ભારતીય શેરબજારમાં છેલ્લાં ઘણા સમયથી કડાકાની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે આજે સપ્તાહના અંતે પણ સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. અમેરિકાના ભારત પર ડયુટી ઘટાડવાના દબાણને લઈ કેન્દ્ર સરકાર પરની આયાત ડયુટી ઘટાડવા વિચારણા કરીને રહ્યાના અહેવાલે ભારતીય ઓટો ઉદ્યોગને ફટકો પડવાના અંદાજોએ ઓટો શેરોમાં ફંડોનું હેમરિંગ સાથે અમેરિકાના ભારત પર ક્રુડ ઓઈલની ખરીદીનું દબાણ વધારતી તાજેતરની બન્ને દેશો વચ્ચેની ડિલ અને બીજી તરફ ઓપેક દેશો દ્વારા એપ્રિલ પૂર્વે ક્રુડ ઓઈલના ઉત્પાદનમાં વધારો નહીં કરવાના નિર્ણય અને એપ્રિલથી અમેરિકા દ્વારા રેસિપ્રોકલ ટેરિફ લાદવાના નેગેટીવ પરિબળોએ આજે વૈશ્વિક બજારોમાં ઘટાડા સાથે ભારતીય શેરબજારમાં પણ ઉછાળે નફારૂપી વેચવાલી જોવા મળી હતી. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 4 માર્ચથી મેક્સિકો અને કેનેડા સામે ટેરિફની શરૂઆતની જાહેરાત કરતા અને ચીન સામેનું ટેરિફ પણ વધારાશે તેવી જાહેરાત બાદ અમેરિકી બજારમાં કડાકો નોંધાતા તેની આજે એશિયન બજારમાં જોવા મળી હતી અને ભારતીય શેરબજારમાં પણ અંદાજીત 1400 પોઈન્ટથી વધુનો કડાકો જોવા મળ્યો હતો. કરન્સી માર્કેટની વાત કરીએ તો, આજે ડોલર ઈન્ડેક્સ તથા બોન્ડ યીલ્ડ વધતાં રૂપિયા સામે ડોલરના ભાવમાં બેતરફી મૂવમેન્ટ જોવા મળી હતી, જયારે ક્રૂડતેલના ભાવમાં બે મહિનાની નીચી સપાટીએ થી ફરી ઉચાળો જોવા મળ્યો હતો. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 2.16% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 2.33% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર ટેક, ફોકસ્ડ આઈટી, આઈટી, ટેલિકોમ્યુનિકેશન, ઓટો, કંઝ્યુમર ડિસ્ક્રીશનરી, એફએમસીજી અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4082 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 3234 અને વધનારની સંખ્યા 759 રહી હતી, 89 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 5 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 12 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં એચડીએફસી બેન્ક 1.86% વધ્યો હતો, જયારે ટેક મહિન્દ્ર 6.19%, ઇન્ડસઇન્ડ બેન્ક 5.48%, મહિન્દ્રા મહિન્દ્રા 5.21%, ભારતી એરટેલ 4.86%, ઈન્ફોસીસ લી. 4.32%, ટાટા મોટર્સ 4.27%, ટાઈટન કંપની 4.17%, નેસ્લે ઇન્ડિયા 3.88% અને ટીસીએસ લી. 3.56% ઘટ્યા હતા. નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
નિફ્ટી ફ્યુચર બંધ :- ( 22280 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 22404 પોઈન્ટના પ્રથમ અને 22474 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે 22202 પોઈન્ટ થી 22088 પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં 22474 પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી. બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 48628 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 48979 પોઈન્ટ પ્રથમ અને 49009 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે 48474 પોઈન્ટ થી 48303 પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં 49009 પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી. ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ
ટાટા કોમ્યુનિકેશન્સ ( 1359 ) :- ટાટા ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.1323 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.1303 ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.1374 થી રૂ.1380 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.1393 ઉપર તેજી તરફી ધ્યાન…!!
વોલ્ટાસ લિ. ( 1304 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1280 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1255 ના સપોર્ટથી આ સ્ટોક રૂ.1323 થી રૂ.1330 ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
એચસીએલ ટેક્નોલોજી ( 1581 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કમ્પ્યુટર્સ – સોફ્ટવેર એન્ડ કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.1606 આસપાસ વેચવાલી થકી રૂ.1557 થી રૂ.1530 ના નીચા મથાળે ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.1620 નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
હેવેલ્સ ઈન્ડિયા ( 1430 ) :- રૂ.1447 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1454 ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.1404 થી રૂ.1390 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1460 ઉપર તેજી તરફી ધ્યાને લેશો. બજારની ભાવિ દિશા… મિત્રો, કેલેન્ડર વર્ષ 2025માં એફઆઈઆઈની ભારતીય ઈક્વિટી કેશમાં વેચવાલીનો આંક ફેબ્રુઆરીમાં જ રૂપિયા 1 લાખ કરોડની પાર પહોંચી ગયો છે. વર્ષ 2024માં રૂપિયા એક લાખ કરોડની વેચવાલીનો આંક મે માસમાં પાર થયાનું જોવા મળ્યું હતું. વર્તમાન વર્ષના જાન્યુઆરીમાં ભારતીય ઈક્વિટી કેશમાં નેટ વેચવાલ રહ્યા બાદ વિદેશી સંસ્થાકીય રોકાણકારો વર્તમાન મહિનાના પણ ઈક્વિટી કેશમાં નેટ વેચવાલ રહ્યા છે. જાન્યુઆરી માસમાં ઈક્વિટી કેશમાં એફઆઈઆઈએ રૂ.87374.66 કરોડની નેટ વેચવાલી કરી હતી. ફેબ્રુઆરી માસમાં અત્યાર સુધીમાં એફઆઈઆઈએ કેશમાં રૂ.47349.06 કરોડની નેટ વેચવાલી કરી છે. વર્ષ 2025માં અત્યારસુધી ઈક્વિટી કેશમાં રૂ.1,34,723.72 કરોડની વેચવાલી કરી છે. વર્ષ 2025માં એફઆઈઆઈ દ્વારા વેચવાલીની ગતિ જળવાઈ રહેશે તો 2024ના સંપૂર્ણ વર્ષના રૂ.304217 કરોડની વેચવાલીનો આંક ટૂંકા ગાળામાં જ પાર થઈ જવાનું માની રહ્યા છે. ડોલર ઈન્ડેકસમાં મજબૂતાઈ તથા અમેરિકન બોન્ડ યીલ્ડસમાં વૃદ્ધિને કારણે વિદેશી રોકાણકારો ભારતીય ઈક્વિટીસમાંથી રોકાણ પાછા ખેંચી રહ્યા છે. જો કે ડોલર ઈન્ડેકસ તથા બોન્ડ યીલ્ડ ઘટવા લાગતા આગળ જતા એફઆઈઆઈની વેચવાલી પણ ધીમી પડવા શકયતા છે. આગામી નાણાં વર્ષના બજેટમાં આકર્ષક દરખાસ્તો અને રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજ દરમાં કપાતને જોતા શેરબજારમાં તબક્કાવાર સુધારો જોવા મળવાની અપેક્ષા છે. જો કે આર્થિક વિકાસ દર તથા કંપનીઓના પરિણામો બજારની લાંબા ગાળાની દિશા નિશ્ચિત કરનારા પરિબળો બની રહેશે.