back to top
Homeમનોરંજનતમન્ના ભાટિયા અને વિજય વર્માનું બ્રેકઅપ?:સોશિયલ મીડિયા પરથી ફોટો હટાવ્યાં, 'લસ્ટ સ્ટોરીઝ...

તમન્ના ભાટિયા અને વિજય વર્માનું બ્રેકઅપ?:સોશિયલ મીડિયા પરથી ફોટો હટાવ્યાં, ‘લસ્ટ સ્ટોરીઝ 2’થી શરૂ થઈ હતી લવ સ્ટોરી

તમન્ના ભાટિયા અને વિજય વર્માનો 2023માં ગોવામાં સાથે ન્યૂ યર સેલિબ્રેશન કરતો વીડિયો વાઈરલ થયો હતો. વીડિયોમાં બંને એકબીજાને કિસ કરતા જોવા મળ્યા હતા. થોડા સમય પહેલા એવી પણ વાત સામે આવી હતી કે બંને એક એપાર્ટમેન્ટ જોવાં ગયાં હતાં. ત્યારથી બંનેના લગ્નની ચર્ચાઓ હેડલાઈનમાં રહી હતી. જોકે, હવે તેમના સંબંધો તૂટી ગયા હોવાના અહેવાલ સામે આવી રહ્યાં છે. થોડા અઠવાડિયા પહેલા તમન્ના અને વિજયનું બ્રેકઅપ થયું
પિંકવિલાના એક અહેવાલ મુજબ, તમન્ના અને વિજયે થોડા અઠવાડિયા પહેલા જ બ્રેકઅપ કરવાનો નિર્ણય લીધો હતો. એક સૂત્રએ જાણકારી આપી હતી કે, તમન્ના ભાટિયા અને વિજય વર્મા થોડા અઠવાડિયા પહેલા બ્રેકઅપ કરી લીધું છે, પરંતુ તેઓ સારા મિત્રો રહેશે. સોશિયલ મીડિયા પરથી એકબીજા સાથેના ફોટો હટાવી દીધા છે. એટલા માટે આ અટકળોને વેગ મળી રહ્યો છે. લાંબા સમયથી કરી રહ્યાં હતાં ડેટ
વિજય વર્મા અને તમન્ના ભાટિયા છેલ્લા કેટલાક સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં. બંને ઘણીવાર સાથે જોવા મળે છે. થોડાં સમય પહેલા એક ઈન્ટરવ્યૂમાં વિજયે તેના અને તમન્નાના બોન્ડિંગ વિશે વાત કરી હતી. તેણે કહ્યું કે જ્યારે તેમની ડેટિંગના સમાચાર સામે આવ્યા તો લોકોની પ્રતિક્રિયાએ તેમને આશ્ચર્યચકિત કરી દીધા. Mashable India સાથે વાત કરતી વખતે વિજયે કહ્યું, લોકોને મારી લવ લાઈફમાં કેટલો રસ છે તે જોઈને હું ચોંકી ગયો હતો, પરંતુ હવે મને તેની આદત પડી ગઈ છે. તેણીએ એમ પણ કહ્યું કે તેનો સંબંધ મજબૂત અને પ્રેમાળ છે અને તે હવે પબ્લિક અટેંશનનો આનંદ માણી રહ્યા છે. લસ્ટ સ્ટોરીઝ 2’થી શરૂ થઈ હતી લવ સ્ટોરી
વિજય અને તમન્ના વચ્ચેના સંબંધો ‘લસ્ટ સ્ટોરીઝ 2’ના શૂટિંગ પછી શરૂ થયા હતા. શૂટિંગ દરમિયાન, તે બંને ફક્ત કો-સ્ટાર હતા અને સેટ પર એકબીજા સાથે પ્રોફેશનલ રીતે વ્યવહાર કરતા હતા. શૂટિંગ પૂરું થયા પછી વિજયે તમન્નાને ડેટ પર પૂછ્યું અને ધીમે ધીમે બંને નજીક આવ્યા. તમન્નાએ ગયા વર્ષે જૂનમાં એક ઈન્ટરવ્યુમાં આ સંબંધની સત્તાવાર પુષ્ટિ કરી હતી. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તમન્ના ભાટિયા ટૂંક સમયમાં અવિનાશ તિવારી અને જિમી શેરગિલ સાથે ‘સિકંદર કા મુકદ્દર’માં જોવા મળશે. આ ફિલ્મ એક એક્શન-થ્રિલર છે, જેનું નિર્દેશન નીરજ પાંડેએ કર્યું છે. ફિલ્મમાં દિવ્યા દત્તા અને ઝોયા અફરોઝ પણ મહત્વની ભૂમિકામાં છે. તે જ સમયે, વિજય ‘મિર્ઝાપુર 3’માં જોવા મળ્યો છે અને તે ‘મટકા કિંગ’ અને ‘સૂર્યા 23’ જેવી ફિલ્મોમાં જોવા મળશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments