મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, દિગ્દર્શક એટલી કુમારે તેમની આગામી ફિલ્મમાંથી બોલિવૂડના ભાઈજાન સલમાન ખાનને બદલી નાખ્યા છે. એટલી હવે સલમાન ખાનની જગ્યાએ અલ્લુ અર્જુનને ફિલ્મમાં કાસ્ટ કરવા જઈ રહ્યા છે. પીપિંગ મૂનના રિપોર્ટ મુજબ, સલમાન ખાન ડિરેક્ટર એટલી કુમારની આગામી ફિલ્મમાં જોવા મળશે નહીં. એવું કહેવામાં આવી રહ્યું છે કે એટલી કુમારે આ નિર્ણય સલમાન ખાનની પાછલી ફિલ્મોના બોક્સ ઓફિસ પર ખરાબ પ્રદર્શનને કારણે લીધો છે. દિગ્દર્શક આ ફિલ્મ સલમાન ખાન અને રજનીકાંત સાથે બનાવવા માગતા હતા, પરંતુ હવે તેમણે સલમાન ખાનને બદલે અલ્લુ અર્જુનને ફિલ્મમાં કાસ્ટ કર્યો છે અને બીજા અભિનેતાની શોધમાં છે. આ ફિલ્મ સન પિક્ચર્સ દ્વારા બનાવવામાં આવશે અને તે 600 કરોડ રૂપિયાના બજેટમાં બનશે. આ એક્શનથી ભરપૂર ફિલ્મ પુનર્જન્મની થીમ પર આધારિત હશે. જેમાં ત્રણ અભિનેત્રીઓ જોવા મળશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જાહ્નવી કપૂર પણ આ ફિલ્મમાં કામ કરી શકે છે, પરંતુ જાહ્નવીના નામની હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ફિલ્મનું શૂટિંગ વર્ષના અંત સુધીમાં શરૂ થવાની ધારણા છે. હાલમાં આ ફિલ્મનું પ્રી-પ્રોડક્શન કામ ચાલી રહ્યું છે. સલમાન ખાનની આગામી ફિલ્મ ‘સિકંદર’ વિશે વાત કરીએ તો, આ ફિલ્મનું નિર્દેશન દક્ષિણના પ્રખ્યાત દિગ્દર્શક એ.આર. મુરુગદાસ કરી રહ્યા છે. આ ફિલ્મ 2025માં ઈદના અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં રશ્મિકા મંદાન્ના, કાજલ અગ્રવાલ, સત્યરાજ, શરમન જોશી અને પ્રતીક બબ્બર સહિત ઘણા કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.