back to top
Homeમનોરંજન'સુનિતા ગમે ત્યાં ગમે તે બોલી દે છે....':ગોવિંદાના મેનેજરે છૂટાછેડા પર કર્યો...

‘સુનિતા ગમે ત્યાં ગમે તે બોલી દે છે….’:ગોવિંદાના મેનેજરે છૂટાછેડા પર કર્યો ઘટસ્ફોટ, કહ્યું- દંપતી વચ્ચે ફિલ્મોને લઈ નારાજગી છે, પણ ડિવોર્સ સુધી વાત નથી પહોંચી

ગોવિંદા અને તેની પત્ની સુનિતા આહુજાનાં લગ્નજીવનમાં મુશ્કેલીઓ ચાલી રહી હોવાના સમાચાર ચર્ચામાં છે, એટલું જ નહીં દંપતી 37 વર્ષનાં લગ્નજીવન પછી છૂટાછેડા લેવા જઈ રહ્યું છે આવા એહવાલો પણ સામે આવ્યા હતા. હવે આ મામલે એક્ટર અને તેના મેનેજરની પ્રતિક્રિયા સામે આવી છે. ગોવિંદાએ કહ્યું, હાલ બિઝનેસની વાતો ચાલી રહી છે. હું મારી આગામી ફિલ્મની તૈયારી કરી રહ્યો છું. ગોવિંદાના મેનેજર શશી સિંહાએ બુધવારે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, આ ફક્ત એક પબ્લિસિટી સ્ટંટ છે. ગોવિંદા ફિલ્મ બનાવી રહ્યો છે, પણ સુનિતાને ફિલ્મ બનાવવાની વાત પસંદ નથી. આ પહેલા પણ જ્યારે ગોવિંદા કામ શરૂ કરી રહ્યો હતો ત્યારે સુનિતા ગુસ્સે થઈ ગઈ હતી. સુનિતા ઇન્ટરવ્યૂમાં પણ ગમે ત્યાં ગમે તે બોલી દે છે. અગાઉ તેણે કહ્યું હતું કે ગોવિંદા અને હું અલગ રહીએ છીએ. આ બધા નિવેદનોમાંથી, અફવાઓ ઉભી થાય છે. હાલ એક્ટર પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી રહ્યો છે. આ કારણે, કલાકારો તેમની ઓફિસમાં આવતા રહે છે. અમે બાકીના મુદ્દાઓ ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. બાકી, છૂટાછેડા સુધી વાત નથી પહોંચી તે માત્ર અફવા જ છે.
વકીલે કહ્યું- 6 મહિના પહેલા છૂટાછેડા માટે અરજી કરી હતી પણ…..
આ મામલે એક્ટરના વકીલ સાથે પણ વાત કરવામાં આવી. ગોવિંદાના વકીલ અને ફેમિલી ફ્રેન્ડ લલિત બિંદલે ઈન્ડિયા ટુડે સાથેની વાતચીતમાં કહ્યું કે- સુનિતાએ 6 મહિના પહેલા કેટલીક ગેરસમજને કારણે છૂટાછેડા માટે અરજી કરી હતી. પરંતુ હવે આ દંપતીએ પોતાના મતભેદો ઉકેલી લીધા છે. બંને સાથે ખુશ છે. તેણે કહ્યું કે અમે નવા વર્ષમાં નેપાળની મુલાકાત લીધી હતી. હવે તેમની વચ્ચે બધું બરાબર છે. આવી વાતો કપલ વચ્ચે બનતી રહે છે. તેમનો સંબંધ મજબૂત છે. તેઓ હંમેશા સાથે રહેશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 61 વર્ષીય ગોવિંદાનું 30 વર્ષીય મરાઠી એક્ટ્રેસ સાથે એક્સ્ટ્રા મેરિટલ અફેર ચાલે છે. આ કારણે, સુનિતા 37 વર્ષના લગ્નજીવન પછી છૂટાછેડા લેવા માગે છે. જોકે, એક્ટરની પત્ની સુનિતાએ આ મામલે કોઈ નિવેદન આપ્યું નથી. બીજી તરફ, ગોવિંદાના ભાણેજ અને કોમેડિયન કૃષ્ણા અભિષેકે મંગળવારે દિવ્ય ભાસ્કરને કહ્યું હતું કે- આ શક્ય જ નથી. મને લાગે છે કે એ બંને મળીને બધું સંભાળી લેશે. તેઓ છૂટાછેડા નહીં લે. મને ખબર નથી કે તેમની વચ્ચે શું થયું. શક્ય છે કે મામા કે મામીએ કોઈ નિવેદન આપ્યું હોય જે હવે સામે આવી રહ્યું હોય. સુનિતા-ગોવિંદા અલગ રહે છે
સુનિતા આહુજાએ તાજેતરમાં ‘હિન્દી રશ’ સાથેની વાતચીત દરમિયાન ખુલાસો કર્યો હતો કે, તે અને ગોવિંદા અલગ ઘરમાં રહે છે. તેણે કહ્યું, અમારાં બે ઘર છે. હું મારા મંદિર અને મારાં બાળકો સાથે એક ફ્લેટમાં રહું છું, જ્યારે ગોવિંદા સામેના ઘરમાં રહે છે. જોકે, સુનિતાએ એ પણ ખુલાસો કર્યો કે ગોવિંદા તેની મિટિંગ્સને કારણે મોડો આવે છે અને તેને વાત કરવી ગમે છે, તેના કારણે તે ત્યાં જ રહે છે. ગોવિંદા અને સુનિતાના ગ્રે ડિવોર્સ થશે?
ઝૂમટીવીના અહેવાલો અનુસાર, જો ગોવિંદા અને સુનિતા છૂટાછેડા લે છે, જો ગોવિંદા અને સુનિતા છૂટાછેડા લે છે, તો તેને ગ્રે ડિવોર્સ કહેવામાં આવશે. જ્યારે કોઈ દંપતી 25થી 40 વર્ષ સુધી સાથે રહ્યા પછી છૂટાછેડા લે છે, ત્યારે તેને ‘ગ્રે ડિવોર્સ’ કહેવામાં આવે છે. આને ‘સિલ્વર સ્પ્લિટર્સ’ પણ કહેવામાં આવે છે. અમેરિકા અને યુરોપમાં આ શબ્દની લોકપ્રિયતા વધી છે, પરંતુ હવે ભારતમાં પણ તેની ચર્ચા ઝડપથી વધી રહી છે. સુનિતા અને ગોવિંદાનું પ્રેમ પ્રકરણ કેવી રીતે શરૂ થયું?
સુનિતાએ કહેલું કે તેની બહેનનાં લગ્ન ગોવિંદાના મામા સાથે થયાં હતાં. એ વખતે જ એણે ગોવિંદાને પહેલીવાર જોયો હતો. એ વખતે સુનીતા 9મા ધોરણમાં હતી અને ગોવિંદા બીકોમના છેલ્લા વર્ષમાં હતો. થોડી મુલાકાતો બાદ બંને એકબીજાના પ્રેમમાં પડી ગયાં. એક દિવસ પાર્ટીમાંથી પાછા ફરતી વખતે, ગોવિંદાનો હાથ ભૂલથી સુનિતાના હાથને ટચ થયો. પરંતુ બંનેએ એકબીજાનો હાથ પકડી લીધો, આ રીતે બંનેના પ્રેમ પ્રકરણ શરૂઆત થઈ હતી. થોડો સમય રિલેશનશિપમાં રહ્યા પછી, ગોવિંદા અને સુનિતાએ 11 ડિસેમ્બર 1987ના રોજ લગ્ન કર્યાં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments