26 ફેબ્રુઆરી એટલે કે આજે અમદાવાદનો સ્થાપના દિવસ અને મહાશિવરાત્રિનો મહાપર્વ છે. ત્યારે 614 વર્ષ બાદ નગરદેવી ભદ્રકાળી માતા પ્રથમ વખત નગરયાત્રાએ નીકળ્યા. રાજ્યના મંત્રી જગદીશ પંચાલ અને અમદાવાદના મૈયર પ્રતિભા જૈન દ્વારા પહિંદ વિઘિ કરી રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું. 6.25 કિ.મી. લાંબી નગરયાત્રામાં મોટી સંખ્યામાં માઈભક્તો ઊમટ્યા. અમદાવાદ શહેર પોલીસ દ્વારા માતાજીને ગાર્ડ ઓફ ઓનર આપી ઢોલ, નગારા, શરણાઈ, ધજા અને ખુલ્લી જીપ અને વાહનો સાથે નગરજનો રથ લઈ આગળ વધી રહ્યાં છે. નગરયાત્રામાં અનેક અખાડાઓ પણ જોડાયા છે.