૂપિયાના ખર્ચ વગર ઘરના વેસ્ટ કચરામાંથી બનતું અદભુત ક્લીનર વિશે ગ્રીન કોમ્યુનિટી /ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટ ની વોલ્યીન્ટીયર વિજ્ઞા પુરોહિત દ્વારા ખૂબ ઉપયોગી માહિતી ડેમોસ્ટ્રેશન સાથે આપવામાં આવી હતી. ઇકો બ્રિક્સ એટલે શું ? ઇકો બ્રિક્સ શા માટે બનાવવામાં આવે છે તેમજ ઇકો બ્રિક્સ દ્વારા બાળકોને શિક્ષણમાં કેવી રીતે મદદ કરવામાં આવી રહી છે તે વિશેના પ્રોજેક્ટ વિશે ગ્રીન કોમ્યુનિટી /ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટના ડાયરેક્ટર અને ફાઉન્ડર ટ્રસ્ટી હિતેશ પંડ્યા એ વાત કરી હતી તેમજ ડેમોસ્ટ્રેશન પણ આપેલું હતું બધા બાળકો દર મહિને એક ઇકો બ્રિક્સ બનાવે તેમ જ પોતાના દરેક જન્મદિવસે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવે તે માટે શપથ પણ લેવડાવવામાં આવેલા હતા. જેમાં કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ સોનલબેન દ્વારા કરવામાં આવેલી હતી. કાર્યક્રમના અંતે વૃક્ષ વાવવાના કાર્યક્રમ માટે બધા મહાનુભાવો સહભાગી થયા હતા અને સજુબા હાઈસ્કૂલની પાછળના ભાગમાં આસોપાલવ, પીપળો, રાણ, બીલી, સરગવો તેમજ ફૂલછોડ ના જુદા જુદા પ્લાન્ટ વાવવામાં આવેલા હતા કાર્યક્રમને સફળ બનાવવા માટે કેશુર દાદા, નિલેશ ફફલ, સેનુર, વિગ્નાના પુરોહિત તેમજ વોલીયન્ટર ભરત વ્યાસ તેમજ સજુબા હાઈસ્કૂલના શિક્ષિકા સ્ટાફ ગણ અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના સ્ટાફ ગણ વગેરે એ જહેમત ઉઠાવેલી હતી. ગ્રીન કોમ્યુનિટી/ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટના હિતેશ પંડ્યા (એડવોકેટ )અને કાજલ પંડ્યા (એડવોકેટ) તેમજ જિલ્લા મહિલા બાળ અધિકારી બંસી ખોડિયાર અને સજુબા હાઈસ્કૂલના પ્રિન્સિપાલ બીનાબેન દવે નું માર્ગદર્શન પાઠવવામાં આવેલું હતું. આ ખૂબ જ ઉપયોગી એવા કાર્યક્રમમાં 262 જેટલી સજુબા હાઇસ્કુલની વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો દરેક વિદ્યાર્થીઓને કાર્યક્રમના અંતે ગ્રીન કોમ્યુનિટી વિશે અને ઘરનું પાણી ઘરમાં તેમજ પાણી બચાવો વિશેના પેમ્પલેટનું વિનામૂલ્ય વિતરણ કરવામાં આવેલું હતું.