back to top
Homeભારતસંભલની જામા મસ્જિદ હવે વિવાદિત માળખું કહેવાશે:હિન્દુ પક્ષે કહ્યું- તેઓ મસ્જિદ કહેશે...

સંભલની જામા મસ્જિદ હવે વિવાદિત માળખું કહેવાશે:હિન્દુ પક્ષે કહ્યું- તેઓ મસ્જિદ કહેશે તો અમે મંદિર, ત્યારે અલ્હાબાદ હાઈકોર્ટે આદેશ આપ્યો

મંગળવારે સુનાવણી દરમિયાન અલ્હાબાદ હાઈકોર્ટે સંભલની શાહી જામા મસ્જિદને વિવાદિત માળખું જાહેર કર્યું. કોર્ટ મસ્જિદના રંગકામની માગ કરતી અરજી પર સુનાવણી કરી રહી હતી. હિન્દુ પક્ષના વકીલ હરિશંકર જૈને કહ્યું- જો તેઓ (મુસ્લિમ પક્ષ) તેને મસ્જિદ કહે છે, તો અમે તેને મંદિર કહીશું. રામ મંદિર કેસમાં પણ તેને (બાબરી મસ્જિદ) વિવાદિત માળખું કહેવામાં આવ્યું હતું. આ પછી, જસ્ટિસ રોહિત રંજન અગ્રવાલે સ્ટેનોને વિવાદિત માળખું શબ્દો લખવા કહ્યું. હવે અલ્હાબાદ હાઈકોર્ટ 10 માર્ચે મસ્જિદ સમિતિની અરજી પર સુનાવણી કરશે. મસ્જિદ સમિતિની માગ- ASI રિપોર્ટને ફગાવી દેવો જોઈએ
સુનાવણી દરમિયાન મસ્જિદ સમિતિએ ASI રિપોર્ટ સામે વાંધો વ્યક્ત કર્યો. ASIએ મસ્જિદ સમિતિ દ્વારા ઉઠાવવામાં આવેલા વાંધાના જવાબ માટે સમય માંગ્યો. જે બાદ કોર્ટે ASIને જવાબ દાખલ કરવા માટે સમય આપ્યો છે. મસ્જિદ સમિતિનું કહેવું છે કે, મસ્જિદની સફાઈ શરૂ થઈ ગઈ છે, પરંતુ નમાજ માટે સફેદ રંગ કરવાની પણ મંજૂરી આપવી જોઈએ. આ ઉપરાંત, મસ્જિદ સમિતિએ હાઇકોર્ટમાં ASI રિપોર્ટને ફગાવી દેવાની માગ કરી હતી. કહ્યું કે, ASI માલિક નહીં, પણ રક્ષક છે. ASIએ કહ્યું- મસ્જિદમાં સફેદ રંગ કરવાની જરૂર જણાતી નથી
ASIના વકીલે કહ્યું કે અમને મસ્જિદમાં સફેદ રંગ કરવાની જરૂર દેખાતી નથી. છેલ્લી સુનાવણીમાં, ASI એ તેના રિપોર્ટમાં કહ્યું હતું કે સફેદ રંગની કોઈ જરૂર નથી, સફાઈ કરી શકાય છે. હાઈકોર્ટે મસ્જિદ સમિતિને ASI રિપોર્ટ સામે વાંધો નોંધાવવાની મંજૂરી આપી હતી. હકીકતમાં, સંભલની જામા મસ્જિદ મેનેજમેન્ટ કમિટીએ રમઝાન મહિનાને ધ્યાનમાં રાખીને સંભલની જામા મસ્જિદને સફેદ રંગ અને સાફ કરવાની માગ કરતી અરજી દાખલ કરી હતી. 28 ફેબ્રુઆરીના રોજ જારી કરાયેલા એક આદેશમાં કોર્ટે ASIને મસ્જિદ પરિસરની સફાઈ કરવાનો નિર્દેશ આપ્યો હતો, પરંતુ રમઝાન પહેલા સફેદ રંગની મંજૂરી આપી ન હતી. કોર્ટે મસ્જિદનું નિરીક્ષણ કરવા અને તેની સ્થિતિ અંગે વ્યાપક અહેવાલ રજૂ કરવા માટે 3 સભ્યોની ASI ટીમની રચના કરવાનો પણ આદેશ આપ્યો હતો. મુસ્લિમ પક્ષની હાજરીમાં નિરીક્ષણ
28 ફેબ્રુઆરીની સાંજે, ASI ટીમે જામા મસ્જિદનો સર્વે કર્યો. મુસ્લિમ પક્ષના વકીલ ઝફર અલી પણ હાજર હતા. ASIના વકીલ મનોજ કુમાર સિંહે જણાવ્યું હતું કે, મસ્જિદના મુતવલ્લીની હાજરીમાં નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમાં મળી આવ્યું… હિન્દુ પક્ષનો દાવો- હરિહર મંદિર તોડીને જામા મસ્જિદ બનાવવામાં આવી હતી
હિન્દુ પક્ષનો દાવો છે કે જામા મસ્જિદ પહેલા હરિહર મંદિર હતું જેને 1529માં બાબર દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું અને તેને મસ્જિદમાં પરિવર્તિત કરવામાં આવ્યું હતું. આ અંગે 19 નવેમ્બર 2024ના રોજ સંભલ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. તે જ દિવસે, સિવિલ જજ સિનિયર ડિવિઝન આદિત્ય સિંહે મસ્જિદની અંદર સર્વે કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે રમેશ સિંહ રાઘવને એડવોકેટ કમિશનર તરીકે નિયુક્ત કર્યા. તે જ દિવસે સાંજે ચાર વાગ્યે ટીમ સર્વે માટે મસ્જિદ પહોંચી. 2 કલાક સર્વે કર્યો. જોકે, તે દિવસે સર્વે પૂર્ણ થયો ન હતો. આ પછી સર્વે ટીમ 24 નવેમ્બરના રોજ જામા મસ્જિદ પહોંચી. બપોરે મસ્જિદની અંદર સર્વે ચાલી રહ્યો હતો. આ સમય દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. ટોળાએ પોલીસ ટીમ પર પથ્થરમારો કર્યો. આ પછી હિંસા ફાટી નીકળી. આમાં, ગોળી વાગવાથી 4 લોકોના મોત થયા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments