પ્રિયંકા ચોપરાની માતા મધુ ચોપરાએ તાજેતરમાં જ એક્ટ્રેસના શરૂઆતના કરિયર વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યા બાદ, એક્ટ્રેસનું બરેલીમાં સ્વાગત કરવામાં આવ્યું ન હતું. મિસ વર્લ્ડ બન્યા પછી, એક્ટ્રેસનું બરેલીમાં સ્વાગત ન થયું
પ્રિયંકાની માતાએ તાજેતરના પોડકાસ્ટમાં લેહરેન રેટ્રો સાથે વાત કરતા કહ્યું, બરેલીમાં યોજાયેલો સ્વાગત સમારોહ બિલકુલ સારો નહોતો. રાજ્ય તંત્ર (રાજ્યનું સંચાલન કરતી ફોર્મલ બ્યૂરોક્રેસી) એ કહ્યું કે આ મહિલાઓનું શોષણ છે અને અમે તેને સ્વીકારીશું નહીં. મિસ વર્લ્ડનો એક કન્સેપ્ટ છે કે છોકરી ગમે તે શહેરની હોય, તેનું સ્વાગત કરવા માટે તે જ શહેરમાં જાય છે. ભલે તે નાના ગામડાની હોય. પ્રિયંકાની માતાએ એક્ટ્રેસનાં શરૂઆતના કરિયર વિશે જણાવ્યું
પ્રિયંકાની માતાએ આગળ કહ્યું, અમારે બરેલી જવાનું હતું, પરંતુ અમને મુખ્યમંત્રી કાર્યાલય તરફથી આ માટે પરવાનગી મળી ન હતી. તેમણે અમને કાયદો અને વ્યવસ્થાનું બહાનું આપ્યું અને કહ્યું કે અમે પ્રિયંકાને અહીં બોલાવી શકતા નથી. જે પછી અમે ખૂબ જ પરેશાન થઈ ગયા. આ પછી પણ પ્રિયંકાએ ક્યારેય પોતાના આત્મવિશ્વાસમાં કમી આવવા દીધી નહીં. ‘પ્રિયંકાએ પોતાનો આત્મવિશ્વાસ ડગમગવા ન દીધો’
તેમણે કહ્યું કે બાળપણમાં પ્રિયંકા પાસે હિટ-મી નામનું એક રમકડું હતું. જ્યારે પણ આ રમકડું ક્યાંય પણ અથડાય ત્યારે તે ફરીથી સીધું થઈ જતું. પ્રિયંકા પણ આવી જ બની ગઈ. તેમના જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવી, તેમણે તેનો સારી રીતે સામનો કર્યો. ‘લારા દત્તાએ પ્રિયંકાને મદદ કરી’
આ દરમિયાન તેમણે પ્રિયંકા અને લારા દત્તા વચ્ચેની મિત્રતા વિશે પણ વાત કરી. તેમણે કહ્યું કે વર્ષ 2000માં મિસ યુનિવર્સનો ખિતાબ જીતનાર એક્ટ્રેસ લારા દત્તાએ પ્રિયંકાને ઘણી બધી બાબતો શીખવી. મધુ ચોપરાએ કહ્યું, લારાએ તેને કપડાં પહેરવાનું, વોક અને મેકઅપ કરવાનું શીખવ્યું. કારણ કે પ્રિયંકાને આ બધું જાતે જ કરવું પડતું હતું. 2003માં, તે અંદાજમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી
પ્રિયંકા ચોપરાની કારકિર્દીની શરૂઆત વર્ષ 2000માં મિસ વર્લ્ડ સ્પર્ધા જીતવાથી થઈ હતી. એક્ટ્રેસ 2003માં ફિલ્મ ‘અંદાઝ’ માં પોતાની પહેલી મુખ્ય ભૂમિકા ભજવી હતી અને ફિલ્મફેર બેસ્ટ ડેબ્યૂ એવોર્ડ જીત્યો હતો.