જાન્યુઆરી 2025માં લેવાયેલી સીએ ઈન્ટર અને ફાઉન્ડેશન પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. જેમાં અમદાવાદ સેન્ટરનું ગત પરીક્ષા કરતા સાત ગણું વધારે પરિણામ આવ્યું છે. અમદાવાદની વિધિ તલાટીએ ઓલ ઈન્ડિયામાં 12મો રેન્ક મેળવ્યો છે. તો વડોદરાના 4 વિદ્યાર્થીઓએ દેશના ટોપ 50માં સ્થાન મેળવ્યું છે. જેમાં પ્રોવિઝન સ્ટોર ચલાવતા પિતાના પુત્રએ પણ પરીક્ષા પાસ કરી ઓલ ઈન્ડિયામાં 38મો રેન્ક મેળવ્યો છે. સુરતની વાત કરીએ તો, સુરતમાં કુલ 565 વિદ્યાર્થીઓ સફળ રહ્યા છે. નુપુર પટેલ સુરતમાં પ્રથમ અને ઓલ ઈન્ડિયામાં 21મો રેન્ક મેળવ્યો છે.