back to top
Homeભારતતેલંગાણા ટનલ દુર્ઘટના, આજે રેસ્ક્યૂનો 7મો દિવસ:રેલવે બચાવ ટીમ પણ કાર્યરત; 8...

તેલંગાણા ટનલ દુર્ઘટના, આજે રેસ્ક્યૂનો 7મો દિવસ:રેલવે બચાવ ટીમ પણ કાર્યરત; 8 લોકો ફસાયેલા છે, બચવાની શક્યતા ઘણી ઓછી છે

તેલંગાણાના નાગરકુર્નૂલમાં નિર્માણાધીન શ્રીશૈલમ લેફ્ટ બેંક કેનાલ (SLBC) ટનલનો એક ભાગ 22 ફેબ્રુઆરીના રોજ તૂટી પડ્યો હતો. ઘટનાને 7 દિવસ વીતી ગયા છે, પરંતુ ટનલમાં ફસાયેલા 8 મજુરોને હજુ સુધી બચાવી શકાયા નથી. બચાવ કામગીરી ચાલુ છે. શુક્રવારે, સાઉથ-સેન્ટ્રલ રેલવે (SCR) ની બે ટીમો પણ બચાવ માટે પહોંચી હતી. ટીમ પ્લાઝ્મા કટર અને બ્રોક કટીંગ મશીન જેવા આધુનિક સાધનોનો ઉપયોગ કરીને ભારે ધાતુઓ દૂર કરી રહી છે. નેશનલ જીઓફિઝિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (NGRI)ના વૈજ્ઞાનિકો પણ ઘટનાસ્થળે હાજર છે. ગ્રાઉન્ડ પેનિટ્રેટિંગ રડાર (GPR) ની મદદથી, કાટમાળ નીચે દટાયેલા મજુરોને શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. TOIના અહેવાલ મુજબ, કોઈપણ મજુરની જીવિત મળવાની શક્યતા ખૂબ ઓછી લાગે છે. નાગરકુર્નૂલના એસપી વૈભવ ગાયકવાડે જણાવ્યું હતું કે કાટમાળ દૂર કરવાનું અને લોખંડના સળિયા કાપવાનું કામ સતત ચાલી રહ્યું છે. ગુરુવારે સવારથી જ કાટમાળ હટાવવાનું અને ટનલમાંથી પાણી કાઢવાનું કામ ચાલી રહ્યું છે. શુક્રવારે સવારે 7 વાગ્યે એક ટીમ ટનલમાં ગઈ હતી. સેના, NDRF, SDRF ઉપરાંત, રાજ્ય સરકારની અન્ય એજન્સીઓના લગભગ 600 કર્મચારીઓ બચાવ કામગીરીમાં રોકાયેલા છે. ઉત્તરાખંડના સિલક્યારા ટનલમાં ફસાયેલા લોકોને બચાવનાર ટીમનો પણ આમાં સામેલ છે. ફસાયેલા લોકોના સંબંધીઓએ કહ્યું- અંદરથી કોઈ સમાચાર નથી ટનલની અંદર ફસાયેલા પંજાબના ગુરપ્રીત સિંહના કાકાએ કહ્યું કે આજે 7 દિવસ થઈ ગયા છે. અંદરના કોઈ સમાચાર નથી. અમે સરકારને વિનંતી કરીએ છીએ કે તેઓ અમને જલ્દી જણાવે કે તેમને ક્યારે બહાર કાઢવામાં આવશે. તેમણે કહ્યું કે ગામમાં અમારા પરિવારના સભ્યો ચિંતિત છે અને તેઓ ખાતા પણ નથી. અમે ટનલની અંદર જઈને પરિસ્થિતિ જોવા માંગતા હતા. મને અંદર જવા દેવામાં આવી રહ્યો નથી. તેઓ કહી રહ્યા છે કે જે ટીમો અંદર જઈ રહી છે તેઓ જણાવશે કે અંદર શું ચાલી રહ્યું છે. ઝારખંડના સંતોષ સાહુના સંબંધી સરવને જણાવ્યું કે 22 ફેબ્રુઆરીએ માહિતી મળી કે મારા સાળા ટનલમાં ફસાઈ ગયા છે. આ ઘટનાને 7 દિવસ થઈ ગયા છે પણ અમને કોઈ માહિતી મળી નથી કે તે ઠીક છે કે નહીં. અમે લોકો રાહ જોઈ રહ્યા છીએ કે તે ક્યારે બહાર આવશે અને તેમને ઘરે લઈ જશે. તેલંગાણા સરકાર કામ કરી રહી છે. અમે તેલંગાણા સરકારને વિનંતી કરીએ છીએ કે તેઓ શક્ય તેટલી વહેલી તકે તેમને બહાર કાઢે. અમારી ઝારખંડ સરકારે પણ અહીં બે અધિકારીઓ મોકલ્યા છે. આ લોકો પણ મદદ કરી રહ્યા છે. રેસક્યૂની તસવીરો… ભયભીત મજુરો કામ છોડવા લાગ્યા અહેવાલો અનુસાર, અકસ્માત બાદ ટનલમાં કામ કરતા કેટલાક મજુરો ડરના કારણે પોતાનું કામ છોડીને ચાલ્યા ગયા છે. એક સીનિયર સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે શ્રીશૈલમ લેફ્ટ બેંક કેનાલ (SLBC) પ્રોજેક્ટ પર 800 લોકો કામ કરી રહ્યા છે. આમાંથી 300 સ્થાનિક છે અને બાકીના ઝારખંડ, ઓડિશા અને ઉત્તર પ્રદેશના છે. અધિકારીએ એમ પણ કહ્યું કે શરૂઆતમાં કામદારોમાં ચોક્કસપણે ડર હોય છે. જો કે, કંપનીએ તેમના માટે રહેણાંક કેમ્પ બનાવ્યા છે. કેટલાક પાછા જવા માંગશે, પરંતુ અમારી પાસે બધા મજુરો એકસાથે ગયા હોવાના કોઈ અહેવાલ નથી. 2ની ધરપકડ, 2 સામે FIR; કોંગ્રેસની પીએમ સમક્ષ SIT બનાવવાની માંગ આસામ પોલીસે ખાણ દુર્ઘટનાના સંદર્ભમાં હનાન લસ્કર અને પુનુષ નુનિસાની ધરપકડ કરી હતી. કોંગ્રેસના દિમા હસાઓ યુનિટના કોમ કેમ્પરાઈ અને પિતુષ લંગથાસાએ નોર્થ કછાર હિલ્સ સ્વાયત્ત પરિષદના ચીફ એક્ઝિક્યુટિવ મેમ્બર (CEM) દેબોલાલ ગોરલોસા અને તેમની પત્ની કનિકા હોજાઈ સામે FIR નોંધાવી હતી. આમાં ગોરલોસા અને હોજાઈની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરવામાં આવી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ બંને ખાણમાં ગેરકાયદેસર ખાણકામ કરાવી રહ્યા હતા. લોકસભા સાંસદ ગૌરવ ગોગોઈએ ખાણ દુર્ઘટના અંગે પીએમ મોદીને પત્ર લખીને આ મામલાની તપાસ માટે SITની રચના કરવાની માંગ કરી હતી. ગૌરવે લખ્યું – પીડિત પરિવારોને ન્યાય મળવો જોઈએ અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તેની ખાતરી કરવાની આપણી જવાબદારી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments