અમદાવાદના SGVP ખાતે યોજાયેલી પ્રથમ CricHeroes ઓન-ફીલ્ડ ચેલેન્જીસમાં ક્રિકેટ પ્રેમીઓએ ઉત્કૃષ્ટ પ્રતિસાદ આપ્યો. આ ઈવેન્ટમાં 100થી વધુ ખેલાડીઓએ નોંધણી કરાવી હતી. તેમાં પાંચ અલગ-અલગ પડકારોમાં 15 વિજેતાઓની પસંદગી કરવામાં આવી. સ્પર્ધામાં U14, U19 અને 19+ એમ ત્રણ વય જૂથના ખેલાડીઓએ ભાગ લીધો હતો. યોર્ક’મ ચેલેન્જ, સ્પીડી સ્પીયરહેડ ચેલેન્જ, ડાયરેક્ટ-હિટ ચેલેન્જ, હાર્ડ હિટર ચેલેન્જ અને રન-એ-3 ચેલેન્જ દ્વારા ખેલાડીઓના વિવિધ કૌશલ્યોનું પરીક્ષણ કરવામાં આવ્યું. સ્પર્ધામાં ધગશ જાનીએ 117 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરી સૌથી વધુ સ્પીડ નોંધાવી. અથર્વ પ્રજાપતિએ 99 કિમી પ્રતિ કલાકની બેટ સ્પીડ સાથે હાર્ડ હિટર ચેલેન્જમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. રન-એ-3 ચેલેન્જમાં દેવર્ષ ગજ્જરે 9.56 સેકન્ડનો શ્રેષ્ઠ સમય નોંધાવ્યો. ગુજરાતના ભૂતપૂર્વ રણજી ખેલાડી અને બિગ બેશ લીગના MVP જેસલ કારિયાએ વિજેતાઓને પુરસ્કારો એનાયત કર્યા. આ સ્પર્ધાની સફળતા બતાવે છે કે ખેલાડીઓ નિયમિત મેચો ઉપરાંત કૌશલ્ય આધારિત સ્પર્ધાઓમાં પણ રસ ધરાવે છે. ભવિષ્યમાં આવી વધુ સ્પર્ધાઓ યોજાશે જે ક્રિકેટ રસિકોને પોતાની રમતમાં સુધારો કરવાની તક આપશે. ઓન-ફિલ્ડ ચેલેન્જીસ વિજેતાઓ ડાયરેક્ટ થ્રો ચેલેન્જ: જિયાન પટેલ: 40 મીટર (ઉ14), ક્રિષ્ના: 40 મીટર (ઉ19), ધગશ જાની: 45 મીટર
ઓપન કેટેગરી રન-એ3 ચેલેન્જ: આરવ શાહ: 12.8s 4. દેવર્ષ ગજ્જર: 9.56s
ઓપન કેટેગરી સ્પીડી સ્પીયરહેડ ચેલેન્જ: અથર્વ પ્રજાપતિ: 98 kmph, U14 મો. સ્વાલ્હીન ખાન: 114 kmph, U19 ધગશ જાની: 117 kmph, નિહાલ પટેલ: 2 યોર્કર્સ, U19 શૈલેષ પટેલ: 2 યોર્કર્સ ઓપન કેટેગરી હાર્ડ હિટર ચેલેન્જ અંડર 14 બેસ્ટ બેટ સ્પીડ: અથર્વ પ્રજાપતિ: 99Kmph, બેસ્ટ ટાઈમિંગ ઈન્ડેક્સ – વિનય રાજપૂત: 92%, અંડર 19 બેસ્ટ બેટ સ્પીડ – દીપન ખલાસી: 97Kmph, બેસ્ટ ટાઈમિંગ ઈન્ડેક્સ – સુજિત કુમાર: 95% ઓપન કેટેગરી: બેસ્ટ બેટ સ્પીડ – 99Kmph, બેસ્ટ બેટ સ્પીડ સમય સૂચકાંક – દેવર્ષ ગજ્જર: 98%