back to top
Homeગુજરાતબ્રિજ જોડાણનો વિરોધ કરનાર સ્થાયી સભ્યો પાણીમાં:વડોદરાનો હયાત ઉર્મી બ્રિજ અને સમા...

બ્રિજ જોડાણનો વિરોધ કરનાર સ્થાયી સભ્યો પાણીમાં:વડોદરાનો હયાત ઉર્મી બ્રિજ અને સમા તળાવ પાસે બની રહેલો ફ્લાયઓવર બ્રિજ લિંક કરાશે

વડોદરા શહેરના સમા તળાવ પાસે અબાકસ સર્કલ ખાતે બની રહેલા ફ્લાયઓવર બ્રિજની સાથે હયાત ઉર્મી બ્રિજને લિંક કરવામાં આવશે. સીગલ પિલર બનનારા આ બ્રિજનો નિર્ણય લેવાની ચર્ચા ચાલતી હતી ત્યારે સ્થાયી સમિતિના 5 સભ્યોએ સ્થળ ઉપર પહોંચી વિરોધ કર્યો હતો. જોકે, વિરોધ કરનાર આ સભ્યોની બોલતી બંધ કરાવી દેવામાં આવી છે અને આ બ્રિજ લિંક કરવા માટે વધારાના થનાર ખર્ચ અંગેની દરખાસ્ત મંજૂરી માટે આવી છે. બ્રિજ જોડાણ કરવાનું કામ સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરાયું
ઉલ્લેખનીય છે કે, શહેરના સમા તળાવ પાસે અબાકસ સર્કલ પર નવીન ફ્લાયઓવર બનાવવાનું કામ ઈજારદાર દિનેશચંદ્ર આર. અગ્રવાલને નેટ અંદાજ રૂપિયા 42.85 કરોડના 32 ટકા વધુ ભાવ મુજબ રૂપિયા 56.56 કરોડના ભાવે ડબલની જગ્યાએ સિંગલ પીલર ડિઝાઇન અને જુના હયાત ઉર્મિ બ્રિજ સાથે જોડાણ કરવાનું કામ સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરવામાં આવ્યું છે. આગામી શુક્રવારે મળનારી સ્થાયી સમિતીમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે. સમગ્ર દરખાસ્ત મુલતવી રાખવામાં આવી હતી
અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે, શહેરના સમા વિસ્તારમાં અબાકસ સર્કલ પાસે નવીન બ્રિજ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. આ બ્રિજને હયાત ઉર્મી બ્રિજ સાથે જોઈન્ટ કરવાની વિચારણા ચાલી રહી હતી. તે સમયે સ્થાયી સમિતિના સભ્યો નિતીન દોંગા, જાગૃતિ કાકા, હેમીશા ઠક્કર, ડો. રાજેશ શાહ અને ભાણજી પટેલે ઉર્મી બ્રિજ ખાતે પહોંચી સ્થળની મુલાકાત લીધી હતી અને મુલાકાત દરમિયાન નવીન બની રહેલ બ્રિજને હયાત ઉર્મી બ્રિજ સાથે જોઈન્ટ કરવાની જરૂર નથી એવો એકમત રજૂ કર્યો હતો. જે બાદ સમગ્ર દરખાસ્ત મુલતવી રાખવામાં આવી હતી. 56.56 કરોડનું ચુકવણું કરવા અંતર્ગત દરખાસ્ત રજૂ કરાઈ હતી
જોકે, બ્રિજ લિંક કરવા બાબતે વિરોધ કરનાર સ્થાયી સમિતિના સભ્યોનો અવાજ દબાવી દેવામાં આવતા પુનઃ સ્થાયી સમિતીમાં દરખાસ્ત લાવવામાં આવી છે. જેમા 30 મીટર રોડ પર સમા તળાવ ખાતે નવીન બ્રિજ માટે અંદાજિત રકમ રૂપિયા 42.85 કરોડના 32 ટકા વધુના ભાવે રૂપિયા 56.56 કરોડનું ચુકવણું કરવા અંતર્ગત દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. ઉપરાંત ડબલ પીલરની જગ્યાએ સિંગલ પીલર અને જૂના હયાત ઉર્મિ બ્રિજ સાથે નવીન બ્રિજને જોડવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પાલિકા પર આર્થિક બોજ વધશે
આ દરખાસ્તમાં જણાવ્યું છે કે, બ્રિજના માર્જિન બ્રિજની કામગીરીથી માર્જિનને કારણે સળંગ 5.5 મીટરની ઊંચાઈ મળશે. સિંગલ ડિઝાઇનના કારણે બંને તરફ 10.50 મીટર કેરેજ-વે તથા 1.50 મીટરનો ફૂટપાથ મળી રહેશે. બ્રિજને જોડવાથી 40 મીટરનો ઓબલીગેટરી સ્પાન બનવાના કારણે સર્કલવાળા બે રસ્તા પર વાહનોની અવરજવર સરળતાથી થઈ શકશે. પાઈલ ગ્રુપ બદલાવાથી તેમજ SOR મુજબની નવીન કામગીરીનો અંદાજ 350 મીટર લંબાવવાનો હોવાથી હયાત ઉર્મિ બ્રિજ ડિમોલિશ કરી ટોપ લેવલે મર્જ કરી અપડાઉનની કામગીરી હાથ ધરવામાં આવશે પરંતુ, વધારાના માર્જિનની કામગીરી સંદર્ભે કુલ રૂપિયા 120 કરોડના રિવાઇઝ અંદાજના ખર્ચ-ભાવપત્રકની મંજૂરી મળવા સહ કામગીરી કરવા હાલના મળેલ નાણાકીય સમર્થનની રકમ રૂપિયા 56.56 કરોડ બાદ વધારાના ખર્ચની રકમ 64.14 કરોડની વધારાની જોગવાઈ પાલિકાના અન્ય ગ્રાન્ટ પેટે અથવા બજેટ પેટે કરવી પડશે. જેથી, પાલિકા પર આર્થિક બોજ વધશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments