મગર નગરી વડોદરામાં મગર ન દેખાય તો વડોદરાવાસીઓનો દિવસ ના ઉગે, ત્યારે વધુ એક મહાકાય 12 ફૂટના મગરનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. શહેરના રાજસ્થંભ ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે મહાકાય મગર દેખાતા તેનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. વડોદરાની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી મગરોનું નિવાસ્થાન માનવામાં આવે છે. સામાન્ય રીતે ચોમાસામાં મગરની હાજરી માનવવસવાટ નજીક જોવા મળે છે. પરંતુ હવે અન્ય ઋતુમાં પણ આ પ્રકારના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. વડોદરામાં રાજસ્થંભ ક્રિકેટ ગ્રાઉન્ડ આવેલું છે. અહિંયા એક મહાકાય મગરની હાજરી નોંધવામાં આવી હતી. સ્થાનિકોના મતે જાણે મગર ક્રિકેટ પ્રેમી હોય તેમ વર્તતો હતો. મેદાનમાં જ્યારે મેચ ચાલુ હોય ત્યારે તે ગ્રાઉન્ડના એક ખૂણે આવી જતો હતો. અને ત્યાંથી સ્થિતી નિહાળતો હતો. તે ક્યારે કોઇને નુકશાન અથવા ડરાવવાનો કોઇ પ્રયાસ કરતો ન્હોતો. પરંતુ ક્રિકેટ ગ્રાઉન્ડમાં બાળકોની અવર-જવરને પગલે વાલીઓ ચિંતિત હતા. જેથી મગરને રેસ્ક્યૂ કરવા માટે શ્રી સાંઇ દ્વારકા માઇ સંસ્થાના વોલિન્ટિયર્સનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જે બાદ તુરંત વોલિન્ટિયર્સ સ્થળ પર પહોંચ્યા હતા. તેઓએ 250 કિલોથી વધુના વજનનો અને 12 ફૂટ લાંબો મહાકાય મગરનું દિલધડક રેસ્ક્યૂ કર્યું હતું. બાદમાં તેને પાંજરે પૂરવામાં અન્ય સંસ્થાના વોલિન્ટિયરની મદદ લઈ વન વિભાગને સોંપવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, વર્ષ 1960માં વિશ્વામિત્રી નદીમાં 50 મગરો હતા. જોકે, આજે વિશ્વામિત્રી નદીમાં 441 જેટલા મગરો છે. વડોદરા જિલ્લામાં વિશ્વામિત્રી નદી ઉપરાંત પણ દેવ, ઢાઢર, નર્મદા નદી અને વિવિધ તળાવોમાં મળીને કુલ 1 હજાર કરતાં વધુ મગરો છે. મગર શેડયૂલ-1નું સંરક્ષિત પ્રાણી છે. નદી કે તળાવ તેના કુદરતી આવાસ છે. મગર જ્યારે પાણીમાં ઊતરે છે ત્યારે એ એની આંખ પર ગ્લેન્સ નાખે છે. તેથી એની વિઝિબિલિટી 60થી 70 ટકા ઘટી જાય છે. મગર પાણીમાં ઊઠતા તરંગોના આધારે શિકાર નક્કી કરે છે. જ્યારે કોઇ નદીમાં કપડાં કે વાસણ ધોવે અથવા છબછબિયા કરે ત્યારે મગરને લાગે છે કે કિનારે તેનો કોઇ શિકાર પાણી પીવા આવ્યો છે. આ સંજોગોમાં મગર તેના પર હુમલો કરે છે. મગરના હુમલામાં કોઇ વ્યક્તિનું મોત થાય તો તેને સરકાર તરફથી 4 લાખ રૂપિયા વળતર ચૂકવવામાં આવે છે. નદી કિનારે શું સાવચેતી રાખવી?