વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યાં છે. શનિવારે સાંજે વડાપ્રધાનનું જામનગરમાં આગમન થયું હતું. એરફોર્સ ખાતે મહાનુભાવો દ્વારા વડાપ્રધાન મોદીનું ભાવભર્યું સ્વાગત કરાયું હતું. જામનગર એરપોર્ટથી પાયલોટ બંગલા સુધી વડાપ્રધાન મોદીનો રોડ શો યોજાયો હતો. વડાપ્રધાનની એક ઝલક જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. જે બાદ વડાપ્રધાન મોદીએ સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કર્યું હતું. આજે વહેલી સવારે વડાપ્રધાન મોદી વનતારા પહોંચ્યા છે. જે બાદ વડાપ્રધાન સોમનાથ મહાદેવના દર્શન કરવા જશે. 3000 એકરના ગ્રીનબેલ્ટમાં આવેલું છે રેસ્ક્યૂ સેન્ટર
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા અનંત અંબાણીના સપના સમાન વનતારા(સ્ટાર ઓફ ફોરેસ્ટ)પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો હતો. આ પ્રોગ્રામ હેઠળ દેશ અને વિદેશમાં ઇજાગ્રસ્ત પ્રાણીઓનો બચાવ, સારવાર, સારસંભાળ અને પૂનર્વસનનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. રિલાયન્સની જામનગર સ્થિત રિફાઇનરીના સંકુલના 3000 એકરના ગ્રીનબેલ્ટમાં આ રેસ્ક્યૂ સેન્ટર ફેલાયેલું છે.