back to top
Homeગુજરાતમાસ્ટરબ્લાસ્ટરને રમતો જોવા પ્રેક્ષકો આતુર:આજે IMLની બીજી ઈન્ડિયન માસ્ટર્સ અને સાઉથ આફ્રિકા...

માસ્ટરબ્લાસ્ટરને રમતો જોવા પ્રેક્ષકો આતુર:આજે IMLની બીજી ઈન્ડિયન માસ્ટર્સ અને સાઉથ આફ્રિકા માસ્ટર્સ વચ્ચે મેચ, 1500, 5000 અને 7000ની ટિકિટ સોલ્ડ આઉટ

વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે આજે (1 માર્ચ) ઈન્ડિયા માસ્ટર્સ અને સાઉથ આફ્રિકા માસ્ટર્સ વચ્ચે IMLની બીજી મેચ યોજાવાની છે. ક્રિકેટજગતના મહાન ખેલાડી માસ્ટરબ્લાસ્ટર સચિન તેંડુલકરને વડોદરામાં 15 વર્ષ પછી રમતો જોવા માટે ચાહકોનો જમાવડો રહેશે. હાલમાં 1500, 5000 અને 7000ની મોંધી ટિકિટો સોલ્ડ આઉટ થઈ ગઈ છે. આ સાથે 15,000થી વધુ ટિકિટનું પણ વેચાણ થઈ ગયું છે. હવે માત્ર 300 અને 500 રૂપિયાની ટિકિટ બાકી છે. ઉલ્લેખનીય છે કે ગતરોજ યોજાયેલી શ્રીલંકા માસ્ટર્સ અને ઓસ્ટ્રેલિયા માસ્ટર્સ વચ્ચેની પ્રથમ મેચમાં દર્શકોની પાંખી હાજરી જોવા મળી હતી. આજે કોટંબી સ્ટેડિયમ પ્રેક્ષકોથી ભરાવાની સંભાવના
આજે રમાનારી ઇન્ડિયન માસ્ટર્સ અને સાઉથ આફ્રિકા માસ્ટર્સ વચ્ચેની મેચ પૂર્વે ટિકિટોનું ઑનલાઇન ધૂમ વેચાણ જોવા મળી રહ્યું છે. આ મેચને નિહાળવા માટે રૂપિયા 300, 500, 1500, 5000 અને 7000ની ટિકિટો રાખવામાં આવી છે, જેમાંથી રૂપિયા 1500, 5000 અને 7000ની તમામ ટિકિટો વેચાઈ ગઈ છે. તો બીજી તરફ રૂપિયા 300 અને 500ની ટિકિટનું ભારે વેચાણ જોવા મળી રહ્યું છે. ત્યારે કહી શકાય કે ગતરોજ કરતાં આજે ઇન્ડિયન માસ્ટર્સને સપોર્ટ કરવા માટે મોટી સંખ્યામાં પ્રેક્ષકોની હાજરી જોવા મળશે. પઠાણબંધુ આજની મેચમાં જોવા મળશે
આ સાથે વતનમાં અને હોમ ગ્રાઉન્ડમાં રમનારી આ મેચમાં વડોદરાના પઠાણબંધુ પણ આજે જોવા મળશે. આ બંને ખેલાડી પોતાના ઘરે પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે. આ બંને ભાઈ એકસાથે પોતાના હોમ ગ્રાઉન્ડમાં પર્ફોર્મ કરવાના છે, ત્યારે વડોદરાના ક્રિકેટપ્રેમીઓ સચિન તેંડુલકર સાથે ઇરફાન પઠાણ અને યુસુફ પઠાણને મેચ રમતા પ્રત્યક્ષ નિહાળી શકશે. IMLની કોટંબી સ્ટેડિમમાં 6 મેચ, 5 હજુ બાકી
22 ફેબ્રુઆરીથી આ લીગની શરૂઆત મુંબઇમાં થઈ હતી. ગતરોજથી વડોદરાના ઇન્ટરનેશનલ કોટંબી સ્ટેડિયમમાં મેચો શરૂ થઈ છે. ગતરોજ ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા માસ્ટર્સ વચ્ચે મેચ રમાઈ હતી, જેમાં શ્રીલંકા માસ્ટર્સની ત્રણ વિકેટે જીત થઈ હતી. આજે ભારત માસ્ટર્સ અને સાઉથ આફ્રિકા માસ્ટર્સ વચ્ચે મેચ રમાશે. આ સિવાય ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઇન્ડીઝની ટીમો રમશે. 28 ફેબ્રુઆરીથી 7 માર્ચ દરમિયાન 6 મેચ કોટંબી સ્ટેડિમમાં રમાવાની છે. 60 દિગ્ગજ કિક્રેટરો માસ્ટર લીગમાં રમશે
આ લીગમાં સચિન તેડુંલકર, યુવરાજ સિંહ, યુસુફ પઠાણ, ઈરફાન પઠાણ, કુમાર સાંગાકારા, બ્રાયન લારા, ઇયોન મોર્ગન, શેન વોટ્સન, શોન માર્શ, જેક કાલિસ, કેવિન પીટરસન, જોન્ટી રોડ્સ અને ક્રિશ ગેલ સહિતના 60 કિક્રેટર માસ્ટર્સ લીગમાં રમશે. આ ઉપરાંત ગવર્નિંગ કાઉન્સિલમાં સુનીલ ગાવસ્કર, સોન પોલોક, સર વિવ રિચર્ડ્સ પણ હાજર રહેશે. આ ઉપરાંત અમ્પાયર તરીકે સિમોન ટૌફલ અને બીલી બાઉડન હાજર રહેશે અને મેચ રેફરી તરીકે ગુડપ્પા વિશ્વનાથન રહેશે. મહાન ખેલાડીઓનું કૌવત ફરી એકવાર જોવા મળશે
ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગમાં સચિન તેંડુલકર, બ્રાયન લારા, શેન વોટ્સન, જેક્સ કાલિસ, કુમાર સંગાકારા અને ઇયોન મોર્ગન જેવા માસ્ટર્સને તેમની સંબંધિત 6 ટીમનું નેતૃત્વ કરી રહ્યા છે, જેથી આવા મહાન ખેલાડીઓનું ક્રીઝ પર કૌવત ફરી એકવાર જોવા મળશે. વડોદરા ખાતે આ સિરીઝ પૈકી 6 મેચ યોજાઈ રહી છે, જેની આજે બીજી મેચ છે, જેમાં ભારત, ઇંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડીઝના મહાન ખેલાડીઓ ફરી એકવાર ગ્રાઉન્ડ પર પોતાનો જાદુ પાથરશે. ઇન્ટરનેશનલ પ્રીમિયર લીગની વડોદરાની મેચોનું શિડ્યુલ ઈન્ડિયા માસ્ટર્સ ટીમ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments