સોહમ શાહ અભિનીત ફિલ્મ CrazXy એક હાઇ-ઓક્ટેન, એજ-ઓફ-ધ-સીટ થ્રિલર છે જે દર્શકોને શરૂઆતથી અંત સુધી જકડી રાખે છે. આકર્ષક સ્ટોરી, ડિરેક્શનમાં પણ અવલ અને શાનદાર એક્ટિંગ આ ફિલ્મને એક અલગ જ લેવલ પર લઈ જાય છે. ડિરેક્શન ગિરીશ મલિકની આ પહેલી ફિલ્મ દરેક વળાંક પર નવા વળાંકો સાથે રહસ્ય અને રોમાંચને વધુ ઇન્ટેસ બનાવે છે. આ ફિલ્મની લંબાઈ એક કલાક 33 મિનિટ છે. દિવ્ય ભાસ્કરે આ ફિલ્મને 5 માંથી 3.5 સ્ટાર રેટિંગ આપ્યા છે. ફિલ્મની સ્ટોરી શું છે? ફિલ્મની સ્ટોરી ડૉ. અભિમન્યુ સૂદ (સોહુમ શાહ)ની આસપાસ ફરે છે, જે એક સક્ષમ સર્જન તો છે પણ સારો પિતા અને માણસ નથી. અજાણ્યા નંબર પરથી ફોન આવતાં તેનું જીવન બરબાદ થઈ જાય છે. ફોન ઉપાડતાની સાથે જ તેની દુનિયા બદલાઈ જાય છે. ખંડણીનો કોલ, બેગ અને સમય સામે દોડ. તેની પુત્રી અને પૂર્વ પત્ની બોબીના જીવ જોખમમાં છે. જેમ જેમ સ્ટોરી આગળ વધે છે, દરેક વળાંક પર નવા રહસ્યો ખુલે છે, જે પ્રેક્ષકોને સતત સસ્પેન્સમાં રાખે છે. શું તે તેની દીકરીને બચાવી શકશે? તેની પાછળ કોણ છે? CrazXy દર્શકોને આ પ્રશ્નો સાથે જોડે રાખે છે. સ્ટાર કાસ્ટની એક્ટિંગ કેવી છે?
આખી ફિલ્મ સોહમ શાહના ખભા પર છે, અને તેણે પોતાની જવાબદારી સારી રીતે ભજવી છે. ‘તુમ્બાડ’ જેવી ફિલ્મો અને ‘મહારાની’ જેવી સિરીઝથી પોતાની ઓળખ બનાવનાર સોહમ આ ફિલ્મમાં સંપૂર્ણપણે પ્રભુત્વ ધરાવે છે. તે ફિલ્મ દરમિયાન એકલો જ દેખાય છે, પરંતુ તેના નાના-નાના ઍક્સ્પ્રેશન અને ચહેરાના હાવભાવ વખાણને લાયક છે. તેમની એક્ટિંગ આ ફિલ્મની સૌથી મોટી તાકાત છે. આ ફિલ્મના મેકર પણ સોહમ શાહ છે, તેમણે ફિલ્મ માટે ખૂબ જ સારી સ્ટોરી પસંદ કરી છે. ફિલ્મનું ડિરેક્શન કેવું છે?
ગિરીશ મલિકે આ ફિલ્મ સાથે ડિરેક્શનની દુનિયામાં એન્ટ્રી કરી છે અને સ્ટોરી પર તેમની પકડ શરૂઆતથી અંત સુધી અકબંધ છે. તેમણે માત્ર એક શાનદાર સ્ક્રિપ્ટ નહિ, પરંતુ તેને સ્ક્રીન પર શાનદાર રીતે અનુકૂલિત પણ બતાવી છે. આ સાથે, ફિલ્મની સિનેમેટોગ્રાફી અદ્ભુત છે. સુનીલ રામકૃષ્ણન બોરકર અને કુલદીપ મામાનિયાના કેમેરા વર્કે ફિલ્મના તણાવ અને રોમાંચને શાનદાર રીતે કેદ કર્યો છે. સંપાદન સંયુક્તા કાઝા અને રાયથેમ લેથ દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મનું મ્યૂઝિક કેવું છે?
ફિલ્મના મ્યૂઝિકમાં ગુલઝારના શબ્દો અને વિશાલ ભારદ્વાજના સૂર છે. ગીતો ફિલ્મના વિષય અને પરિસ્થિતિને અનુરૂપ છે, પરંતુ આ પ્રકારનું મ્યૂઝિક ફિલ્મની બહાર પણ વારંવાર સાંભળી શકાય તેવું નથી. ફિલ્મ સત્યનું ગીત ‘ગોલી માર ભીજે મેં’ અને ફિલ્મ ઇન્કિલાબનું ‘અભિમન્યુ ફસ ગયા’ ગીત ખૂબ જ સારી રીતે રિમિક્સ કરવામાં આવ્યું છે. ફિલ્મનો બેકગ્રાઉન્ડ સ્કોર સ્ટોરીને પ્રભાવશાળી બનાવે છે. ફિલ્મનો અંતિમ નિર્ણય, જોવી જોઈએ કે નહીં
જો તમને રોમાંચક, સસ્પેન્શન અને હાઈ ડ્રામા ફિલ્મો ગમે છે, તો CrazXy તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. દમદાર એક્ટિંગ, ઉત્તમ સિનેમેટોગ્રાફી અને અવલ સ્ક્રિનપ્લ તેને જોવા યોગ્ય બનાવે છે. સોહમ શાહનું આ એક્ટિંગ અને ક્લાઇમેક્સમાં છુપાયેલો ઊંડો મેસેજ આ ફિલ્મને ખાસ બનાવે છે. CrazXy એક થ્રિલર છે જે એક નવા દ્રષ્ટિકોણ સાથે રજૂ કરવામાં આવી છે, જે તમને અંત સુધી જકડી રાખશે. જોઈ શકાય એવી ફિલ્મ છે.