back to top
Homeગુજરાતહરિયાણામાં અમદાવાદ પોલીસને ગ્રામજનોએ ઘેરી:મહામહેનતે આરોપીને ઝડપ્યો, 10 પાસ યુવકે વિરમગામના વેપારીના...

હરિયાણામાં અમદાવાદ પોલીસને ગ્રામજનોએ ઘેરી:મહામહેનતે આરોપીને ઝડપ્યો, 10 પાસ યુવકે વિરમગામના વેપારીના 17 લાખ પડાવ્યા

સાયબર ક્રાઇમની વાત આવે તો સૌથી પહેલા ગેંગ જામતારાની હોય તેમ માનવામાં આવતું હતું. પરંતુ હવે અન્ય રાજયની ગેગ પણ સક્રિય બની છે.અમદાવાદ જિલ્લા પોલીસ એક કેસની તપાસ કરતા કરતા હરિયાણાના નુહ પહોંચી જ્યાં આરોપીને પકડવા પોલીસ કોઈની અતિમયાત્રા જોડાઈ પણ સ્થાનિકોને ખબર પડતાં લોકોએ તેમને ઘેરી વળ્યાં હતા. આ દરમિયાન અમદાવાદ જિલ્લા એસપી તરત સક્રિય થયા અને સ્થનીક ડીએસપીની મદદથી આખું ઓપરેશન હાથ ધર્યું હતું .પોલીસ જયારે આરોપીને પકડ્યો ત્યારે તેણે પોલીસને કહ્યું સાહેબ અહીંયા બધા આ જ કરે છે અને મને મિત્રએ શીખવાડ્યું છે. આખરે પોલીસ 10 પાસ આરોપીને લાખોના ચિટિંગમાં.અમદાવાદ લઇ આવી છે. ગેમમાં રકમ જીત્યાનું કહીં 17 લાખની છેતરપિંડી કરી હતી
અમદાવાદ જિલ્લાના વિરમગામના જાણીતા સાડીના વેપારી જતીનભાઈને માર્ચ 2024 થી જ્યારે અલગ અલગ આઈપીએલ, વર્લ્ડ કપ સહિતની મેચની સિરીઝ ચાલતી હતી તે દરમિયાન તેમના મોબાઈલ પર વોટ્સેપમાં એક લિંક આવી હતી.જેમાં ક્લિક કરતા ડ્રીમ ઇલેવન ડ્રીમ ટીમ સહિત અલગ અલગ નામના ફેસબુક પેજ ખુલતા હતા. જેમાં યોગ્ય ટીમ બનાવી સારું વળતર અપાવી દેવાની લાલચ આપી હતી.ફરિયાદી જતીનભાઈ લાલચમાં આવી શરૂઆતમાં થોડા રૂપિયાનું રોકાણ કર્યું હતું જે બાદ તેને વોટસએપ પર સ્ક્રીનશોટ આવ્યો હતો જેમાં તેઓની ટીમ સાડા ત્રણ લાખ રૂપિયા જીતી હોવાનું બતાવવામાં આવ્યું હતુ, જે પેટે તેમને જીતની રકમના 50 ટકા આપવા પડશે તેવું કહી દોઢ લાખ રૂપિયા એક એકાઉન્ટમાં જમા કરાવડાવ્યા હતા અને આ રીતે વેપારી જતીનભાઈ પાસેથી અલગ અલગ સમયે 17 લાખથી વધુની રકમ પડાવી લીધી હતી. વેપારી જતીનભાઈને તેના રૂપિયા પરત નહી મળતા તેને પોતાની સાથે છેતરપિંડી થયા હોવાનું ખ્યાલ આવતા તેને વિરમગામ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. વિરમગામના વેપારીને છેતરનાર આરોપી હરિયાણામાંથી ઝડપાયો
વેપારી જતીનભાઈએ નવેમ્બર 2024 દરમિયાન ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે ત્રણ મહિના સુધી વિરમગામ પોલીસ ટેકનિકલ સોર્સ આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. જે દરમ્યાન આરોપીની માહિતી મળતાં વિરમગામ ટાઉન પોલીસની એક ટીમ હરિયાણાના નૂહ જિલ્લાના એક ગામમાં આરોપીની ધરપકડ કરવા માટે પહોંચી હતી. પોલીસ દ્વારા વેશપલટો કરી આરોપીની ધરપકડ કરવા માટે પહોંચી હતી, જે દરમિયાન એ ગામમાં બેસણું ચાલતું હતું જેમાં પોલીસ પહોંચી હતી અને આરોપી વિશે તમામ માહિતી મેળવી હતી. જોકે ગામ લોકોને ખ્યાલ આવી જતા વિરમગામ પોલીસના સ્ટાફને ઘેરી લીધો હતો. જે બાદ સ્થાનિક પોલીસની મદદથી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.