મોરબી જિલ્લામાં ટ્રાફિક પોલીસે વિશેષ ડ્રાઇવ હાથ ધરી હતી. આ દરમિયાન 435 વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. પોલીસે કુલ 46 કેસ નોંધ્યા હતા. ચેકિંગ દરમિયાન નંબર પ્લેટ વગરના 21 વાહનો મળી આવ્યા હતા. માલ ઉપર તાલપત્રી નહીં લગાવનારા 8 વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. લાયસન્સ વગર વાહન ચલાવતા 9 ચાલકોને પકડ્યા હતા. રોંગ સાઇડ અને ઓવર સ્પીડના 5 કેસ નોંધાયા હતા. અડચણરૂપ પાર્કિંગના 3 કેસ નોંધવામાં આવ્યા હતા. પોલીસે મોટર વ્હીકલ એક્ટની કલમ 207 હેઠળ 10 વાહનો ડિટેઇન કર્યા હતા. ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા વાહનચાલકો પાસેથી કુલ 54,600 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો.