ગુલમહોર ગ્રીન્સ – ગોલ્ફ અને કન્ટ્રી ક્લબ ખાતે બિમાવલે-ગો ગોલ્ફ 2025 કેલેન્ડરના ભાગરૂપે ગોલ્ફ ઇવેન્ટનું આયોજન કરાયું હતું. જેમાં ચેમ્પિયન ફેમિલી 2025માં 36 ગોલ્ફરોએ ભાગ લીધો હતો. નવજોત સિંહ અને એચએસ ભામરાની ટીમે અનુક્રમે 99 અને 93 ગ્રોસ અને કુલ 65 પોઈન્ટ સાથે પ્રથમ કેટેગરીમાં જીત મેળવી હતી. અવતાર અને સુખદેવ સિંહ પાનેસરની ટીમ અનુક્રમે 86 અને 112 ગ્રોસ અને કુલ 63 પોઈન્ટ સાથે કેટેગરીમાં રનર-અપ રહી હતી. દેવજીત અને સુખદેવ સિંહ પાનેસર બીજા કેટેગરીમાં અનુક્રમે 89 અને 106 ગ્રોસ અને 70 પોઈન્ટ સાથે ટોચ પર રહ્યા હતા. લક્ષ્મી અને વિવેક ચૌધરી અનુક્રમે 110 અને 112 ગ્રોસ અને 69 પોઈન્ટ સાથે રનર-અપ રહ્યા હતા. રિવાન અને નીરવ સોનીની ટીમ ત્રીજા વર્ગમાં અનુક્રમે 47 અને 60 ગ્રોસ અને 27 પોઈન્ટ સાથે વિજેતા રહી હતી. ત્રણેય વિજેતા ટીમને તેમના પ્રયાસો માટે 3,000 રિવોર્ડ પોઈન્ટ મળ્યા, જ્યારે રનર્સ-અપને 2,000 પોઈન્ટ મળ્યા. દેવજીત અને સુખદેવ સિંહ પાનેસર, યશ્વી અને દર્શિત શાહ અને ત્વિષા અને અનીશ પટેલને શ્રેષ્ઠ પોશાક પહેર્યા હતા.