back to top
Homeસ્પોર્ટ્સપાકિસ્તાન સામેની સદીથી કોહલીએ રેન્કિંગમાં કૂદકો માર્યો:ICC બેટર્સ રેન્કિંગમાં ટૉપ-5માં ત્રણ ભારતીય,...

પાકિસ્તાન સામેની સદીથી કોહલીએ રેન્કિંગમાં કૂદકો માર્યો:ICC બેટર્સ રેન્કિંગમાં ટૉપ-5માં ત્રણ ભારતીય, ગિલ ટોચ પર યથાવત; બોલિંગમાં શમીને પણ ફાયદો થયો

ICCએ બુધવારે તેની સાપ્તાહિક રેન્કિંગ અપડેટ કરી છે. ભારતના સ્ટાર બેટર વિરાટ કોહલી બેટિંગ રેન્કિંગમાં પાંચમા ક્રમે પહોંચી ગયો છે. તેણે ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાન સામેની મેચમાં સદી ફટકારી હતી. બેટર્સ રેન્કિંગમાં શુભમન ગિલ પ્રથમ સ્થાને અને રોહિત શર્મા ત્રીજા સ્થાને છે. બોલરોની રેન્કિંગમાં કુલદીપ યાદવ ત્રીજા ક્રમે છે. શ્રીલંકાના મહિશ થિક્સાના ટોચ પર છે. ઓલરાઉન્ડરોમાં, અફઘાનિસ્તાનના મોહમ્મદ નબી ટોચ પર છે, જ્યારે ભારતનો રવીન્દ્ર જાડેજા નવમા ક્રમે છે. કોહલીને એક સ્થાનનો ફાયદો થયો
વિરાટ કોહલીએ પાકિસ્તાન સામે સદી ફટકારી હતી. રેન્કિંગમાં આ પ્રદર્શનનો લાભ તેને મળ્યો. તે 743 પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાનેથી પાંચમા સ્થાને પહોંચી ગયો. પાકિસ્તાનનો બાબર આઝમ બીજા સ્થાને છે અને સાઉથ આફ્રિકાનો હેનરિક ક્લાસેન ચોથા સ્થાને છે. ભારતનો શ્રેયસ અય્યર ટૉપ-10માં નવમા ક્રમે છે. કેએલ રાહુલ બે સ્થાન ઉપર ચઢીને 15મા ક્રમે પહોંચી ગયો છે. બોલર્સ રેન્કિંગમાં શમીને ફાયદો
ભારતના મોહમ્મદ શમીએ ICC ODI બોલર્સ રેન્કિંગમાં 1 સ્થાનનો ફાયદો થયો છે. તેણે બાંગ્લાદેશ સામે 5 વિકેટ લીધી હતી. તે 599 પોઈન્ટ સાથે 14મા સ્થાને પહોંચ્યો. મોહમ્મદ સિરાજ 12મા સ્થાને છે અને રવીન્દ્ર જાડેજા 13મા સ્થાને છે. અફઘાનિસ્તાનનો રાશિદ ખાન બીજા સ્થાને અને ભારતનો કુલદીપ યાદવ ત્રીજા સ્થાને છે. ઓલરાઉન્ડરોમાં બ્રેસવેલ 26 સ્થાન આગળ વધ્યો
ન્યૂઝીલેન્ડનો માઈકલ બ્રેસવેલે ICC ODI ઓલરાઉન્ડર રેન્કિંગમાં 26 સ્થાનનો ફાયદો મેળવ્યો છે. તે 200 પોઈન્ટ સાથે 11મા સ્થાને પહોંચ્યો. ટૉપ-10માં એકમાત્ર ભારતીય ખેલાડી રવીન્દ્ર જાડેજા નવમા ક્રમે છે. અફઘાનિસ્તાનના મોહમ્મદ નબી ટોચ પર છે. ટીમ રેન્કિંગમાં ભારત ટોચ પર
ભારત ODI ટીમ રેન્કિંગમાં નંબર વન પર યથાવત છે. ટીમના 120 પોઈન્ટ છે. ઓસ્ટ્રેલિયા 110 પોઈન્ટ સાથે બીજા નંબરે છે. દરમિયાન, ચેમ્પિયન્સ ટ્રોફીના છઠ્ઠા દિવસે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયેલું યજમાન પાકિસ્તાન ત્રીજા નંબરે છે. તેના 106 પોઈન્ટ છે. સ્પોર્ટ્સના સમાચાર પણ વાંચો… ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું ચેમ્પિયન્સ ટ્રોફીની બીજી મેચમાં ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું છે. આ સાથે, ટીમે 2017 ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલમાં 180 રનની હારનો બદલો લીધો. રવિવારે દુબઈમાં પાકિસ્તાને 241 રન બનાવ્યા. ભારતે 42.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો. સંપૂર્ણ સમાચાર વાંચો…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments