CEPT યુનિવર્સિટી અમદાવાદમાં ICCSRના નેજા હેઠળ Viksit Bharat @2047ની થીમ પર “શહેરી શાસન અને ભારતીય શહેરોના ભાવિ વિકાસના સંચાલન” પર ધ્યાન કેન્દ્રિત કરીને એક પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં વિશ્વભરના પ્રતિષ્ઠિત પ્રેક્ટિશનરો, શિક્ષણવિદો, નીતિ નિર્માતાઓ, મ્યુનિસિપલ અધિકારીઓ અને વિચારશીલ નેતાઓ શહેરી શાસનમાં ડેટા-આધારિત અભિગમોની પરિવર્તનશીલ સંભાવના અને ભારતીય શહેરોના વિકાસના ભવિષ્યની ચર્ચા કરવા માટે એકત્ર થયા હતા. ટાઈપ B સીટી હવે ટાઈપ A બની રહી છે
આ અંગે માહિતી આપતાં CEPT યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટના સિનિયર એસોસિયેટ પ્રોફેસર મર્સી સેમ્યલે દિવ્ય ભાસ્કરને કહ્યું, આ સ્ટડી ઈન્ડિયન કાઉન્સિલ ફોર સોશિયલ સાયન્સ રિસર્ચ દ્વારા ફન્ડેડ કરવામાં આવી છે. જે ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયાની એપેક્ષ બોડી છે. તેમના દ્વારા વિકસિત ભારત માટે પ્રપોઝલ મંગાવવામાં આવ્યું હતું. જેમાં અમારું પ્રપોઝલ એ હતું કે ગુજરાતના જે નાના શહેરો છે ટાઈપ A,B,C,D જે મ્યુનિસિપાલ્ટી હોય છે તેમની બેઝ લાઈનને અસેસમેન્ટ કરવાનું કે, તેમનું મ્યુનિસિપલ ફાઈનાન્સ કઈ રીતે હાલમાં ચાલી રહ્યું છે. કેમ કે ધીરે ધીરે શહેરો છે તે મોટા થઈ રહ્યાં છે કેમ કે ટાઈપ B સીટી હવે ટાઈપ A બની રહી છે જ્યારે ટાઈપ A સીટી હવે મ્યુનિસિપલ કોર્પોરેશન બની રહી છે. આ જોતા તેમના પર મ્યુનિસિપલ સર્વિસ આપવાનું પ્રેસર છે અને તે ડિલિવર કરવા માટે તેમને મોટા પ્રમાણમાં ફંડ અને ફાઈનાન્સની જરૂર પડે છે. આવનારા 5થી 6 મહિનામાં આ સ્ટડીના ફાઈન્ડીંગ્સ આવશે
તેમણે વધુમાં કહ્યું કે, હાલમાં જે પણ ગ્રાન્ટ પર ચાલી રહી છે તેમણે પોતાની રીતે પણ ગ્રાન્ટ ઉભી કરવી પડશે પણ તે કેવી રીતે જનરેટ થશે તેનો પાથવે હજી સુધી નક્કી નથી. એટલે અમે આ સ્ટડીમાં એત બેઝલાઈન એસેસ્ટમેન્ટ કરીશું એ પછી સ્ટેટીસ્ટીક રિકમેન્ડેશન કરીશું દરેક સીટી અને સ્ટેટ વાઈઝ. આમાં લગભગ ગુજરાતની 32 જેટલી સીટીનો સમાવેશ છે જેના ઉપર અમે અભ્યાસ કરીશું. કેટલીક વાર એવું પણ કેટલીક જગ્યાએ બને છે કે લેજિસ્લેટીવ વિંક કામ કરે છે પણ તેમના અને એક્ઝીક્યુટીવ વિંગ વચ્ચે ગેપ રહે છે પરંતુ અમે કેટલીક જગ્યાએ એવું પણ જોયું છે કે જે એક્ઝીક્યુટીવ વિંગ છે ત્યાં ખૂબ જ ટર્નઓવર છે એટલે કે ત્યાં ના લિડર એક વર્ષ માટે કે ખૂબ જ ઓછા સમય માટે ત્યાં રહે છે ત્યાર બાદ તેમની ટ્રાન્સફર થઈ જાય છે અથવા તો તે જાતે લઈ લે છે એટલે જ્યારે કાર્ય કરવાવાળા વ્યક્તિ જ અવાર નવાર બદલાતા રહેશે તો એ શહેરને સંભાળવા અને એના માટે કોઈ ડિસિજન લેવા વિઝન ડેવલોપ કરવા માટેની એ ક્ષમતા નથી રહેતી. આવા કારણોસર પણ ગ્રાન્ટ પર ડિપેન્ડન્ટ થઈ જાય છે, જે પૈસા આવ્યાં અને જેના માટે આવ્યાં છે તે મુજબ જ કામ થાય. હાલમાં અમારો આ અભ્યાસ પૂર્ણ નથી થયો તેને શરૂ કર્યો છે પણ આવનારા 5થી 6 મહિનામાં આ સ્ટડીના ફાઈન્ડીંગ્સ આવશે. પહેલાં મ્યુનિસિપાલ્ટી હતી હવે કોર્પોરેશન થઈ ગયું
પ્રોફેસર મર્સી સેમ્યલે કહ્યું કે, અમે અભ્યાસના ભાગરૂપે જે સિટી લીધા છે તેમાં મોરબીનો સમાવેશ કર્યો છે. બેઝિક માહિતી પ્રમાણે આ સિટી પર હાલમાં ખૂબ જ પ્રેસર છે તેમણે બહું જ સ્કેલ અપ કરવું પડશે. કેમ કે એ સિટીનો જે વિસ્તાર હતો તે વધી ગયો છે. જેના કારણે ત્યાં પીવાનું પાણીની, કચરાના મેનેજમેન્ટની વ્યવસ્થા અને સ્ટ્રીટ લાઈટ જેવી સુવિધા ડેવલપ કરાવી પડશે એટલે અર્બન પ્લાનિંગ અને પ્રિપેરેશન પણ કરવું પડશે. કેમ કે પહેલાં મ્યુનિસિપાલ્ટી હતી હવે એક મ્યુનિસિપલ કોર્પોરેશન થઈ ગયું છે. એટલે હાલમાં બધી પ્રક્રિયા શરૂ થઈ છે જેના કારણે રિક્રૂટમેન્ટની પ્રક્રિયા હજી શરૂ થઈ છે પણ એ જોવું રહેશે કે તે કેટલી સારી રીતે ટ્રાન્જેશન થઈ શકે છે.