back to top
Homeભારત4 દિવસમાં કોલેજિયન્સ કેમ થયા ટકલા?:રાશનના ઘઉં ખાધા તો 18 ગામના 300...

4 દિવસમાં કોલેજિયન્સ કેમ થયા ટકલા?:રાશનના ઘઉં ખાધા તો 18 ગામના 300 લોકોના ખરી ગયા વાળ; ડૉક્ટરે ધડાકો કરી પાડ્યો ફોડ

મહારાષ્ટ્રના 15 ગામના, 300 લોકો 3-4 દિવસમાં જ ટકલા થઈ ગયા કારણ હતું તેમણે રાશનમાં આવતા ઘઉં ખાધા હતા. પણ કેમ આવું થયું? શું હતું કારણ? તમામ વિગતો ભાસ્કર એક્સપ્લેનરમાં જાણીએ… મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં, પંજાબ અને હરિયાણાથી આયાત કરાયેલા ઘઉંમાં સેલેનિયમનું પ્રમાણ 600 ગણું વધુ હોવાથી મોટી સંખ્યામાં લોકોના અચાનક વાળ ખરવાના બનાવો વધવા લાગ્યા. ડિસેમ્બર 2024 અને જાન્યુઆરી 2025 વચ્ચે, એલોપેસિયા તરીકે ઓળખાતી આ સ્થિતિના કારણે 279થી વધુ વ્યક્તિઓ ટાલિયા થઈ ગયા. એટલું તો ઠીક કોલેજમાં ભણતા છોકરાઓ અને છોકરીઓને પણ ટાલ પડી ગઈ. સેલેનિયમ એક આવશ્યક ખનિજ છે જે મેટાબોલીઝમ, થાઇરોઇડ ફંક્શન અને રોગપ્રતિકારક સ્વાસ્થ્યમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો કે, વધુ પડતું સેવન સેલેનોસિસ તરીકે ઓળખાતી ઝેરી અસર તરફ દોરી શકે છે, જે શરીરની વિવિધ પ્રતિકૂળ અસરોનું કારણ બને છે. એલોપેસિયાનો અર્થ શરીરના કેટલાક અથવા બધા ભાગોમાંથી વાળ ખરવાથી થાય છે. વધુ પડતું સેલેનિયમ ખાવામાં આવી જાય તો ઓટો ઈમ્યુન ડિસિઝ, સ્ટ્રેસ પણ થઈ શકે છે. વધુ પડતું સેલેનિયમ લેવાથી વાળના ફોલિકલ્સને નુકસાન થઈ શકે છે, જેના કારણે કેરાટિનોસાઇટ્સ પર અસર થઈ શકે છે, જેના કારણે વાળ ઝડપથી ખરવા લાગે છે. બુલઢાણાના કિસ્સામાં ઘઉંમાં સેલેનિયમનું પ્રમાણ સામાન્ય કરતાં 600 ગણું વધારે હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે એ વિસ્તારના મોટા ભાગના લોકોના વાળ ખરવા લાગ્યા છે. બુલઢાણાના લોકોમાં સેલેનિયમથી ભરપૂર ઘઉંનું સેવન કર્યાના 3-4 દિવસની અંદર વાળ ખરવાનું શરૂ થયું, અને તે જ સમયગાળામાં સંપૂર્ણ ટાલ પડવાની શરૂઆત થઈ વધુ પડતું સેલેનિયમ ઉબકા, ઉલટી, ઝાડા, બરડ નખ, વાળ પાતળા થવા, ચક્કર આવવા, ચીડિયાપણું અને ગંભીર કિસ્સાઓમાં ચેતાને નુકસાન જેવા લક્ષણોનું કારણ બની શકે છે. આ સિવાય શ્વાસમાં લસણ જેવી ગંધ અને મોઢામાં ધાતુનો સ્વાદ પણ આવી શકે છે. ડૉ. મહિપત ખાંભલા, એમડી, મેડિસિન આ વિષયમાં દિવ્ય ભાસ્કરને જણાવે છે કે, સેલેનિયમ સારું છે, પણ જો તે ચોક્કસ માત્રામાં હોય તો. જો વધુ પડતું સેલેનિયમ લેવામાં આવે તો, તે વાળમાં રહેલા કેરાટિનોસાઇટ્સને નુકસાન પહોંચે છે, જેના કારણે વાળના ફોલિકલ્સને નુકસાન થાય છે અને વાળ ખરી પડે છે. શરીરમાં 30થી 50 માઇક્રોગ્રામ સેલેનિયમ સલામત છે. જો તે 400 માઇક્રોગ્રામ હોય, તો 3-4 અઠવાડિયામાં ટાલ પડી જાય છે. અગાઉ પણ આવા બનાવો બન્યા છે
બુલઢાણા ઘટના જેવા બનાવો ચીન, અમેરિકા અને બ્રાઝિલમાં પણ થયેલી છે. ઘઉંમાં ઉચ્ચ સેલેનિયમ સ્તર જમીનની રચના, ખાતરનો ઉપયોગ, છોડના આનુવંશિક પરિબળો, સંગ્રહની પરિસ્થિતિઓ અને પર્યાવરણીય પ્રભાવો જેવા પરિબળોને આભારી હોઈ શકે છે. વધુ માહિતી માટે ઉપરના ફોટો પર ક્લિક કરીને પૂરો વીડિયો જુઓ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments