back to top
Homeગુજરાતતમામ ગતિવિધિનો હવે રેકોર્ડ રહેશે:શહેરના તમામ પીઆઈ.... તમે હવે CCTV કેમેરાની નજરમાં...

તમામ ગતિવિધિનો હવે રેકોર્ડ રહેશે:શહેરના તમામ પીઆઈ…. તમે હવે CCTV કેમેરાની નજરમાં છો, 24 કલાક વોચ રહેશે

શહેરના તમામ પોલીસ સ્ટેશનના પીઆઈની ચેમ્બરમાં હવે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જેનાથી તેઓ હવે 24 કલાક કેમેરાની નજર કેદમાં રહેશે. પીઆઈ પોલીસ સ્ટેશનમાં હાજર છે કે નહીં, ચેમ્બરમાં બેઠા બેઠા કોની સાથે શું વાત કરી, પીઆઈને મળવા કોણ આવ્યું તે તમામ બાબતો ઉપર હવે બાજ નજર રહેશે. તમામ પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી લગાવવા માટે હાઈકોર્ટે અવાર નવાર ગૃહ વિભાગ અને ડીજીપીને ટકોર કરી રહી હતી. જેના ભાગરૂપે પોલીસ સ્ટેશનના પીએસઓની કેબિન, લોકઅપ, ફરિયાદ રૂમ, વેઈટિંગ રૂમ, પોલીસ સ્ટેશનની બહારનો વિસ્તાર કવર થાય તે રીતે સીસીટીવી કેમેરા લગાવાયા હતા. પરંતુ ડીસ્ટાફની ઓફિસોમાં તેમજ પીઆઈની ચેમ્બરોમાં સીસીટીવી કેમેરા લગાવાયા ન હતા. જો કે હાઈકોર્ટ અને ઉપરી અધિકારીઓની ટકોર બાદ આખા પોલીસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા લગાવાયા હતા. જ્યારે છેલ્લા એક અઠવાડિયાની અંદર તમામ પોલીસ સ્ટેશનના પીઆઈની ચેમ્બરોમાં સીસીટીવી કેમેરા લગાવી દેવામાં આવ્યા છે. જેનાથી તેમના પર બાજ નજર રાખી શકાશે. પીઆઈને કોણ મળવા આવ્યું, શું વાત થઈ તે તમામ ગતિવિધિનો હવે રેકોર્ડ રહેશે 1 માસ સુધી ફરજિયાત રેકોર્ડિંગ રાખવું પડશે પોલીસ સ્ટેશનોમાં લાગેલા સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ 1 મહિના સુધી ફરજિયાત રાખવું પડે છે. તેવી જ રીતે પીઆઈની ચેમ્બરમાં લાગેલા સીસીટીવી કેમેરાનું ઓડિયો અને વીડિયો રેકોર્ડિંગ પણ રાખવંુ પડશે. જેથી ચેમ્બરમાં બેઠા બેઠા પીઆઈએ કોની સાથે શું વાત કરી અને તેમને મળવા કોણ આવ્યં હતું તેનો તમામ રેકોર્ડ રહી શકે. કેમેરા લાગતા PI સમયસર આવતા થઈ ગયા મોટાભાગના પોલીસ સ્ટેશનના પીઆઈ સવારે1 1થી 12 વાગ્યાની વચ્ચે પોલીસ સ્ટેશન આવતા હતા. જો કે પીઆઈની કેબિનમાં સીસીટીવી લાગી જવાથી કેટલાક પીઆઈએ તો હવે 10 વાગ્યે પોલીસ સ્ટેશન આવવાનું ચાલુ કરી દીધંુ છે. જ્યારે કેટલાકે તો બપોરે ઘરે જમવા જવાનું પણ બંધ કરી દીધંુ છે અને સતત કેબિનમાં જ હાજર રહે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments