વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાતમી માર્ચે સુરતમાં યોજાનારી વિશાળ જાહેર સભાને સંબોધવા આવી રહ્યા છે. તેમના આગમનને ધ્યાને રાખીને સુરત શહેરમાં ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે. ખાસ કરીને રોડ શો અને તેમના પ્રવાસ માર્ગને ધ્યાનમાં રાખીને શહેરના રસ્તાઓનું મેકઓવર કરવામાં આવી રહ્યું છે. શહેરમાં PMના કાર્યક્રમ અને રૂટ સંબંધિત વિવિધ કામગીરી માટે સિટી એન્જિનિયર અક્ષય પંડ્યાએ ખાસ આદેશો જારી કર્યા છે. આ સાથે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરત કાર્યક્રમની તૈયારી માટે સમીક્ષા બેઠક યોજી હતી. બસ રૂટ, કંટ્રોલરૂમ, પાર્કિંગ, પાણી અને અન્ય સુવિધાઓની સમીક્ષા કરાઈ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7મી માર્ચે સુરતમાં ‘સુરત અન્ન સુરક્ષા સંતૃપ્તિકરણ અભિયાન’ કાર્યક્રમમાં હાજરી આપશે. આ માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને વન રાજ્યમંત્રી મુકેશ પટેલની અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી. લિંબાયત નિલગીરી મેદાન ખાતે PMના હસ્તે સુરત શહેર-જિલ્લાના 2 લાખથી વધુ લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત વિનામૂલ્યે અનાજ વિતરણ થશે.સમીક્ષામાં કાર્યક્રમ માટેની તમામ વ્યવસ્થાઓ, જેમાં બસ રૂટ, કંટ્રોલ રૂમ, પાર્કિંગ, પાણી અને અન્ય સુવિધાઓની સમીક્ષા કરાઈ. PM માટે 50 હજાર ગરીબ, વિધવા, દિવ્યાંગ અને વૃદ્ધ લાભાર્થીઓના પરિવારોને અનાજ આપવાની યોજના છેબેઠકમાં સાંસદ, મેયર, ધારાસભ્યો, કલેક્ટર, પોલીસ કમિશનર અને વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રસ્તાઓ પર તાત્કાલિક મરામત કાર્ય હાથ ધરાયું
સુરત મેટ્રો પ્રોજેક્ટ શહેર માટે મહત્વપૂર્ણ છે અને એના અનેક વિસ્તારોમાં કામગીરી ચાલુ છે. PM મોદીના પ્રવાસને ધ્યાનમાં રાખીને ખાસ કરીને અઠવાલાઇન્સ અને સર્કિટ હાઉસ નજીક, મેટ્રો નિર્માણકાર્ય હાલ પૂરતું ધીમી કરવામાં આવ્યું છે. જ્યાં મેટ્રો નિર્માણના કારણે 60% માર્ગ અવરોધિત હતો, તે રસ્તાઓ પર તાત્કાલિક મરામત કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. લીલા પડદાઓ લગાવવામાં આવ્યા સુરત PM મોદીની મુલાકાત માટે સંપૂર્ણપણે તૈયાર
આ તમામ વ્યવસ્થાઓ વડાપ્રધાનના આગમનને અનુલક્ષીને કરવામાં આવી રહી છે, જેથી PM મોદીને એક સુશોભિત અને વ્યવસ્થિત શહેર જોવા મળે. સુરતનું આ મેકઓવર ન માત્ર PM મોદીના પ્રવાસ માટે પણ સમગ્ર શહેરવાસીઓ માટે એક નવી ઉર્જા લાવશે. સર્કિટ હાઉસનું પણ મેકઓવર, સુરક્ષા વ્યવસ્થા વધુ કડક
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાત્રિ રોકાણ માટે સુરતના સર્કિટ હાઉસમાં વિસામો લેશે, જેના કારણે ત્યાં પણ વિશેષ તૈયારીઓ થઈ રહી છે. સર્કિટ હાઉસના અંદર અને બહાર નવા રંગરોગાન અને રીપેરીંગનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ સાથે જ પરિસરને વધુ આકર્ષક બનાવવા માટે નવા છોડ અને વૃક્ષો રોપવામાં આવી રહ્યા છે, જેથી સમગ્ર વિસ્તાર હરિયાળો અને શાંત દેખાય. સુરક્ષાના દૃષ્ટિકોણે ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને PM મોદીના આગમન પહેલા સમગ્ર સર્કિટ હાઉસ કડક સુરક્ષામાં લેવામાં આવ્યું છે. હાલ સુરત પોલીસ વિસ્તારની દેખરેખ રાખી રહી છે અને ટૂંક સમયમાં SPG(Special Protection Group) સત્તાવાર સુરક્ષા સંભાળશે. PM મોદીના રોકાણને ધ્યાનમાં રાખીને સુરક્ષાના દરેક સ્તરે વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7મી માર્ચે સુરતના લિંબાયત નીલગીરી ગ્રાઉન્ડ ખાતેના કાર્યક્રમમાં હાજરી આપશે અને રાત્રે સર્કિટ હાઉસમાં રોકાણ કર્યા બાદ 8મી માર્ચે નવસારી જશે. વડાપ્રધાનના બે દિવસીય પ્રવાસને પગલે મહાનગરપાલિકા સહિત વિવિધ તંત્રો તૈયારીઓમાં ઝંપી ગયા છે. શહેરમાં PMના કાર્યક્રમ અને રૂટ સંબંધિત વિવિધ કામગીરી માટે સિટી એન્જિનિયર અક્ષય પંડ્યાએ ખાસ આદેશો જારી કર્યા છે. PM રૂટ પર વિસ્તૃત વ્યવસ્થાઓ
જુદા-જુદા ઝોનના આસી. કમિશનરોને તેમના વિસ્તારમાં આવતા ઘરવિહોણાઓને શિફ્ટ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત, એરપોર્ટથી લિંબાયત અને અન્ય રૂટ પર રીપેરીંગ, કલર વર્ક, સફાઈ અને સુશોભન માટે જવાબદારી ફાળવવામાં આવી છે. શહેરના તમામ મહત્વના રોડ અને બ્રિજ માટે કામગીરીની સુચનાઓ આપવામાં આવી છે, જેમાં એરપોર્ટથી PMના કાર્યક્રમના સ્થળ સુધીના તમામ બ્રિજ પર પેચ વર્ક, પોટહોલ રીપેરીંગ અને રીસરફેસિંગ કામ કરાશે. કેબલ સ્ટેડ બ્રિજ પર લાઈટિંગ કાર્યરત રહે તે સુનિશ્ચિત કરાશે. PMના રૂટ પરના સર્વિસ રોડ, મેઈન કેરેજ-વે, ફૂટપાથ, ડિવાઈડર, અને BRTS ગ્રીલ રીપેરીંગ અને કલર કરાશે. જરૂરી સાઈનબોર્ડ, બ્લીંકર, કેટ આઈ અને ટ્રાફિક સંકેતો લાગશે. ડિવાઈડર અને ટ્રાફિક આઈલેન્ડની સફાઈ, પર્વત-છોડ લગાવવું, ગાર્ડન વિભાગ દ્વારા સુશોભન કાર્ય તેમજ ખાનગી મિલ્કતોની દિવાલો પર ડેકોરેટિવ પેઇન્ટિંગ કરાશે. PMના રૂટ પર સ્ટ્રીટ લાઈટ પર ગેરકાયદેસર બેનર-સ્ટીકર દૂર કરાશે, લટકતા વાયરો દૂર કરવામાં આવશે અને CD વેસ્ટ, ડેબ્રિસ હટાવાશે.