back to top
Homeગુજરાતઉત્તર ભારતમાં હિમવર્ષાથી ગુજરાતના વાતાવરણમાં થોડા અંશે પલટો:અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં છૂટા...

ઉત્તર ભારતમાં હિમવર્ષાથી ગુજરાતના વાતાવરણમાં થોડા અંશે પલટો:અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં છૂટા છવાયા વાદળો, આગામી 24 કલાક તાપમાનમાં 1 ડિગ્રીનો ઘટાડો થશે

ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષા અને વરસાદને કારણે ગુજરાતના વાતાવરણમાં થોડા અંશે પલટો આવ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી રાજ્યના મહત્તમ તાપમાનમાં ધીરે ધીરે ઘટાડો નોંધાયો છે તથા મહત્તમ તાપમાન સમાન્યથી નજીક પહોંચ્યું છે, પરંતુ લઘુત્તમ તાપમાન હાલમાં પણ યથાવત્ છે. આગામી 24 કલાક દરમિયાન હજુ પણ મહત્તમ તાપમાનમાં એકાદ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. ત્યાર બાદ તાપમાન યથાવત્ રહેશે. રાજસ્થાનની સિસ્ટમ અને ઉત્તર ભારતમાં હિમવર્ષાને કારણે ગુજરાતના વાતાવરણમાં આંશિક પલટો આવ્યો છે. મધ્ય ગુજરાતના ભાગોમાં ખાસ કરીને અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં છૂટા છવાયા વાદળો દેખાઈ શકે છે, પરંતુ વાદળો વાતાવરણના ઉપરીસ્તરમાં રહેશે. બીજા સપ્તાહથી જ અંગદજાળતી ગરમી અનુભવાશે
હવામાન વિભાગની આગાહી મુજબ માર્ચ મહિનાના શરૂઆતના દિવસોમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો થતાં જ ગરમીથી આંશિક રાહત મળી છે. પરંતુ બીજા સપ્તાહથી જ અંગદજાળતી ગરમીનો અનુભવ ગુજરાતવાસીઓને કરવો પડશે. હજુ પણ આગામી 24 કલાક દરમિયાન મહત્તમ તાપમાનમાં રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં એકાદ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. ત્યાર બાદ 48 કલાક દરમિયાન ગુજરાતનું મહત્તમ તાપમાન યથાવત્ રહેશે. જ્યારે લઘુત્તમ તાપમાન આગામી ત્રણ દિવસ દરમિયાન યથાવત્ રહેવાની શક્યતા છે. સૌથી વધુ તાપમાન રાજકોટમાં 35.5 ડિગ્રી નોંધાયું
છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના મોટાભાગના જિલ્લાઓનું મહત્તમ તાપમાન 35 ડિગ્રી કરતા ઓછું નોંધાયું હતું. પરંતુ સૌથી વધુ મહત્તમ તાપમાન સૌરાષ્ટ્રના રાજકોટમાં 35.5 ડિગ્રી નોંધાયું હતું. આ ઉપરાંત કચ્છના કંડલામાં અમરેલીમાં અને સુરેન્દ્રનગરમાં 35 ડિગ્રી કરતા વધુ મહત્તમ તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત અન્ય ત્રણ મહાનગરોમાં પણ મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. અમદાવાદમાં ગત રોજ 34.7 ડિગ્રી, વડોદરામાં 34.8 ડિગ્રી અને સુરતમાં 33.8 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments