ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 265 રનનો ટાર્ગેટ આપ્યો હતો. દુબઈ સ્ટેડિયમમાં કેપ્ટન સ્ટીવ સ્મિથના 73 રનની મદદથી કાંગારૂઓએ 264 રન બનાવ્યા. મોહમ્મદ શમીએ 3 વિકેટ લીધી. મંગળવારે ઘણી મોમેન્ટ્સ જોવા મળી. કોનોલી કૂપર આઉટ થયો ત્યારે કોહલીએ ભાંગડા કર્યા હતા. શ્રેયસ અય્યરના ડાયરેક્ટ હિટથી એલેક્સ કેરી રન આઉટ થયો. શમીએ પહેલી ઓવરમાં હેડનો કેચ છોડી દીધો. બોલ સ્ટમ્પ પર અથડાયો પણ બેઇલ્ડ ન પડતા સ્ટીવ સ્મિથ બોલ્ડ થતા બચી ગયો. IND vs AUS મેચની મુખ્ય મોમેન્ટ્સ વાંચો… 1. શમીએ પહેલી ઓવરમાં હેડનો કેચ ડ્રોપ કર્યો મોહમ્મદ શમીએ ઇનિંગની પહેલી જ ઓવરમાં ટ્રેવિસ હેડનો કેચ છોડી દીધો. તેણે ઓવરનો બીજો બોલ ગુડ લેન્થ પર ફેંક્યો. હેડ તેને ડિફેન્ડ કરવા માંગતો હતો, પરંતુ એડ્જ વાગતા બોલ શમી પાસે ગયો. શમીએ પ્રયાસ કર્યો પણ બોલ તેના હાથમાંથી સરકી ગયો. 2. રાહુલનો ડાઇવિંગ કેચ મોહમ્મદ શમીએ ઇનિંગની ત્રીજી ઓવરમાં ભારતને પહેલી સફળતા અપાવી. તેણે ઓવરના છેલ્લા બોલ પર કૂપર કોનોલીને વિકેટકીપર કેએલ રાહુલના હાથે કેચ આઉટ કરાવ્યો. ઑફ સ્ટમ્પની બહારનો બોલ એડ્જ વાગીને વિકેટકીપર રાહુલના હાથમાં ગયો. જ્યાં તેણે કેચ કરી લીધો. ૩. કૂપર આઉટ થયા પછી કોહલીનો ડાન્સ કૂપર કોનોલી આઉટ થયા પછી વિરાટ કોહલીએ ડાન્સ કર્યો હતો. તે મેદાનમાં ભાંગડા કરતો જોવા મળ્યો હતો. કૂપર ઝીરો પર આઉટ થયો હતો. 4. જાડેજાના થ્રો સામે હેડ રન આઉટ થતા બચ્યો ચોથી ઓવરમાં ટ્રેવિસ હેડને બીજીવાર લાઇફ લાઇન મળી. હાર્દિક પંડ્યાની ઓવરના પાંચમા બોલ પર, હેડે ડ્રાઇવ શોટ રમ્યો અને રન માટે દોડ્યો. બોલ પોઈન્ટ પર ઉભેલા રવીન્દ્ર જાડેજા પાસે ગયો. તેણે ફેંક્યો, પણ બોલ સ્ટમ્પની પેલે પારથી ગયો. ત્યારે હેડ હજુ ક્રિઝની અંદર પહોંચ્યો નહોતો અને તે સમયે હેડ 12 રન પર રમતમાં હતો. 5. વરુણે પહેલા જ બોલે વિકેટ લીધી, હેડ આઉટ થયો ઓસ્ટ્રેલિયાએ નવમી ઓવરમાં પોતાની બીજી વિકેટ ગુમાવી દીધી. અહીં ટ્રેવિસ હેડ 39 રન બનાવીને આઉટ થયો હતો. તે વરુણ ચક્રવર્તીના બોલ પર શુભમન ગિલના હાથે કેચ આઉટ થયો. વરુણ પહેલી ઓવર ફેંકી રહ્યો હતો. 6. સ્મિથ નસીબથી બચ્યો, બોલ સ્ટમ્પને અડ્યો પણ બેઇલ્સ પડી જ નહીં 14મી ઓવરમાં સ્ટીવ સ્મિથને લાઇફ લાઇન મળી મળી. અક્ષર પટેલનો બોલ બેટ પછી સ્ટમ્પ પર વાગ્યો, પણ બેલ્સ પડ્યા નહીં. આવી સ્થિતિમાં, સ્મિથ આઉટ થવાથી માંડ માંડ બચી ગયો. 7. સ્મિથને બીજીવાર લાઇફ લાઇન મળી, શમીએ ફોલો થ્રૂમાં કેચ છોડ્યો 22મી ઓવરમાં કેપ્ટન સ્ટીવ સ્મિથને બીજી વાર લાઇફ લાઇન મળી હતી. અહીં શમીએ પોતાની જ બોલિંગ પર સ્મિથનો કેચ છોડી દીધો. શમીએ ઓવરનો ચોથો બોલ ફેંક્યો અને સ્મિથે શોટ રમ્યો. બોલ શમીના ડાબા હાથે વાગ્યો અને કેચ ડ્રોપ થયો. 8. સ્મિથ ફૂલટૉસ બોલ પર બોલ્ડ થયો 37મી ઓવરમાં, મોહમ્મદ શમીએ સ્ટીવ સ્મિથને ફુલ-ટૉસ પર બોલ્ડ કર્યો. સ્ટીવ સ્મિથ બે વખત લાઇફ લાઇન મળ્યા બાદ આઉટ થયો હતો. શમીએ ઓવરનો ચોથો બોલ યોર્કર લેન્થનો ફેંક્યો. અહીં સ્મિથ મોટો શોટ રમવા માટે આગળ આવ્યો અને બોલ્ડ થઈ ગયો. 9. અય્યરના ડાયરેક્ટ હિટથી એલેક્સ કેરી પેવેલિયન ભેગો થયો 48મી ઓવરના પહેલા બોલ પર એલેક્સ કેરી રન આઉટ થયો હતો. કેરીએ હાર્દિક પંડ્યાની ઓવરનો પહેલો બોલ ફાઈન લેગ તરફ રમ્યો. અહીં, ફિલ્ડર શ્રેયસ અય્યરે સ્ટમ્પ પર સીધો થ્રો માર્યો અને કેરી બીજો રન લેતી વખતે રન આઉટ થયો.