પોલીસે મુલ્થાન મુડબાસ ગામથી આરોપી મોહમ્મદ એફ ધરપકડ કરી છે પોલીસે તેના ઘરનું પણ સર્ચ કર્યું હતું. આરોપી પાસેથી મોબાઇલ તેમજ 4.50 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. પોલીસે સમગ્ર કેસમાં અલગ અલગ 47 જેટલા બેન્ક એકાઉન્ટ પણ ફ્રીઝ કરવામાં આવ્યા છે જેની પણ તપાસ શરૂ કરવામાં આવી છે. ગામના અન્ય યુવક પાસેથી જ કેફ ફ્રોડ કરતા શીખ્યો હતો
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલો આરોપી મોહમ્મદ કેફ છેલ્લા ઘણા સમયથી તેના ગામમાં રહીને દેશના અલગ અલગ લોકો સાથે ફ્રોડ કરતો હતો, એટલું જ નહીં પરંતુ આ ગામના અન્ય લોકો પણ સાયબર ફ્રોડને અંજામ આપતી પ્રવૃત્તિ સાથે જોડાયેલા હતા. આરોપી મોહમ્મદ કેફ થોડા સમયથી જ સાયબર ફ્રોડ કરતા શીખ્યો હતો અને તેણે પોતે જ ફેસબુક પેજ તેમજ વોટ્સએપ લિંક સહિતની ટેકનિકલ વસ્તુઓ બનાવી હતી. આરોપી મોહમ્મદ કેફ પોતાની રીતે જ સાયબર ફ્રોડને અંજામ આપતો હતો. જોકે હજી તે સાઇબર ફ્રોડ કરતાં શીખ્યો હતો તેથી અમુક ટેકનિકલ ખામીઓ રહી ગઈ હતી જેના આધારે વિરમગામ પોલીસ આરોપી સુધી પહોંચી હતી. રૂ. 399 ભરાવીને ખાતા ખોલવામાં આવતા હતા
આરોપી મોહમ્મદ કેફ ફેસબુક પર ડ્રીમ ઇલેવન વિનિંગ નામનું પેજ બનાવી તેને રોજેરોજ બુસ્ટ કરાવતો હતો જેથી તે વધારેમાં વધારે લોકો સુધી પહોંચી શકે. સોશિયલ મીડિયા પર જે લોકો તેમાં આપેલી લીંક પર ક્લિક કરતા હતા ત્યારે આરોપી તેનો મોબાઈલ નંબર મેળવી લોકોનો સંપર્ક કરતો હતો અને ડ્રીમ ઇલેવન ટીમ બાબતે લોકોને સમજાવી તેમાં શરૂઆતમાં 399 રૂપિયા ભરી ખાતું ખોલાવડાવતો હતો. આરોપી મોહમ્મદ કેફ સામેની વ્યક્તિને વિશ્વાસ આપતો હતો કે તેમના દ્વારા જે ટીમ બનાવવામાં આવશે તે ચોક્કસ વિજેતા બનશે તેમ કહી લોકોને પહેલા ત્રણથી ચાર લાખ વિજેતા થયા હોવાનો સ્ક્રીનશોટ મોકલતો હતો અને તે રૂપિયા મેળવવા માટે અલગ અલગ ટેક્સ ચૂકવવા પડશે તેમજ જીતેલી રકમના 50% તેમને આપવા પડશે તેવું કહી લોકો પાસેથી છેતરપિંડી કરતો હતો. હાલ તો વિરમગામ ટાઉન પોલીસે આરોપી મોહમ્મદ કેફની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસ કરી રહી છે કે મોહમ્મદ કેફ દ્વારા અન્ય કોઈ લોકોને તેમનો ભોગ બનાવ્યો છે કે કેમ અથવા તો મોહમ્મદ કેફની સાથે અન્ય કોઈ લોકો સામેલ છે કે કેમ. આ ઉપરાંત પોલીસ દ્વારા આરોપી મોહમ્મદ કેફની મિલકત પરથી ભોગ બનનાર ફરિયાદીના અન્ય રૂપિયા કઈ રીતે રિકવર થઈ શકે છે તેની પણ તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments