સાંસદ ચંદુ સિહોરા સિવિલ હોસ્પિટલમાં વિઝિટ પર ગયા અને સ્ટાફ દ્વારા ગેરવર્તન કરવામાં આવ્યું હતું. સાંસદ તો સિવિલ હોસ્પિટલની વિઝિટ કર્યા રાખે તે શુ કરી લેવાના – સાંસદ સાથે સ્ટાફના વર્તનથી સાંસદ લાલઘૂમ થયા હતા. આથી સ્ટાફનો સાંસદ ચંદુ સિહોરાએ ઉધડો લઈ લીધો હતો. હવે સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલના સ્ટાફ સાંસદનું પણ ગણકારતા નથી. આથી રોષે ભરાયેલા સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઈ શિહોરા દ્વારા પગલાં ભરવા તંત્રને સૂચના આપવામાં આવી હતી. શું હતો આ સમગ્ર બનાવ
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી સાયલા નેશનલ હાઇવે વચ્ચે મોરવાડ ગામના બ્રિજ ઉપર આગળ જતા ડમ્પર પાછળ ટેમ્પો ટ્રક ઘૂસી ગઈ હતી. જેમાં પશ્ચિમ બંગાળના પરિવારના 5 તેમજ ડ્રાઈવર સહિત 6 લોકોના મોત થયા હતા. જેમાં એકના મૃતદેહને પીએમ માટે ગાંધી હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં મૃતકનું પીએમ કરવામાં આવ્યું હતું. પરંતુ મૃતકના પીએમ સર્ટિ. મોડા પડયા હોવાના કારણે સુરેન્દ્રનગર જિલ્લાના સાંસદ ચંદુભાઈ શિહોરા ગાંધી હોસ્પિટલે આવ્યા હતા. પરિણામે કોઈ સ્ટાફકર્મી દ્વારા થયેલા વાણીવિલાસની જાણ સાંસદને કોઈ કરતા સાંસદ લાલઘૂમ બની ગયા હતા. જેમાં પ્રાપ્ત વિગતો મુજબ આ હોસ્પિટલમાં આવ્યા ત્યારે આવા તો આવ્યા કરે સહિતના શબ્દો સાથેનો વાણીવિલાસ કર્યો હતો. આ બાબતે સાંસદ હોસ્પિટલની સીડીએમઓ કચેરીમાં જ હોસ્પિટલના તંત્રના અધિકારીઓને બોલાવીને આની તપાસ કરવા અને જે આ વાણીવિલાસ કર્યો છે તે કર્મી સામે કાર્યવાહી કરવાનું જણાવતા હોસ્પિટલ સ્ટાફમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. જ્યારે આ બનાવ અંગે હોસ્પિટલના અધિકારીએ ડો. કુમારે જણાવ્યું કે, જે સ્ટાફ કર્મીએ આવું વર્તન કર્યું છે, તેને મેમા સહિતની કાર્યવાહી કરવામાં આવશે. જેથી કરીને હોસ્પિટલમાં ફરીવાર આવી ઘટના ન બને.