અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કારણે વૈશ્વિક વેપાર યુદ્વ સાથે જીઓપોલિટીકલ યુદ્વનું જોખમ ઝળુંબતું રહી ફરી ટ્રમ્પે ચાઈનાને ટેરિફ, ઈન્વેસ્મેન્ટ મામલે ભીંસમાં લેતાં અને કેનેડા, મેક્સિકો પર ટેરિફ લાદવાની ધમકી ઉચ્ચારતા ખાસ એશીયાના બજારો ડામાડોળ થયા હતા. જ્યારે ભારતીય શેરબજારમાં આજે બે તરફી અફડાતફડીના અંતે પસંદગીના શેરોના લેવાલીએ બજાર વોલેટીલિટીના અંતે મજબૂત રાખ્યું હતું. અમેરિકી ડોલર સામે રૂપિયો આજે ફરી તૂટતાં અને ફોરેન ફંડોની સતત વેચવાલીએ શેરોમાં ફંડો મોટી ખરીદીથી દૂર રહેતાં અને ચાઈના પાછળ ઇન્ડસ્ટ્રીયલ શેરો તૂટતાં અને રિયલ્ટી, પાવર, કેપિટલ ગુડઝ, ઓટો શેરોમાં નરમાઈએ નિફટી ફ્યુચર નેગેટીવ ઝોનમાં બંધ રહ્યો હતો. યુક્રેન અને અમેરિકા વચ્ચે મિનરલ્સ ડિલ માટે સંમતિના અહેવાલ અને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે છેડેલા વૈશ્વિક વેપાર યુદ્વમાં ચાઈનાને ભીંસમાં લેવા ટ્રમ્પ અવારનવાર આકરાં ટેરિફનું શસ્ત્ર ઉગામતા રહી, અમેરિકાના ચાઈનામાં જંગી રોકાણને પાછું ખેંચવાની ચીમકી આપી રહ્યા હોઈ ચાઈનાએ તેના અર્થતંત્રને આ પડકારો વચ્ચે મજબૂત કરવા ચાઈનાના ટોપ બિઝનેસ ટાયકૂનો સાથે મીટિંગોનો દોર સાથે હવે ચાઈનાએ તેની બેંકોને 55 અબજ ડોલરનું જંગી પેકેજ-ફંડિંગ જાહેર કરતાં ચાઈનીઝ શેરબજારોમાં તોફાની તેજી સાથે વૈશ્વિક બજારોમાં તેજી તરફી મહોલ જોવા મળ્યો હતો. કરન્સી માર્કેટની વાત કરીએ તો, ટેરિફ વોર અને આર્થિક અનિશ્ચિતતાઓના કારણે ડોલર ઈન્ડેક્સ નબળો પડ્યો હતો, જયારે વૈશ્વિક સ્તરે ક્રૂડઓઈલના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 0.97% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 2.09% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર મેટલ, ફાઈનાન્સિયલ સર્વિસીસ અને ટેલિકોમ્યુનિકેશન શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4072 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 3030 અને વધનારની સંખ્યા 943 રહી હતી, 99 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 5 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 9 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં બજાજ ફિનસર્વ 2.59%, બજાજ ફાઈનાન્સ 2.39%, સન ફાર્મા 1.63%, ઝોમેટો લિ. 1.53%, ટાટા સ્ટીલ 1.17%, નેસ્લે ઇન્ડિયા 1.08%, એચડીએફસી બેન્ક 0.94%, ઇન્ડસઇન્ડ બેન્ક 0.78% અને એકસિસ બેન્ક 0.70% વધ્યા હતા, જયારે અલ્ટ્રાટેક સિમેન્ટ 4.99%, ટાટા મોટર્સ 2.05%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 1.95%, કોટક બેન્ક 1.43%, એનટીપીસી લી. 1.00%, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા 0.99%, આઈટીસી લી. 0.84%, મારુતિ સુઝુકી 0.75% અને હિન્દુસ્તાન યુનીલીવર 0.60% ઘટ્યા હતા. નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ…
નિફ્ટી ફ્યુચર બંધ :- ( 22547 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 22373 પોઈન્ટના પ્રથમ અને 22303 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે 22606 પોઈન્ટ થી 22676 પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં 22303 પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!! બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 48785 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 48404 પોઈન્ટ પ્રથમ અને 48188 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે 48880 પોઈન્ટ થી 48979 પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં 49090 પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી. ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ
એસીસી લિ. ( 1818 ) :- અદાણી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.1787 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.1770 ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.1838 થી રૂ.1844 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.1850 ઉપર તેજી તરફી ધ્યાન. સિપ્લા લિ. ( 1439 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1404 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1388 ના સપોર્ટથી આ સ્ટોક રૂ.1454 થી રૂ.1470 ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
લુપિન લિ. ( 1878 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.1890 આસપાસ વેચવાલી થકી રૂ.1860 થી રૂ.1844 ના નીચા મથાળે ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.1908 નો સ્ટોપલોસ ધ્યાને લેવો. ભારતી એરટેલ ( 1643 ) :- રૂ.1677 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1690 ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.1616 થી રૂ.1606 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1697 ઉપર તેજી તરફી ધ્યાને લેશો. બજારની ભાવિ દિશા…
મિત્રો, વૈશ્વિક અનિશ્ચિતતાને કારણે ભારતીય શેરબજારમાં ભારે વોલેટિલિટીને પરિણામે વેપાર પ્રવૃત્તિઓ પર અસર પડતા વર્તમાન મહિનામાં કેશ તથા ડેરિવેટિવ સેગમેન્ટ બન્નેમાં સરેરાશ દૈનિક ટર્નઓવર નોંધપાત્ર ઘટી ગયો છે. બીએસઈ તથા એનએસઈના ડેટા પ્રમાણે, બન્ને એકસચેન્જો પર કેશમાં સરેરાશ દૈનિક ટર્નઓવર વર્તમાન મહિનામાં ઘટી રૂપિયા એક લાખ કરોડની અંદર સરકી ગયું છે, જે નવેમ્બર, 2023 બાદ પહેલી વખત જોવા મળ્યું છે. એટલુ જ નહીં ફેબ્રુઆરી માસમાં સતત આઠમા મહિને ટર્નઓવરમાં માસિક ધોરણે ઘટાડો જોવા મળ્યો છે. ડિસેમ્બરથી સેબીએ એકસચેન્જ દીઠ એક વીકલી એકસપાઈરી અને ઊંચા એકસ્ટ્રીમ લોસ માર્જિનનું ધોરણ લાગુ કર્યું છે. આ ઉપરાંત 1લી એપ્રિલથી પોઝિશન્સની ઈન્ટ્રાડે દેખરેખનો નિયમ પણ લાગુ થઈ રહ્યો છે, આને કારણે પણ વેપાર વોલ્યુમમાં વધુ ઘટાડો જોવા મળવા સંભવ છે. ગયા વર્ષના ઓકટોબર બાદ બેન્ચમાર્ક ઈન્ડાઈસિસ ઉપરાંત મિડકેપ, સ્મોલકેપ તથા સેકટરલ ઈન્ડેકસમાં જોરદાર ધોવાણ થઈ રહ્યું છે જેને કારણે રોકાણકારોનું માનસ ખરડાયું છે. ફેબ્રુઆરીમાં અત્યારસુધીમાં સેન્સેકસ તથા નિફટીમાં 3% જ્યારે બીએસઈ મિડકેપ 6% અને સ્મોલકેપ્સ ઈન્ડેકસ 8% જેટલા ઘટી ગયા છે. ભૌગોલિકરાજકીય તાણને કારણે પણ રોકાણકારો જોખમ લેવાનું ટાળી રહ્યા છે એટલું જ નહીં બેન્કો દ્વારા થાપણ દરોમાં તાજેતરમાં કરાયેલા વધારાથી રોકાણકારો મુદતી થાપણ તરફ વળી રહ્યાનું પણ જોવા મળી રહ્યું છે.