સિંગર મીકા સિંહે બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર સાથે વેબ સિરીઝમાં કામ કરવાનો પોતાનો અનુભવ શેર કર્યો હતો. એક ઇન્ટરવ્યૂમાં, મીકાએ કહ્યું છે કે ક્રાઇમ થ્રિલર વેબ સિરીઝ ‘ડેન્જરસ’ માં એક્ટ્રેસ બિપાશા બાસુ સાથે કામ કરવાનો અનુભવ તેના માટે ખૂબ જ ખરાબ હતો. મીકા સિંહના આ નિવેદન પર બિપાશા બાસુએ વળતો પ્રહાર કર્યો છે. એકટ્રેસ બિપાશા બાસુએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી અને લખ્યું – ટોક્સિક લોકો અરાજકતા ફેલાવે છે, આંગળી ચીંધે છે, દોષારોપણ કરે છે અને જવાબદારી લેવાનું ટાળે છે. ટોક્સિક અને નકારાત્મકતાથી દૂર રહો. ભગવાન બધાનું ભલું કરે. વેબ સિરીઝ ‘ડેન્જરસ’નું મેકિંગ સિગંર મીકા સિંહે વિક્રમ ભટ્ટ સાથે મળીને કર્યું હતું. પિંકવિલા સાથેના એક ઇન્ટરવ્યૂમાં, સિંગરે કહ્યું હતું કે સિરીઝમાં કામ કરતી વખતે બિપાશા ખૂબ નખરાઓ કરતી હતી. આ વલણને કારણે આજે તેને કોઈ કામ આપી રહ્યું નથી. ભગવાન બધું જોઈ રહ્યા છે. મને બિપાશાના પતિ કરણ ગ્રોવર ખૂબ ગમતાં હતાં અને હું તેમની સાથે 4 કરોડ રૂપિયાના બજેટમાં વેબ સિરીઝ બનાવવા માગતો હતો, પરંતુ બિપાશા અને કરણને કારણે બજેટ વધીને 14 કરોડ રૂપિયા થઈ ગયું. મીકા સિંહે વધુમાં જણાવ્યું કે બિપાશાએ શૂટિંગ દરમિયાન ઘણા નાટકો કરતી. આ કારણે, તેને હંમેશા અફસોસ રહેશે કે તેણે વેબ સિરીઝ કેમ બનાવી. સિંગરે એમ પણ કહ્યું કે તેણે ક્યારેય પેમેન્ટ આપવામાં વિલંબ નથી કર્યો તો પણ ડબિંગની વાત આવી ત્યારે, કોઈને કોઈને બહાનું આપતી. ક્યારે બિપાશા પોતે બીમારનું નાટક કરતી તો ક્યારેક કરણ બીમારનું નાટક કરતો. વેબ સિરીઝ ‘ડેન્જરસ’ વિશે વાત કરીએ તો, તે 2020માં OTT પ્લેટફોર્મ MX ઓરિજિનલ પર સ્ટ્રીમ થઈ હતી. આ સિરીઝનું ડિરેક્શન ભૂષણ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.