નરસિંહ મહેતા સરોવરના બ્યુટિફિકેશનની કામગીરી હવે આખરી તબક્કામાં છે. આ કામગીરી પૂર્ણ થતા એપ્રિલમાં નરસિંહ મહેતા સરોવરને ખુલ્લું મૂકાશે ગાંધીનગરની કંપનીને 60 કરોડ રૂપિયાનો વર્ક ઓર્ડર અપાયો હતો જેમાં ફેઝ વન માટે 35 કરોડ ફાળવાયા હતા, જેમાં રોકવે ટોયલેટ બ્લોક અને એન્ટ્રીગેટ સહિતના કામ થયા હતા. ત્યારબાદ જૂન 2024 માં ફેસ ટુ માટે વધુ 25 કરોડ રૂપિયા અપાયા હતા, જેમાં તળાવની ફરતે રીંગરોડ સહિતના કામ થયા છે. અહીં બાળકો માટેનો પ્લે એરિયા, ફૂડ ઝોન, વૃદ્ધો માટેની બેઠક વ્યવસ્થા સહિતની અનેક સુવિધા ઉભી કરાઇ છે. હાલમાં અહિં લાઇટીંગની કામગીરી કરવામાં આવી રહી હોય આ વિસ્તારમાં ઝળહળાટ જોવા મળી રહ્યો છે.અત્યંત આકર્ષક લાઇટીંગના કારણે ખાસ કરીને રાત્રિના સમયે અહિંનો નજારો કંઇક અલગ જ અનુભૂતિ કરાવી રહ્યો છે, અહીં માણો આ બ્યુટિફિકેશનના નાઇટ વિઝનનો સૌપ્રથમ ડ્રોન નજારો.