back to top
Homeગુજરાતનડાબેટ બોર્ડર પર BSF જવાનોને મળ્યા બ્રહ્મક્ષત્રિય સમૂહના સભ્યો:34 સભ્યોએ જવાનોની દેશભક્તિને...

નડાબેટ બોર્ડર પર BSF જવાનોને મળ્યા બ્રહ્મક્ષત્રિય સમૂહના સભ્યો:34 સભ્યોએ જવાનોની દેશભક્તિને બિરદાવી, રાણકી વાવ અને સૂર્યમંદિરની પણ મુલાકાત લીધી

અમદાવાદના ગુજરાતી બ્રહ્મક્ષત્રિય જૂથ સમૂહ સેકન્ડ ઈનિંગના 34 સભ્યોએ બનાસકાંઠા જિલ્લામાં પાકિસ્તાન સરહદે આવેલા નડાબેટની મુલાકાત લીધી. સભ્યોએ ત્યાં ફરજ બજાવતા BSF જવાનોને મળ્યા હતા. જવાનોની દેશભક્તિ અને ફરજનિષ્ઠા જોઈને સમૂહના સભ્યોની આંખો ભીની થઈ ગઈ હતી. સભ્યોએ નડાબેટ બેઝ કેમ્પ ખાતેના માહિતીપ્રદ પ્રદર્શનની મુલાકાત લીધી હતી. સાંજે વિશાળ સ્ટેડિયમમાં BSF જવાનોની પરેડ નિહાળીને તેઓએ આનંદની લાગણી અનુભવી હતી. નડાબેટની મુલાકાત પહેલાં સમૂહે પાટણની ઐતિહાસિક રાણકી વાવની મુલાકાત લીધી હતી. આ વાવની છબિ 100 રૂપિયાની નોટ પર છપાયેલી છે. ઉપરાંત તેમણે મોઢેરા સૂર્યમંદિરની પણ મુલાકાત લીધી હતી. આ બે દિવસના પ્રવાસનું આયોજન સેકન્ડ ઈનિંગના પ્રણેતા ગ્રીષ્મ લાખિયાએ કર્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments