ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ બુધવારે સાંજે દુબઈમાં આયોજિત પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો ન હતો, જોકે તે ટીમ સાથે મેદાન પર હાજર હતો. તે જ સમયે, વાઇસ કેપ્ટન શુભમન ગિલ ખરાબ તબિયતને કારણે મેદાન પર આવ્યો નહોતો. જોકે, રોહિત અને ગિલ અંગે ટીમ ઈન્ડિયા તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. ભારતીય ટીમે બુધવારે પ્રેક્ટિસ કરી
ભારતે ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાની છેલ્લી લીગ મેચ 2 માર્ચ, રવિવારના રોજ દુબઈના ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમવાની છે. ટીમ ઈન્ડિયાએ બુધવારે રાત્રે ICC એકેડેમીમાં ફ્લડલાઈટ હેઠળ ત્રણ કલાક પ્રેક્ટિસ કરી. વિરાટ કોહલીએ નેટમાં સખત પ્રેક્ટિસ કરી, જ્યારે મોહમ્મદ શમી પણ સંપૂર્ણ લયમાં બોલિંગ કરતો જોવા મળ્યો. બોલિંગ કોચ મોર્ને મોર્કેલ અંગત કારણોસર ઘરે ગયા બાદ ટીમમાં પરત ફર્યો છે. પાકિસ્તાન સામેની મેચમાં રોહિત ઘાયલ થયો હતો
રોહિત શર્મા 23 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામે રમાયેલી બીજી લીગ મેચમાં ઘાયલ થયો હતો. પાકિસ્તાનની ઇનિંગ્સ દરમિયાન તે થોડા સમય માટે ડ્રેસિંગ રૂમમાં ગયો, પણ પછી મેદાનમાં પરતછો ફર્યો. ભારતના 242 રનના સફળ ચેઝ દરમિયાન રોહિતે પણ બેટિંગ કરી. તેણે 15 બોલમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 20 રન બનાવ્યા. રોહિત પ્રેક્ટિસ સેશન દરમિયાન બહારથી બીજા ખેલાડીઓને બેટિંગ કરતા જોતો રહ્યો. એવું માનવામાં આવે છે કે તે 2 માર્ચે ન્યૂઝીલેન્ડ સામે ભારતની ત્રીજી લીગ મેચ પહેલા તેની ઈજા વધુ ખરાબ ન થાય તે માટે સાવચેતી રાખી રહ્યો છે. જેથી તે 4 માર્ચે સેમિફાઈનલમાં રમી શકે. જો ભારત ફાઈનલમાં પહોંચે છે (9 માર્ચ) તો તે પણ તેમાં રમી શકીએ છીએ. ન્યૂઝીલેન્ડ સામે રોહિત આરામ લઈ શકે છે
ભારત પહેલાથી જ બે લીગ મેચ જીતીને સેમિફાઈનલમાં પહોંચી ગયું છે. આવી સ્થિતિમાં, રોહિતે તેની હેમસ્ટ્રિંગની ઇજામાંથી સ્વસ્થ થવા માટે આ મેચમાં આરામ લઈ શકે છે. ભારતે પોતાની પહેલી લીગ મેચમાં બાંગ્લાદેશને અને બીજી લીગ મેચમાં પાકિસ્તાનને હરાવીને સેમિફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. ગિલ બીમાર હતો
ગિલની તબિયત ખરાબ છે. એવી અપેક્ષા છે કે તે 2 માર્ચ સુધીમાં સ્વસ્થ થઈ જશે અને ન્યૂઝીલેન્ડ સામે છેલ્લી લીગ મેચ રમશે. બુધવારે, રિષભ પંતે પણ નેટ્સમાં લાંબા સમય સુધી બેટિંગ કરી. તેને તાવ હતો. હાલમાં, તે સ્વસ્થ થઈ ગયો છે.