back to top
HomeગુજરાતIMLની મેચમાં રાહુલ શર્માની હેટ્રિક:'આ સ્પેશિયલ મુમેન્ટને મારી દીકરીને સમર્પિત કરું છું,...

IMLની મેચમાં રાહુલ શર્માની હેટ્રિક:’આ સ્પેશિયલ મુમેન્ટને મારી દીકરીને સમર્પિત કરું છું, ઈન્ડિયા ચેમ્પિયન ટ્રોફીમાં સેમી ફાઇનલ જીતશે તો ફાઈનલ પણ જીતશે’

વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગમાં ઈન્ડિયા માસ્ટર્સે સાઉથ આફ્રિકા માસ્ટર્સને હરાવ્યું છે. ત્યારે આ મેચમાં શ્રેષ્ટ પ્રદર્શન કરનાર રાહુલ શર્માની હેટ્રિક અંગે જણાવ્યું કે હેટ્રિક હંમેશા સ્પેશિયલ હોય છે જે મારી દીકરીને સમર્પિત કરું છું. મીડિયા સાથે વાતચીતમાં રાહુલ શર્માએ જણાવ્યું હતું કે, ટ્રોસ જીતી ફિલ્ડિંગ લેવી તે એટલું સરળ નથી હોતું. કેમ કે આ 20-20 ગેમ છે. જેવી રીતે તેઓએ શરૂઆત કરી હતી બે ઓવરમાં અને રન બન્યા હતા. ત્યાથી અમે ખૂબ સારી બોલિંગ કરી અને વાપસી કરી હતી. અમારું મુમેન્ટમ સાથે રહ્યું છે છેલ્લી બે મેચથી તે ખૂબ મદદરૂપ થાય છે. અમારો ગેમ પ્લાન એજ હતો કે પહેલા બોલિંગ કરીશું અને ડયુ વધારે પડે અને જેટલા જલ્દી આઉટ કરી શકીયે તેટલા જલ્દી બેટિંગ કરી શકાય અને તે જ પ્રમાણે થયું. નવી પીચ બાબતે જણાવ્યું હતું કે તેઓએ બેટિંગ સારી પીચ છે અને તેઓએ થોડી ઉતાવળ કરી છે. આજની હેટ્રિક અંગે જણાવ્યું હતું કે, હેટ્રિક હંમેશા સ્પેશિયલ રહેતી જ હોય છે. હું મેરીડ છું અને મારી દોઢ વર્ષની દીકરી અધ્યાયને હું તેના નામને ડેડિકેટ કરું છું. વધુમાં જણાવ્યું હતું કે, ખૂબ સારું લાગે છે કે ઇન્ટરનૅશનલ લેવલ પર આઉટ કરવું ખેલાડીને તે ખૂબ સારું લાગી રહ્યું છે. આગળની મેચો માટે જ્યારથી અહીંયા આવ્યા છીએ ત્યારથી અમે સારી પ્રેક્ટિસ કરી રહ્યા છીએ. અમારી સાથે નેટ પ્રેક્ટિસમાં સારી ફેસિલિટી અને સિનિયર ખેલાડીઓનો સાથ છે. સ્પિનર ટ્વીન્ટી ટ્વેન્ટીમાં સ્પિનર કંટ્રોલ કરે તો વિકેટમાં ચાન્સ વધારે હોય છે. મને લાગે છે કે તેઓએ ઉતાવળ કરી જેના કારણે તેઓની વિકેટો પરી છે. અનિલ કુંબલેને ફોલો કરું છું- રાહુલ શર્મા
વધુમાં જણાવ્યું કે, સાઉથ આફ્રિકાએ પણ સ્પિનરનો ઉપયોગ કર્યો તે બાબતે કહ્યું કે હું અનિલ કુંબલેને હંમેશા ફોલો કરું છું અને તેઓ મારા ગુરુ છે. સ્પિનર હંમેશા સ્ટેમ્પ્સમાં નાખે છે અને તે મુશ્કેલીમાં મૂકી શકે છે. બિલકુલ સચિન જ્યાં આવે છે ત્યાં સ્ટેડિયમ ફુલ હોય છે અને અમને પણ મોટીવેશન મળે રહ્યું છે. હવે નવા સ્ટેડિયમમાં ફેસિલિટી ખૂબ સારી મળી રહી છે. અમે આગળની મેચ જીતવા માટેજ રમીશું. ચેમ્પિયન ટ્રોફીને લઈને કહ્યું કે, ઈન્ડિયા પાકિસ્તાનની મેચ હંમેશા ટક્કર હોય છે. પરંતુ હવે પાકિસ્તાનની ટીમનો ગ્રાફ નીચે છે અને ઇન્ડિયન ટીમને તો તમે જોઈ જ શકો છો કે વિશ્વનો ટ્વેન્ટી ટ્વેન્ટી કપ જીતેલ છે. આ ચેમ્પિયન ટ્રોફી સેમિફાઇનલ જીતશે તો ચોકસ ચેમ્પિયન બનશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments