ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી સેમિફાઈનલ આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. આ મેચ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં બપોરે 2:30 વાગ્યે શરૂ થશે. અહીં બંને ટીમ પહેલી વાર એકબીજાનો સામનો કરશે. બંને ટીમ ICC ટુર્નામેન્ટના નોકઆઉટમાં નવમી વખત આમને-સામને રમશે. અગાઉના મુકાબલામાં, બંને ટીમ 4-4 થી જીતી હતી. બંને ટીમ છેલ્લે 2023ના ODI વર્લ્ડ કપ ફાઈનલમાં એકબીજાનો સામનો કરી હતી, જ્યારે ઓસ્ટ્રેલિયા 6 વિકેટથી જીત્યું હતું. ભારત પાસે તે હારનો બદલો લેવાની તક છે. મેચ ડિટેઇલ્સ, સેમિફાઈનલ
IND Vs AUS
તારીખ: 4 માર્ચ
સ્ટેડિયમ: ઈન્ટરનેશનલ સ્ટેડિયમ, દુબઈ
સમય: ટૉસ – બપોરે 2:00 વાગ્યે, મેચ શરૂ – બપોરે 2.30 વાગ્યે વન-ડેમાં ઓસ્ટ્રેલિયાનો હાથ ઉપર
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધીમાં 151 વન-ડે મેચ રમાઈ છે. ભારતે 7 અને ઓસ્ટ્રેલિયાએ 10 જીત મેળવી. બંને ટીમ પહેલી વાર દુબઈમાં આમને-સામને થઈ રહી છે. ભારતે ટુર્નામેન્ટમાં તેની ત્રણેય મેચ આ મેદાન પર રમી હતી. જ્યારે ઓસ્ટ્રેલિયાએ ત્રણેય મેચ પાકિસ્તાનમાં રમી હતી. ICC ટુર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયા આગળ
ICC પાસે 2 ODI ટુર્નામેન્ટ છે, વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફી. આ ટુર્નામેન્ટમાં, બંને ટીમ 18 વખત ટકરાઈ હતી, જેમાંથી ભારતે 7 અને ઓસ્ટ્રેલિયાએ 10 વખત જીત મેળવી હતી. આ સમયગાળા દરમિયાન, એક મેચ અનિર્ણિત પણ રહી. જોકે, આ નવમી વખત હશે જ્યારે બંને ટીમ ICC ટુર્નામેન્ટના નોકઆઉટમાં આમને-સામને ટકરાશે. આ પહેલા રમાયેલી 8 મેચના પરિણામો સરખા રહ્યા હતા. બન્ને ટીમે ચાર-ચાર વખત જીત મેળવી છે. અય્યર ભારતનો ટૉપ સ્કોરર
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતના 2 ખેલાડીઓએ સદી ફટકારી હતી. શુભમન ગિલ અને વિરાટ કોહલી. શ્રેયસ અય્યરે પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ સામે ફિફ્ટી ફટકારી હતી. તે 3 મેચમાં 150 રન સાથે ટીમનો ટૉપ સ્કોરર છે. ટીમ તરફથી મોહમ્મદ શમી, વરુણ ચક્રવર્તી અને કુલદીપ યાદવે 5-5 વિકેટ લીધી છે. દ્વારશુઇસ ઓસ્ટ્રેલિયાનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર
ઓસ્ટ્રેલિયા ગ્રૂપ સ્ટેજમાં ફક્ત એક જ સંપૂર્ણ મેચ રમી શક્યું. ટીમે પહેલી મેચમાં ઇંગ્લેન્ડને 5 વિકેટથી હરાવ્યું હતું. સાઉથ આફ્રિકા અને અફઘાનિસ્તાન સામે ટીમના પરિણામો નોટઆઉટ રહ્યા. લિમિટેડ ઓવરની મેચમાં જોશ ઇંગ્લિસ ટીમનો સૌથી વધુ સ્કોરર હતો. તેણે 120* રન બનાવ્યા હતા. બેન દ્વારશઇસે 6 વિકેટ સાથે ટોચનો બોલર છે. પિચ રિપોર્ટ
દુબઈની પિચ પહેલા ઝડપી બોલરો માટે મદદરૂપ થતી હતી, પરંતુ ચેમ્પિયન્સ ટ્રોફીમાં સ્પિનરોએ પિચ પર પ્રભુત્વ જમાવ્યું હતું. પહેલી ઇનિંગમાં પેસ બોલરોએ સંપૂર્ણ પ્રભુત્વ મેળવ્યું અને બીજી ઇનિંગમાં સ્પિનરોએ. ટુર્નામેન્ટની 3 મેચમાં, પ્રથમ બેટિંગ કરનારી ટીમે 1 મેચ જીતી અને ચેઝ કરતી ટીમે 2 મેચ જીતી. છતાં, જો ટીમ દુબઈની પિચ પર ટૉસ જીતીને પહેલા બેટિંગ કરે છે, તો તેને ફાયદો થઈ શકે છે. અહીં ટુર્નામેન્ટમાં કોઈ પણ ટીમ 250 થી વધુનો સ્કોર કરી શકી નથી. આવી સ્થિતિમાં, જો પહેલી બેટિંગ કરતી ટીમ 265 કે તેથી વધુ રન બનાવે છે તો તે વિનિંગ સ્કોર બની શકે છે. વેધર અપડેટ
મંગળવારે દુબઈમાં વરસાદની કોઈ શક્યતા નથી. તાપમાન 21 થી 29 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેશે. 27 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. રાત્રે ઝાકળ પડવાની કોઈ શક્યતા નથી. બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-11
ભારત (IND): રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, હર્ષિત રાણા/વરુણ ચક્રવર્તી અને મોહમ્મદ શમી. ઓસ્ટ્રેલિયા (AUS): સ્ટીવ સ્મિથ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, જેક ફ્રેઝર મેગાર્ક/કૂપર કોનોલી, માર્નસ લાબુશેન, જોશ ઇંગ્લિસ (વિકેટકીપર), એલેક્સ કેરી, ગ્લેન મેક્સવેલ, એરોન હાર્ડી, બેન દ્વારશઇસ, એડમ ઝામ્પા અને તનવીર સંઘા.