back to top
Homeગુજરાતપાલિકા પર આર્થિક બોજ પડશે:વડોદરા કોર્પોરેશનમાં સમાવેશ કરવામાં આવેલા 7 ગામના પંચાયતના...

પાલિકા પર આર્થિક બોજ પડશે:વડોદરા કોર્પોરેશનમાં સમાવેશ કરવામાં આવેલા 7 ગામના પંચાયતના કર્મચારીઓને પાલિકાની ફરજ પર લેવાશે

વડોદરા શહેરની આસપાસના 7 ગામો ભાયલી, સેવાસી, વેમાલી, બીલ, ઉડેરા, કરોડીયા અને વડદલા ગ્રામ પંચાયતના કર્મચારીઓનો પાલિકામાં સમાવેશ કરવા તથા સેવાકીય બાબતો, નિયમો લાગૂ કરવા મંજૂરી આપવા માટે સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. નોંધનીય છે કે, કુલ 352 કર્મચારીઓ પૈકી 222 કર્મચારીઓ પાલિકા અંડરમાં ફરજ બજાવે છે. બાકી રહેલા 130 કર્મચારીઓનો સમાવેશ કરવા માટે સ્થાયી સમિતિમાં દરખાસ્ત આવી છે. સાત ગ્રામ પંચાયચોનો પાલિકામાં સમાવેશ
રાજ્ય સરકારના જાહેરનામા મુજબ તા.18-7-2020થી વડોદરા શહેરની આસપાસના સાત ગામડાઓ ભાયલી, સેવાસી, વેમાલી, બીલ, ઉંડેરા, કરોડીયા અને વડદલાનો વડોદરા શહેરના હદ વિસ્તારમાં સમાવેશ કરવામાં આવેલ છે. આ સાત ગામડાઓની ગ્રામ પંચાયતના કર્મચારીઓ પાલિકામાં ફરજ બજાવે છે. સા.વ.વિભાગ હુકમ મુજબ તા. 9-12 – 2023 અન્વયે ઉકત ગ્રામ પંચાયતોના કર્મચારીઓનો દહાડિયા સફાઈ સેવકોનો માનવદિનમાં સમાવેશ કરવામાં આવેલ છે અને તે મુજબ પગાર મેળવે છે. જયારે બાકીના કર્મચારીઓ મૂળ ગ્રામ પંચાયતમાં મળતો પગાર મેળવે છે. વડોદરા શહેર હદ વિસ્તારમાં સમાવિષ્ટ ઉકત 7 ગ્રામ પંચાયતના કુલ 352 કર્મચારીઓની પ્રમાણિત યાદી જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત વડોદરા દ્વારા રજુ કરવામાં આવી છે. યાદી મુજબ જે તે ગ્રામ પંચાયત દ્વારા નામજોગ નિમણૂક ઠરાવ કરીને ફરજ પર રાખવામાં આવેલ હોય એવા 222 કર્મચારીઓ છે. 130 કર્મચારીઓને માનવદિન તરીકે સમાવેશ કરવા દરખાસ્ત રજૂ કરાઈ
ગ્રામ પંચાયત દ્વારા નામજોગ નિમણૂક ઠરાવ કર્યા સિવાયના 130 કર્મચારીઓ છે. જે-તે ગ્રામપંચાયત દ્વારા નામજોગ નિમણૂક ઠરાવ કરી ફરજ પર રાખવામાં આવેલ હોય એવા 222 કર્મચારીઓ જણાવેલ છે. તેઓને ગ્રામ પંચાયતના હાલના હોદ્દા જેવા જ હોદ્દા મહાનગરપાલિકામાં હોય અને તે હોદ્દાની નિયત થયેલ લાયકાત ધરાવતા હોય તે હોદ્દા પર અનુરૂપ પગાર પાયરી સહ અન્યથા નિયત લાયકાત ધરાવતા ન હોય તો તેઓને હાલના હોદ્દાની નીચે પાલિકામાં હયાત જગ્યાની નિયત લાયકાત ધરાવતા હોદ્દા મુજબનો હોદ્દો આપવા તેમજ જે હોદ્દા માટે કોર્પોરેશનમાં લાયકાત ઠરાવેલ ન હોય એવા હોદ્દા માટે માત્ર પગાર પાયરીને ધ્યાનમાં રાખી સમકક્ષ પગાર પાયરીમાં સમાવેશ કરવા યોગ્ય જણાય છે. ગ્રામ પંચાયત દ્વારા નામ જોગ નિમણૂક ઠરાવ કર્યા સિવાયના 130 કર્મચારીઓ જે નાયબ જીલ્લા વિકાસ અધિકારી, જીલ્લા પંચાયતના પત્રથી નિયમિત કાયદેસર ભરતી ગણી શકાય નહીં તેમ જણાવવામાં આવેલ છે. જેથી પરિશિષ્ટ-બ મુજબ 130 કર્મચારીઓને નિમણૂક આપી શકાય નહીં. પરંતુ સા.વ.વિભાગ હુકમ અન્વયે જેઓને માનવદિન તરીકે નિમણૂક આપેલ છે. તેઓનો માનવદિન તરીકે સમાવેશ કરવા દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments