ભારત સરકારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને 2.81 બિલિયન ડોલર એટલે કે રૂ. 24,522 કરોડની ડિમાન્ડ નોટિસ મોકલી છે. કંપનીને પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય તરફથી આ નોટિસ મળી છે. દિલ્હી હાઈકોર્ટના નિર્ણય બાદ કંપનીને આ નોટિસ ફટકારવામાં આવી હતી. આ મામલો ONGC બ્લોક (KG-D6) સાથે સંબંધિત છે. જે અંતર્ગત રિલાયન્સ પર ONGC બ્લોકમાંથી ગેસનું માઈગ્રેશન કરવાનો આરોપ છે. આ મામલો ઈન્ટરનેશનલ કોર્ટમાં પહોંચ્યો હતો, ત્યારબાદ ઈન્ટરનેશનલ મધ્યસ્થીએ વર્ષ 2018માં રિલાયન્સ લેડ કન્સોર્ટિયમના પક્ષમાં 1.55 બિલિયન ડોલર એટલે કે 13,528 કરોડ રૂપિયાનો ચુકાદો સંભળાવ્યો હતો. મે 2023માં, સિંગલ જજની બેન્ચે રિલાયન્સની તરફેણમાં ચુકાદો સંભળાવ્યો હતો આ ચુકાદાને ભારત સરકારે દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો હતો. મે 2023માં, સિંગલ જજની બેન્ચે રિલાયન્સની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. સરકારે તેને ફરીથી ડિવિઝન બેન્ચ સમક્ષ પડકાર્યો. હવે દિલ્હી હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે સિંગલ જજના આ ચુકાદાને પલટાવી દીધો છે. જે બાદ ભારત સરકાર દ્વારા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને આ નવી ડિમાન્ડ નોટિસ મોકલવામાં આવી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર આજે 0.41% ઘટ્યા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર આજે (મંગળવાર, 4 માર્ચ) 0.41% ના ઘટાડા સાથે રૂ. 1,166 પર ટ્રેડ થઈ રહ્યા હતા. કંપનીનો શેર છેલ્લા 5 દિવસમાં 3.05% અને એક મહિનામાં 9.26% ઘટ્યો છે. છેલ્લા 6 મહિનામાં 23.00% અને એક વર્ષમાં 22.64%નો ઘટાડો થયો છે. રિલાયન્સને ત્રીજા ક્વાર્ટરમાં 18,540 કરોડનો નફો થયો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે 16 જાન્યુઆરીના રોજ નાણાકીય વર્ષ 2024-25 માટે તેના ત્રીજા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા. કંપનીએ ત્રીજા ક્વાર્ટરમાં 18,540 કરોડ રૂપિયાનો નફો કર્યો છે. વાર્ષિક ધોરણે 7.38% નો વધારો થયો છે. એક વર્ષ પહેલાના સમાન ક્વાર્ટરમાં કંપનીનો કોન્સોલિડેટેડ નેટ પ્રોફિટ રૂ. 17,265 કરોડ રહ્યો હતો. જ્યારે ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીની કાર્યકારી આવક 2.44 લાખ કરોડ રૂપિયા રહી હતી. એક વર્ષ પહેલાના સમાન ક્વાર્ટરમાં, કંપનીએ રૂ. 2.28 લાખ કરોડની આવક મેળવી હતી. વાર્ષિક ધોરણે 7% નો વધારો થયો છે. માલ અને સેવાઓના વેચાણથી મળતી રકમને આવક કહેવામાં આવે છે. રિલાયન્સ ભારતની સૌથી મોટી પ્રાઈવેટ સેક્ટરની કંપની છે રિલાયન્સ ભારતની સૌથી મોટી પ્રાઈવેટ સેક્ટરની કંપની છે. તે હાલમાં હાઇડ્રોકાર્બન એક્સપ્લોરેશન અને પ્રોડક્શન, પેટ્રોલિયમ રિફાઇનિંગ અને માર્કેટિંગ, પેટ્રોકેમિકલ્સ, એડવાન્સ સામગ્રી અને કમ્પોઝિટ, રિન્યુએબલ એનર્જી, ડિજિટલ સેવાઓ અને રિટેલ સેક્ટર કાર્યરત છે.