back to top
Homeસ્પોર્ટ્સIPL 2025 માટે ગુજરાત ટાઇટન્સે ટિકિટનું વેચાણ શરૂ કર્યું:ચાહકો GT એપ અને ઝોમેટોની...

IPL 2025 માટે ગુજરાત ટાઇટન્સે ટિકિટનું વેચાણ શરૂ કર્યું:ચાહકો GT એપ અને ઝોમેટોની ડિસ્ટ્રીક્ટ એપ પરથી ઓનલાઇન બુક કરી શકશે

TATA IPL 2025 માટે ગુજરાત ટાઇટન્સ (GT) નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે તેમની હોમ મેચ માટે ઓનલાઇન ટિકિટોના વેચાણ શરૂ કર્યાની જાહેરાત કરી છે. જેનો બુધવારે, એટલે કે પાંચમી માર્ચથી પ્રારંભ થશે. ઝોમેટોની ડિસ્ટ્રીક્ટ એપ ઓફિશિયલ ટિકિટિંગ પાર્ટનર છે અને ચાહકો ગુજરાત ટાઇટન્સ (GT) એપ અને ડિસ્ટ્રીક્ટ એપ પરથી ટિકિટ્સ ઓનલાઇન ખરીદી શકશે. આ ઉપરાંત ઓફલાઇન ટિકિટ્સની ઉપલબ્ધતા અંગે ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત થશે. 2025ની સિઝન શરૂ થવા જઈ રહી છે ત્યારે ગુજરાત ટાઇટન્સ 25મી માર્ચે પંજાબ કિંગ્સ સામેની તેમની પહેલી હોમ મેચ રમશે. ગુજરાત ટાઇટન્સના COO કર્નલ અરવિંદર સિંહે જણાવ્યું હતું કે “ચાહકો કોઈપણ ટીમની કરોડરજ્જુ હોય છે અને તેમને સંપૂર્ણ અનુભવ મળે તે સુનિશ્ચિત કરવું પ્રાથમિકતા છે. અમે અમારા હોમ સ્ટેડિયમ એટલે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમવાનું શરૂ કર્યું ત્યારથી અમે એ બાબતે ખૂબ જ ધ્યાન આપ્યું છે કે અમે ચાહકો અને દર્શકો માટે મેચ જોવાના અનુભવને કેવી રીતે વધારી શકીએ. ગયા વર્ષે અમારી 90 ટકાતી વધુ ટિકિટ્સ ઓનલાઇન ખરીદવામાં આવી હતી અને ઘરઆંગણે અમારા ચાહકોને ડિલિવર કરવામાં આવી હતી. 2025ની સિઝન શરૂ થવા જઈ રહી છે ત્યારે અમે મલ્ટી-મોડલ ટિકિટિંગ સિસ્ટમ લાવ્યા છીએ જે અમારા ચાહકોને સ્ટેડિયમમાં તેમનો સમય માણવા માટે તેમની ટિકિટ્સ મેળવવાનો સરળ અનુભવ પૂરો પાડશે. તબક્કાવાર ટિકિટિંગથી માંડીને સ્ટેડિયમમાં અન્ય રોમાંચક પ્રવૃત્તિઓ સુધીની જરૂરી તમામ સુવિધાઓ અંગે તેમને સહાય પૂરી પાડવામાં આવશે જેથી તેઓ સરળ રીતે એક્સેસ મેળવી શકે.” ફેન્સ નીચે આપેલી લિંકથી ટિકિટ બુક કરાવી શકશે http://gujarattitansipl.com/tickets https://gujarattitansipl.page.link/tickets

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments