તેલંગાણાના નાગરકુર્નૂલમાં નિર્માણાધીન શ્રીશૈલમ લેફ્ટ બેંક કેનાલ (SLBC) ટનલનો એક ભાગ 22 ફેબ્રુઆરીના રોજ તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનાને 6 દિવસ વીતી ગયા છે. ટનલમાં ફસાયેલા 8 મજુરોની હવે બચાવાની શકાયતા નહિવત્ છે. જો કે રેસ્ક્યૂ ચાલુ છે. શુક્રવારે, સાઉથ સેન્ટ્રલ રેલવે (SCR) ની બે ટીમો પણ રેસ્ક્યૂ માટે પહોંચી હતી. ટીમ પ્લાઝ્મા કટર અને બ્રોક કટીંગ મશીન જેવા આધુનિક સાધનોનો ઉપયોગ કરીને ભારે ધાતુઓને કાપીને રસ્તા પરથી દૂર કરી રહી છે. નેશનલ જીઓફિઝિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (NGRI)ના વૈજ્ઞાનિકો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ગ્રાઉન્ડ પેનિટ્રેટિંગ રડાર (GPR)ની મદદથી, કાટમાળ નીચે દટાયેલા મજુરોને શોધવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. TOI ના અહેવાલ મુજબ, કોઈપણ મજુર જીવિત મળવાની શક્યતા ખૂબ જ ઓછી છે. નાગરકુર્નૂલના એસપી વૈભવ ગાયકવાડે જણાવ્યું હતું કે કાટમાળ દૂર કરવાનું અને લોખંડના સળિયા કાપવાનું કામ સતત ચાલી રહ્યું છે. ગુરુવારે સવારથી જ કાટમાળ હટાવવાનું અને ટનલમાંથી પાણી કાઢવાનું કામ ચાલી રહ્યું છે. શુક્રવારે સવારે 7 વાગ્યે એક ટીમ ટનલમાં ગઈ હતી. સેના, NDRF, SDRF ઉપરાંત, રાજ્ય સરકારની અન્ય એજન્સીઓના લગભગ 600 કર્મચારીઓ રેસ્ક્યૂ ઓપરેશનમાં લાગેલા છે. ઉત્તરાખંડના સિલક્યારા ટનલમાં ફસાયેલા લોકોને બચાવનાર ટીમનો પણ આમાં સમાવેશ થાય છે. રેસ્ક્યૂ ઓપરેશનની તસવીરો… નલ બોરિંગ મશીન (TBM) કાપવામાં આવી રહ્યું છે રેસ્ક્યુ ઓપરેશનમાં સામેલ એક અધિકારીએ જણાવ્યું કે ગેસ કટર મશીનો અંદર લઈ જવામાં આવ્યા છે. રાત્રિ દરમિયાન પણ, ટનલ બોરિંગ મશીનો (TBM) અને અન્ય અવરોધોને રસ્તામાંથી કાપીને દૂર કરવામાં આવ્યા હતા. તેલંગાણાના મંત્રી ઉત્તમ કુમાર રેડ્ડીએ બુધવારે જણાવ્યું હતું કે ટનલમાં ફસાયેલ TBMને ગેસ કટરથી કાપીને દૂર કરવામાં આવશે. આ પછી, આર્મી, નેવી, રેટ માઇનર્સ અને NDRFની ટીમો ફરીથી આઠ લોકોને બચાવવા માટે ગંભીર પ્રયાસો કરશે. જો કે, તેમની સુરક્ષા સાથે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં. ભયભીત મજુરો કામ છોડવા લાગ્યા અહેવાલો અનુસાર, અકસ્માત બાદ ટનલમાં કામ કરતા કેટલાક મજુરો ડરના કારણે પોતાનું કામ છોડીને ચાલ્યા ગયા છે. એક સીનિયર સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે શ્રીશૈલમ લેફ્ટ બેંક કેનાલ (SLBC) પ્રોજેક્ટ પર 800 લોકો કામ કરી રહ્યા છે. આમાંથી 300 સ્થાનિક છે અને બાકીના ઝારખંડ, ઓડિશા અને ઉત્તર પ્રદેશના છે. અધિકારીએ એમ પણ કહ્યું કે શરૂઆતમાં કામદારોમાં ચોક્કસપણે ડર હોય છે. જો કે, કંપનીએ તેમના માટે રહેણાંક કેમ્પ બનાવ્યા છે. કેટલાક પાછા જવા માંગશે, પરંતુ અમારી પાસે બધા મજુરો એકસાથે ગયા હોવાના કોઈ અહેવાલ નથી. 2ની ધરપકડ, 2 સામે FIR; કોંગ્રેસની પીએમ સમક્ષ SIT બનાવવાની માંગ આસામ પોલીસે ખાણ દુર્ઘટનાના સંદર્ભમાં હનાન લસ્કર અને પુનુષ નુનિસાની ધરપકડ કરી હતી. કોંગ્રેસના દિમા હસાઓ યુનિટના કોમ કેમ્પરાઈ અને પિતુષ લંગથાસાએ નોર્થ કછાર હિલ્સ સ્વાયત્ત પરિષદના ચીફ એક્ઝિક્યુટિવ મેમ્બર (CEM) દેબોલાલ ગોરલોસા અને તેમની પત્ની કનિકા હોજાઈ સામે FIR નોંધાવી હતી. આમાં ગોરલોસા અને હોજાઈની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરવામાં આવી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ બંને ખાણમાં ગેરકાયદેસર ખાણકામ કરાવી રહ્યા હતા. લોકસભા સાંસદ ગૌરવ ગોગોઈએ ખાણ દુર્ઘટના અંગે પીએમ મોદીને પત્ર લખીને આ મામલાની તપાસ માટે SITની રચના કરવાની માંગ કરી હતી. ગૌરવે લખ્યું – પીડિત પરિવારોને ન્યાય મળવો જોઈએ અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તેની ખાતરી કરવાની આપણી જવાબદારી છે.