અક્ષય ગુપ્તા
સંજાણ રેલવે સ્ટેશને લોકોએ ટિકિટ બુકિંગ માટે અનોખી પ્રથા શરૂ કરી છે. તેઓ રિઝર્વેશન ફોર્મ નંબર લખીને કાઉન્ટર પર પથ્થર તળે મૂકી રાખે છે. 3-4 દિવસે કતારમાં ઊભા રહીને ટિકિટ કઢાવે છે. નિયમ પ્રમાણે RPFની ટીમ આધાર પુરાવા લઈને ફોર્મ આપે પછી કતારમાં ઊભા રહીને ટિકિટ લેવાની હોય છે. બારી પર ફોર્મ ભરીને બે-ત્રણ દિવસ અગાઉ જ લોકો જતા રહે છે તેની જાણ થતા આ અંગે વાપી આરપીએફના અધિકારીઓ સાથે વાત થઇ ચૂકી છે. પોલીસના રાઉન્ડ અપના અભાવે લોકો આ પ્રકારથી રિઝર્વેશન કરાવી રહ્યાં છે. જોકે આ કામ બુકિંગ સ્ટાફ અને આરપીએફ જવાનોનું છે. – ભગત પ્રસાદ, સ્ટેશન માસ્ટર, સંજાણ