મહાકુંભમાં પ્રયાગના સંગમનું જળ સંતો પાણી લાવ્યા હતા અને પ્રમુખસ્વામી મહારાજના જન્મ સ્થળ ચાણસદ સ્થિત નારાયણ સરોવરમાં જળાભિષેક કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ નારાયણ સરોવરમાં ભક્તોએ સ્નાન કર્યું હતું. શાસ્ત્રોક્ત વિધિ સાથે જળ ભરેલ કુંભનું પૂજન કરાયું હતું
છેલ્લા 45 દિવસથી ચાલતા સનાતનીઓના પાવન પર્વ મહાકુંભમાં વિશ્વભરના લોકોએ પ્રયાગ રાજ ખાતે સંગમના સ્થળે સ્નાન કરી ધન્યતા અનુભવી છે. પરંતુ સંજોગોવશાત્ જે ભાવિકો આ લાભથી વંચિત રહી ગયા છે તેઓ પણ આસ્થાના પર્વ અને આત્માને ગર્વ રૂપી સ્નાન કરી શકે તે માટે બીએપીએસ દ્વારા સંસ્થાના બ્રહ્મસ્વરૂપ ગુરુહરીઓ ભગતજી મહારાજથી મહંત સ્વામી મહારાજ પર્યંતના પદરજથી પાવન થયેલ આ પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટય સ્થાનના પ્રાસાદિક તળાવ નારાયણ સરોવરમાં અટલાદરા સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના પૂજ્ય સંતો ખાસ પ્રયાગ રાજથી લાવ્યા છે. એવું સંગમનું પવિત્ર જળ આજ મહાકુંભ મેળાના અંતિમ દિવસ શિવરાત્રિએ મોટી સંખ્યામાં સંતોએ શાસ્ત્રોક્ત વિધિથી જળ ભરેલ કુંભનું મંત્રોચ્ચાર દ્વારા પૂજન કર્યું હતું. કળશ યાત્રા કાઢવામાં આવી હતી
આ પૂર્વે બહુ જ બહોળી સંખ્યામાં સંમિલિત પરંપરાગત ગણવેશ પરિધાન કરેલ મહિલા વૃંદ દ્વારા પ્રમુખ સ્વામી મહારાજ પ્રાગટય સ્થાનથી સમગ્ર નારાયણ સરોવર પરિસરમાં કળશ યાત્રા કાઢવામાં આવી હતી. જળાભિષેક સમયે સરોવરની સમગ્ર પરિક્રમા તથા સરોવર મધ્યે પ્રમુખ સેતુ પર હાજર હજારો ભાવિકો એ પણ સંતો સાથે સંગમના જળને રેવા નીરમાં વહેતું કર્યું હતું. આજના મહા શિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે સંતો દ્વારા દેવાધિદેવ ભગવાન શિવજીનું પૂજન, અર્ચન તથા અભિષેક કરવામાં આવ્યું હતું.