back to top
Homeમનોરંજનસિદ્ધાર્થ-કિઆરાનાં ઘરે કિલકારીઓ ગુંજશે:લગ્નના 2 વર્ષ બાદ કપલે ગુડ ન્યૂઝ આપ્યા, એક્ટ્રેસે...

સિદ્ધાર્થ-કિઆરાનાં ઘરે કિલકારીઓ ગુંજશે:લગ્નના 2 વર્ષ બાદ કપલે ગુડ ન્યૂઝ આપ્યા, એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર શેર કર્યો ક્યૂટ ફોટો

કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના ઘરે નાનું મહેમાન આવવાનું છે. આ કપલે ફેન્સ સાથે આ ગુડ ન્યૂઝ શેર કર્યા છે. લગ્નના લગભગ બે વર્ષ પછી એક્ટ્રેસ માતા બનવા જઈ રહી છે. તેણે ખૂબ જ સુંદર ફોટો પોસ્ટ કરીને આ માહિતી શેર કરી હતી. આ સાથે, કોમેન્ટ બોક્સમાં લોકો કપલ પર શુભકામનો વરસાદ કરી રહ્યા છે. ‘જીવનની સૌથી સુંદર ભેટ આવી રહી છે’
કિયારા અડવાણીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક પોસ્ટ શેર કરી છે. આ સાથે લખ્યું છે, અમારા જીવનની સૌથી સુંદર ભેટ આવી રહી છે. આ પોસ્ટમાં, કપલ બાળકના વૂલન મોજાં હાથમાં પકડેલા જોવા મળે છે. પોસ્ટ શેર કરતાની સાથે જ કપલને મિત્રો અને ફેન્સ તરફથી અભિનંદન મળી રહ્યાં છે. એક્ટ્રેસ નેહા ધૂપિયા, રિયા કપૂર, શિબાની દાંડેકર અને એક્ટર ઇશાન ખટ્ટર સહિત ઘણા સ્ટાર્સે કપલને અભિનંદન પાઠવ્યા છે. કિયારા-સિદ્ધાર્થનાં લગ્ન 2023માં થયા હતા
કિયારા-સિદ્ધાર્થની પહેલીવાર 2021માં આવેલી ફિલ્મ ‘શેરશાહ’ના સેટ પર મળ્યાં હતાં. સિદ્ધાર્થે પરમવીર ચક્ર સ્વર્ગસ્થ કેપ્ટન વિક્રમ બત્રાની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં કિયારાએ તેની ગર્લફ્રેન્ડ ડિમ્પલની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન બંને એકબીજાની નજીક આવ્યાં અને પછી તે ડેટિંગ કરવા લાગ્યા. 7 ફેબ્રુઆરી 2023ના રોજ કિયારા-સિદ્ધાર્થએ જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં લગ્ન કર્યા હતા. કપલે પરિવારના સભ્યો અને નજીકના મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા હતા. હવે લગ્નના બે વર્ષ બાદ કપલે ગુડન્યુઝ શેર કર્યા છે. કોણ છે કિઆરા અડવાણી?
કિઆરા અડવાણીનું સાચું નામ આલિયા અડવાણી છે. તેના પિતા જગદીપ અડવાણી સિંધી છે અને બિઝનેસમેન છે. તેની માતા જીનીવીવ જાફરી છે. જીનીવીવ મુસ્લિમ માતા તથા ક્રિશ્ચિન પિતાનું સંતાન છે. જીનીવીવ તથા સ્વ. અશોક કુમાર તથા સ્વ. સઈદ જાફરી સંબંધીઓ થતા હતા. કિઆરાએ 2014માં પહેલી ફિલ્મ ‘ફુગલી’ રિલીઝ થાય તે પહેલાં પોતાનું નામ બદલ્યું હતું. ફિલ્મ ‘અંજાના અંજાની’ (2010)માં પ્રિયંકા ચોપરાના પાત્રનું નામ કિઆરા હતું. સલમાન ખાને કિઆરાને નામ બદલવાની સલાહ આપી હતી, કારણ કે બોલિવૂડમાં આલિયા ભટ્ટ એક જાણીતી એક્ટ્રેસ હતી. સલમાનની સલાહ માનીને નામ ચેન્જ કર્યું હતું. કિઆરા તથા મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી એક જ સ્કૂલમાં સાથે ભણતા હતા અને બંને વચ્ચે ગાઢ મિત્રતા છે. કોણ છે સિદ્ધાર્થ મલ્હોત્રા?
સિદ્ધાર્થ મલ્હોત્રા દિલ્હીમાં પંજાબી હિંદુ પરિવારમાં જન્મ્યો છે. સિદ્ધાર્થના પિતા સુનીલ મર્ચન્ટ નેવીમાં ફોર્મર કેપ્ટન હતા અને માતા રિમ્મા હોમમેકર છે. સિદ્ધાર્થનો ભાઈ હર્ષદ મલ્હોત્રા બેંકર છે. 18 વર્ષની ઉંમરથી સિદ્ધાર્થે મોડલિંગની શરૂઆત કરી હતી. ચાર વર્ષ બાદ તેને મોડલિંગથી સંતોષ ના થતાં તેણે કરિયર છોડી દીધી હતી. ત્યારબાદ 2009માં ટીવી સિરિયલ ‘ધરતી કા વીર યૌદ્ધા પૃથ્વીરાજ ચૌહાણ’માં જયચંદનો રોલ પ્લે કર્યો હતો. ત્યારબાદ તેણે અનુભવ સિંહાની એક ફિલ્મ માટે ઓડિશન આપ્યું હતું, પરંતુ આ ફિલ્મ અભરાઈ પર ચઢાવી દેવામાં આવ્યા હતા. 2010માં તેણે ‘માય નેમ ઇઝ ખાન’માં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. આ ફિલ્મ કરન જોહરે ડિરેક્ટ કરી હતી. 2012માં સિદ્ધાર્થે કરન જોહરના બેનર ધર્મા પ્રોડક્શનની ફિલ્મ ‘સ્ટૂડન્ટ ઑફ ધ યર’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ, વરુણ ધવન હતા. સિદ્ધાર્થના સંબંધો આલિયા સાથે થોડો સમય રહ્યા હતા, પરંતુ પછી બંને અલગ થઈ ગયા હતા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments