આજે મહાકુંભનો છેલ્લો દિવસ છે. છેલ્લા 44 દિવસમાં 65 કરોડ ભક્તોએ સ્નાન કર્યું છે. આ આંકડો અમેરિકાની વસતી (લગભગ 34 કરોડ) કરતા બમણો છે. 45 દિવસ સુધી ચાલનારા મહાકુંભનું સમાપન મહાશિવરાત્રી પર્વ સ્નાન સાથે થશે. અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાએ પણ મહાકુંભમાં જવાનો એક વીડિયો શેર કર્યો છે. લખ્યું – મને જે અનુભવ થયો તેનું હું વર્ણન કરી શકતી નથી. આજે સાંજે 6 વાગ્યા સુધીમાં 1.44 કરોડ લોકોએ સ્નાન કર્યું છે. મહાશિવરાત્રી પર ૩ કરોડ શ્રદ્ધાળુઓ આવવાનો અંદાજ છે. એટલે કે, કુલ આંકડો 66થી 67 કરોડ સુધી પહોંચશે. તે જ સમયે, મહાકુંભમાં ફરજ પરના એક સફાઈ કર્મચારીએ પોતાનું ગળું કાપી નાખ્યું. ફરજ પર હતા ત્યારે, તે ટોઇલેટમાં ગયો અને ગળામાં છરી મારી લીધી. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. સંગમમાં ડૂબકી લગાવનારા લોકોની આ સંખ્યા 193 દેશોની વસતી કરતા પણ વધુ છે. મહાકુંભમાં આવતા ભક્તોની સંખ્યા કરતાં ફક્ત ભારત અને ચીનની વસતી વધુ છે. યોગી સરકારે દાવો કર્યો હતો કે વિશ્વની અડધી હિન્દુ વસતી જેટલા લોકો અહીં આવ્યા છે. મહાકુંભમાં મહાશિવરાત્રિ સ્નાન સંબંધિત અપડેટ્સ વાંચવા માટે બ્લોગ પર જાઓ…