કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના પિલવાઈ ગામની મુલાકાત લીધી હતી. તેઓ પોતાની પત્ની, પુત્ર જય શાહ અને પુત્રવધू સાથે સવારે 10:15 કલાકે ગામમાં પહોંચ્યા હતા મુખ્ય કાર્યક્રમમાં નવનિર્મિત ગોવર્ધન નાથજી મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ મંદિર 100 વર્ષથી વધુ જૂનું છે. શાહે મંદિરમાં ભગવાનની આરતી પણ કરી. તેમણે પોતાના સાસરી પક્ષના લોકો સાથે મુલાકાત કરી હતી. કાર્યક્રમ દરમિયાન શાહે શેઠ સી.જે. હાઈસ્કૂલ વિદ્યા ભવન અને સાંસ્કૃતિક ભવનનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, સાંસદ હરિભાઈ પટેલ અને રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક ઉપસ્થિત રહ્યા હતા. શાહના કૌટુંબિક સાળા મુકેશભાઈએ જણાવ્યું કે જૂના મંદિરમાંથી નવા મંદિરની સ્થાપના માટે અમિત શાહ પોતાના પરિવાર સાથે ખાસ આવ્યા હતા.