મહાશિવરાત્રીના પવિત્ર દિવસે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બાર જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કર્યા. તેમણે મંદિરમાં બિલ્વપત્ર, પુષ્પ અને ગંગાજળથી અભિષેક સાથે પૂજા-અર્ચન કર્યા. મંત્રી સંઘવીએ ગુજરાત રાજ્યના નાગરિકોની શાંતિ, સલામતી અને પ્રગતિ માટે પ્રાર્થના કરી. તેમણે જણાવ્યું કે શિવરાત્રી નિમિત્તે દેશભરમાંથી ભાવિકો સોમનાથ આવી રહ્યા છે. મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં ગુજરાત એસ.ટી.એ વિશેષ વ્યવસ્થા કરી છે. સોમનાથમાં ત્રિ-દિવસીય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં દેશભરના નામાંકિત કલાકારો ભાગ લઈ રહ્યા છે. મંત્રી સંઘવીએ સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા માટે શુભેચ્છાઓ પાઠવી. કાર્યક્રમમાં સંગઠન મહામંત્રી રત્નાકરજી, ધારાસભ્ય ડૉ. પ્રદ્યુમનભાઈ વાજા, ધનરાજ નથવાણી, જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા, જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા, સોમનાથ ટ્રસ્ટના સેક્રેટરી યોગેન્દ્ર દેસાઈ, પી.કે. લહેરી સહિત અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.